સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ઈન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિઅમ (આઇએનએસએસીઓજી) અંગે પ્રશ્નોત્તરી

Posted On: 07 JUL 2021 12:45PM by PIB Ahmedabad

સવાલ- આઇએનએસએસીઓજી શું છે?

જવાબ: ઈન્ડિયન સાર્સ કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિઅમ (આઇએનએસએસીઓજી) એ ભારત સરકાર દ્વારા 2020ની 30મી ડિસેમ્બરે સ્થાપવામાં આવેલ એક રાષ્ટ્રીય મલ્ટી એજન્સી કન્સોર્ટિઅમ ઑફ જિનોમ સિકવન્સિંગ લૅબોરેટરીઝ (આરજીએસએલ) છે. શરૂઆતમાં, આ સમૂહ એટલે કે કન્સોર્ટિઅમમાં 10 લૅબોરેટરીઝ હતી. ત્યારબાદ, આઇએનએસએસીઓજી હેઠળ લૅબોરેટરીઝનો વ્યાપ વધારવામાં આવ્યો અને હાલ સાર્સ-કોવ-2માં વંશસૂત્રની ભિન્નતા (જિનોમિક વેરિયેશન્સ) પર દેખરેખ રાખતા આ સમૂહ હેઠળ 28 લૅબોરેટરીઝ છે.

સવાલ: આઇએનએસએસીઓજીનો હેતુ શું છે?

જવાબ: સામાન્ય રીતે કોવિડ-19 વાયરસ તરીકે જાણીતો સાર્સ-કોવ-2 વાયરસે વૈશ્વિક રીતે અભૂતપૂર્વ રીતે જાહેર આરોગ્ય પડકારો ઊભા કર્યા છે. સાર્સ-કોવ-2 વાયરસના ફેલાવા અને ક્રમિક વિકાસ-ઉત્ક્રાંતિને, એના ફેરફારો એટલે કે મ્યુટેશન અને એના પરિણામે સર્જાતા ભિન્ન રૂપ એટલે કે વેરિયન્ટને સંપૂર્ણપણે સમજવા માટે જિનોમિક ડેટાના ઊંડાણપૂર્વકના સિકવન્સિંગ અને વિશ્લેષણની જરૂરિયાત અનુભવાઇ હતી. આ પશ્ચાદભૂમિમાં, સમગ્ર દેશમાં સાર્સ-કોવ-2 વાયરસના સમગ્ર જિનોમ સિકવન્સિંગને વિસ્તારવા આઇએનએસએસીઓજીની સ્થાપના કરવામાં આવી જેનાથી વાયરસ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ક્રમિક વિકાસ કરે છે એની આપણી સમજમાં મદદ મળે. આઇએનએસએસીઓજી હેઠળ લૅબોરેટરીઝમાં કરવામાં આવેલા નમૂના (સેમ્પલ્સ)ના સિકવન્સિંગ અને વિશ્લેષણના આધારે વાયરસના જિનેટિક કૉડમાં કોઇ પણ ફેરફાર કે મ્યુટેશનનું અવલોકન કરી શકાય.

આઇએનએસએસીઓજીના નિમ્નાનુસાર ચોક્કસ હેતુઓ છે:

  • દેશમાં વેરિઅન્ટ ઑફ ઈન્ટરેસ્ટ (વીઓઆઇ) અને વેરિઅન્ટ ઑફ કન્સર્ન (વીઓસી)નો દરજ્જો નક્કી કરવો.
  • જિનોમિક વેરિઅન્ટને વહેલા શોધવા માટે અને અસરકારક જાહેર આરોગ્યનાં વળતાં પગલાં ઘડવામાં મદદ કરવા સંત્રી તરીકે જાપ્તો રાખતી અને જોરદાર જાપ્તાની યંત્રણાઓ સ્થાપવી.
  • સુપર સ્પ્રેડર ઘટનાઓ દરમિયાન અને વધારે કેસ/મૃત્યુ વગેરે નોંધાય છે એવા વિસ્તારોમાં એકત્ર કરવામાં આવેલા નમૂનાઓમાં જિનોમિક વેરિઅન્ટસની હાજરી નક્કી કરવી.

સવાલ: ભારતે સાર્સ કોવ-2 વાયરસનું સિકવન્સિંગ ક્યારે શરૂ કર્યું?

