માહિતી અને પ્રસારણ મંત્રાલય

52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) 20મીથી 28મી નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશેશ્રી પ્રકાશ જાવડેકરે 52મા IFFIના પોસ્ટરનું અનાવરણ કર્યું

Posted On: 05 JUL 2021 5:45PM by PIB Ahmedabad

ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગના માનનીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની બાવનમી આવૃત્તિના નિયમો અને પોસ્ટર રિલીઝ કર્યા હતા. આ ફિલ્મ ફેસ્ટિવલ 20મીથી 28મી નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે.

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની એશિયાના સૌથી પુરાણા અને ભારતના સૌથી મોટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગણના થાય છે. જાન્યુઆરી 2021માં યોજાયેલા 51મા ફેસ્ટિવલની સફળતાને ધ્યાનમાં રાખીને બાવનમા ઇન્ટનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું  હાઇબ્રિડ ફોર્મેટમાં આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલનું આયોજન ડીરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ (DFF), ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગોવા રાજ્ય સરકાર અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સહકારથી કરવામાં આવ્યું છે.

IFFIને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિયેશન (FIAPF) દ્વારા માન્યતા અપાયેલી છે. દર વર્ષે, ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત અને સમગ્ર વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિલ્મો તથા ઉત્તમ સિનેમેટિક કાર્યની રજૂઆત કરવામાં આવે છે.  

બાવનમા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના સ્પર્ધાત્મક વિભાગમાં ભાગ લેવા માટેની એન્ટ્રી 31 ઓગસ્ટ 2021 સુધી ઓપન રહેશે.

ભારતીય સિનેમાના મહાન સર્જક શ્રી સત્યજિત રાયની 100મી જન્મજયંતીના અવસરે આ વખતે ડિરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે IFFI ખાતે એક વિશેષ પૂર્વવત અંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ઉપરાંત આ વર્ષથી સત્યજિત રાયની યાદમાં સિનેમા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ “સત્યજિત રાય લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ” નો પ્રારંભ થશે જે આ વર્ષથી દર વર્ષે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના આયોજન દરમિયાન એનાયત કરવામાં આવશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1732883) Visitor Counter : 315