સંરક્ષણ મંત્રાલય

સ્વર્ણિમ વિજય વર્ષ સમારોહ માટે ભારતીય સૈન્ય દ્વારા આયોજિત ઓનલાઈન ચિત્ર સ્પર્ધા હેતુ આવેદનોને આમંત્રિત કરવામાં આવ્યા

Posted On: 06 JUL 2021 12:50PM by PIB Ahmedabad

ભારતીય સૈન્ય વર્ષ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન ઉપર ભારતના વિજયના 50 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવેલ સ્વર્ણિમ વિજય વર્ષ સમારોહના ભાગ રૂપે 01 જુલાઈથી 31 ઓગસ્ટ 2021 દરમિયાન ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. આ સ્પર્ધામાં ભારતના બધા નાગરિકો ભાગ લઇ શકે છે અને તેમના આવેદનો swarnimvijayvarsh.adgpi[at]gmail[dot]com પર મોકલી શકે છે. સ્પર્ધાની વિગતો ભારતીય સૈન્યના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલ્સ પર ઉપલબ્ધ છે.

પસંદ કરેલા ચિત્રોનો ઉપયોગ ભારતીય સેનાના સત્તાવાર મીડિયા હેન્ડલ્સ દ્વારા કરવામાં આવશે અને વિજેતા પ્રવેશોને રોકડ પુરસ્કારો સાથે યોગ્ય શ્રેય આપવામાં આવશે. આ ચિત્ર સ્પર્ધા પછી વધુ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજાશે, જેની વિગતો પછીથી પ્રિન્ટ અને સોશ્યલ મીડિયા દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધા પોતાના નાગરિકો સાથે ગાઢ સંબંધ બાંધવા અને 1971ના મુક્તિ યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળોના યોગદાનને પ્રકાશિત કરવાના સૈન્યના પ્રયત્નોનો એક ભાગ છે.

 

     

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733108) Visitor Counter : 387