જવાબ: ભારતે 2020માં સાર્સ-કોવ-2 વાયરલ જિનોમ્સનું સિક્વન્સિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં એનઆઇવી અને આઇસીએમઆરે યુકે, બ્રાઝિલ કે દક્ષિણ આફ્રિકાથી આવેલા અથવા આ દેશોમાં થઇને ભારત આવેલા આંતરરાષ્ટ્રીય ઉતારૂઓના સેમ્પલ્સ સિકવન્સ કર્યા હતા કારણ કે આ દેશોમાં, કેસમાં અચાનક ઉછાળો નોંધાયો હતો. જે રાજ્યોમાં કેસમાં અચાનક ઉછાળો આવ્યો એ રાજ્યોના આરટી-પીસીઆર પૉઝિટિવ સેમ્પલ્સને અગ્રતાના ધોરણે સિકવન્સ કરવામાં આવ્યા હતા. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએએઆઇઆર), બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) અને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ (એનસીડીસી) અને વ્યક્તિગત સંસ્થાઓના પ્રયાસો મારફત એને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું.

ભારતનું શરૂઆતમાં ધ્યાન દેશમાં વધારે ચેપી એવા વૈશ્વિક વેરિઅન્ટ ઑફ કન્સર્ન (ચિંતાજનક વેરિઅન્ટ્સ)- આલ્ફા (બી.1.1.7), બિટા (બી.1..351) અને ગામા (પી.1)ના ફેલાવાને નિયંત્રિત કરવા પર કેન્દ્રીત હતું. આ વેરિઅન્ટસના પગપેસારાને આઇએનએસએસીઓજી દ્વારા કાળજીપૂર્વક ટ્રેક કરવામાં આવ્યો. ત્યારબાદ, આઇએનએસએસીઓજીની લૅબોરેટરીઝમાં કરવામાં આવેલા હૉલ જિનોમ સિક્વન્સિંગ એનાલિસિસના આધારે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સ પણ ઓળખી કાઢવામાં આવ્યા હતા.

સવાલ: ભારતમાં સાર્સ-કોવ-2 પર દેખરેખ માટેની શું વ્યૂહરચના છે?

જવાબ: શરૂઆતમાં, આંતરરાષ્ટ્રીય મુસાફરો દ્વારા લઈ અવાતા અને એમના સમુદાયમાંના સંપર્કોનું કુલ આરટી-પીસીઆર પૉઝિટિવ નમૂનામાંથી 3-5% નમૂનાના સિકવન્સિંગ કરીને વેરિઅન્ટ્સ (વાયરસનું ભિન્ન રૂપ) પર જિનોમિક દેખરેખ માટે ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.

ત્યારબાદ એપ્રિલ 2021માં સંત્રીરૂપી દેખરેખની વ્યૂહરચના રાજ્યો/સંઘ પ્રદેશોને જણાવવામાં આવી. આ વ્યૂહરચના હેઠળ, એક પ્રદેશના ભૌગોલિક પ્રસારનું પૂરતું પ્રતિનિધિત્વ મળે એ માટે બહુ દેખરેખના સ્થળો ઓળખી કાઢવામાં આવ્યા અને આવા દરેક દેખરેખના સ્થળથી આરટી-પીસીઆર પૉઝિટિવ આવેલા નમૂનાઓને હૉલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે. ઓળખી કઢાયેલા દેખરેખ માટેના સ્થળોએથી નિયમિત રીતે નમૂના નિર્ધારિત રિજિયોનલ જિનોમ સિક્વન્સિંગ લૅબોરેટરીઝ (આરજીએસએલ)ને મોકલવા માટેની વિગતવાર એસઓપી રાજ્યો/સંઘ પ્રદેશોને આપવામાં આવી છે. રાજ્યો સાથે જોડાયેલી આઇએનએસએસીઓજી આરજીએસએલની યાદી પણ રાજ્યોને અપાઇ છે. હૉલ જિનોમ સિકવન્સિંગની પ્રવૃત્તિના સંકલન માટે તમામ રાજ્યો/સંઘ પ્રદેશો દ્વારા એક સમર્પિત નોડલ અધિકારીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

      1. ચોકીદારી દેખરેખ (તમામ રાજ્યો/સંઘ પ્રદેશો માટે): સમગ્ર ભારતમાં આ ચાલુ રહેલી દેખરેખની પ્રવૃત્તિ છે. દરેક રાજ્ય/સંઘ પ્રદેશે (આરટી-પીસીઆર લૅબ્સ અને ટેરિટરી હેલ્થ કેર સુવિધાઓ સહિત) દેખરેખના સ્થળો ઓળખી કાઢ્યા છે જ્યાંથી આરટી-પીસીઆર નમૂનાઓ હૉલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે.
      2. વધારાયેલી દેખરેખ (તમામ કોવિડ 19 ઝૂમખાઓ કે કેસમાં ઉછાળા ધરાવતા જિલ્લાઓ માટે) : પ્રતિનિધિરૂપ સંખ્યામાં નમૂનાઓ (રાજ્યોના સર્વેલન્સ અધિકારી. કેન્દ્રના સર્વેલન્સ યુનિટ દ્વારા નક્કી કરવામાં આવેલી સેમ્પલિંગ વ્યૂહરચના મુજબ) કેસમાં વધારો દર્શાવતા જિલ્લાઓમાંથી એકત્ર કરાય છે અને આરજીએસએલને મોકલવામાં આવે છે.

સવાલ: આઇએનએસએસીઓજી લૅબોરેટરીઝને નમૂનાઓ મોકલવા માટેની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી) શું છે?

  1. આઇએનએસએસીઓજીની લૅબોરેટરીઝને નમૂનાઓ મોકલવા માટેની અને ત્યારબાદ જિનોમ સિક્વન્સિંગ વિશ્લેષણના આધારે પગલાંની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નિમ્નાનુસાર છે:
  1. ઇન્ટિગ્રેટેડ ડિસિઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) યંત્રણા જિલ્લાઓ/ દેખરેખના સ્થળોએથી નમૂના એકત્ર કરીને પ્રાદેશિક જિનોમ સિક્વન્સિંગ લૅબોરેટરીઝને મોકલવાના પરિવહનનું સંકલન કરે છે. આરજીએસએલ જિનોમ સિક્વન્સિંગ અને વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ/ વેરિઅન્ટ ઑફ કન્સર્ન, સંભવિત વેરિઅન્ટ ઑફ ઇન્ટરેસ્ટ અને અન્ય ફેરફારો ઓળખી કાઢવા માટે જવાબદાર છે. વેરિઅન્ટ ઑફ કન્સર્ન (વીઓસી)/ વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ (વીઓઆઇ) અંગીની માહિતી સેન્ટર સર્વેલન્સ યુનિટ, આઇડીએસપીને રાજ્ય સર્વેલન્સ અધિકારીઓ સાથે સંકલનમાં રહીને ક્લિનિકો-રોગચાળાને લગતો સહસંબંધ સ્થાપવા માટે આપવામાં આવે છે. 
  2. આઇએનએસએસીઓજીને મદદ માટે સ્થાપવામાં આવેલા સાયન્ટિફિક એન્ડ ક્લિનિકલ એડવાઇઝરી ગ્રૂપ (એસસીએજી)માં ચર્ચાઓના આધારે, જાહેર આરોગ્યને પ્રસ્તુત હોઇ શકે એવા જિનોમિક મ્યુટેશન-વંશીય ફેરફારોને ઓળખી કઢાયા બાદ, આરજીએસએલ એ એસસીએજીને રજૂ કરે એવું નક્કી થયું છે. એસસીએજી સંભવિત વેરિઅન્ટ ઑફ ઇન્ટરેસ્ટ અને અન્ય ફેરફારોની ચર્ચા કરે અને જો યોગ્ય લાગે તો વધુ તપાસ માટે સેન્ટ્રલ સર્વેલન્સ યુનિટને ભલામણ કરે.
  3. આઇડીએસપી દ્વારા જિનોમ સિક્વન્સિંગ વિશ્લેષણ અને ક્લિનિકો-રોગચાળાને લગતા સ્થાપિત કરાયેલા સહસંબંધને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આઇસીએમઆર, ડીબીટી, સીએસઆઇઆર અને રાજ્યો/સંઘ પ્રદેશોને જરૂરી જાહેર આરોગ્ય પગલાં ઘડવા અને અમલી કરવા માટે આપવામાં આવે છે.
  4. રસીની અસરકારકતા પર એની અસર અને વાયરસની ઇમ્યુનમાંથી છટકી જવાની વિશેષતાઓ જોવા નવા ફેરફારો-મ્યુટેશન્સ/ વેરિયન્ટ ઑફ કન્સર્નને કલ્ચર્ડ કરવામાં આવે છે અને જિનોમિક અભ્યાસો હાથ ધરવામાં આવે છે.

 

સવાલ: વેરિઅન્ટ ઑફ કન્સર્ન (વીઓસી)ની હાલની સ્થિતિ શું છે?

  1. ભારતમાં 35 રાજ્યોમાં 174 જિલ્લાઓમાં વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન જોવા મળ્યા છે. સૌથી વધારે સંખ્યામાં વીઓસી મહારાષ્ય્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના જિલ્લાઓમાંથી નોંધાયા છે. ભારતમાં સામુદાયિક નમૂનાઓમાં જાહેર આરોગ્યની રીતે મહત્ત્વના વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન છે: આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટા.

સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં અવલોકન કરાયેલ બી.1.617 લીનિઅજ (વાયરસનો વંશ) રાજ્યના ઘણા જિલ્લાઓમાં અસાધારણ ઉછાળા સાથે સંકળાયેલો હતો. એ હવે ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે.

સવાલ: ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ શું છે?

જવાબ: બી.1.617.2.1 (એવાય.1) અથવા સામાન્ય રીતે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ તરીકે જાણીતાનો અર્થ વધુ ફેરફાર-મ્યુટેશન સાથેનો ડેલ્ટા વેરિઅન્ટ છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733344) Visitor Counter : 386