સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારની મફત ટેલિમેડિસિન સેવા ‘ઈ સંજીવની’એ 70 લાખ કન્સલ્ટેશન્સ પૂર્ણ કર્યા


ડિજિટલ ઈન્ડિયા પહેલની છઠ્ઠી વર્ષગાંઠે પ્રધાનમંત્રીએ ઈ સંજીવનીના વખાણ કર્યા

છેલ્લા બે સપ્તાહમાં દૈનિક 50000થી વધારે કન્સલ્ટેશન્સ સાથે છેલ્લા 30 દિવસોમાં રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવાથી આશરે 12.5 લાખ દર્દીઓ લાભાન્વિત થયા

Posted On: 03 JUL 2021 5:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા- ઈ સંજીવનીએ 70 લાખ કન્સલ્ટેશન્સ પૂર્ણ કરીને વધુ એક સીમાચિહ્ન વટાવ્યું છે. આ નવીન ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને દર્દીઓ આરોગ્ય સેવાઓ મેળવવા માટે દૈનિક ધોરણે તબીબો અને વિશેષજ્ઞો સાથે સલાહ મસલત કરે છે. વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નમાં, જૂનમાં તેણે 12.5 લાખ દર્દીઓની સેવા કરી હતી જે ગયા વર્ષે માર્ચમાં આ સેવા શરૂ થયા પછીનો સૌથી વધારે આંક છે.

હાલ, રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા 31 રાજ્યો/સંઘ પ્રદેશોમાં કાર્યરત છે.

ઈ સંજીવની એબી-એચડબલ્યુસી- તબીબથી તબીબ ટેલિમેડિસિન પ્લેટફોર્મ આશરે 30 રાજ્યોમાં આવેલ જિલ્લા હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજોમાં આવેલ 1900થી વધારે હબ્સ અને આશરે 21000 હૅલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ ખાતે અમલી કરાયું છે. તબીબ-થી-તબીબ ટેલિમેડિસિન પ્લેટફોર્મે 32 લાખથી વધુ દર્દીઓની સેવા કરી છે. સંરક્ષણ મંત્રાલયે પણ ઈ સંજીવની ઓપીડી પર એક રાષ્ટ્રીય ઓપીડી યોજી હતી જેમાં, સંરક્ષણ મંત્રાલય દ્વારા સામેલ કરાયેલા 100થી વધુ પીઢ તબીબો અને સ્પેશિયાલિસ્ટ્સે સમગ્ર દેશના દર્દીઓને સેવા પૂરી પાડી હતી.

ગત વર્ષના એપ્રિલમાં, પહેલા રાષ્ટ્રીય લૉકડાઉનના તુરંત બાદ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વધતી મહામારીને લીધે ઈ સંજીવની ઓપીડી શરૂ કરી હતી. ઈ સંજીવની ઓપીડી એ દર્દીથી તબીબ ટેલિમેડિસિન પ્લેટફોર્મ છે અને ઘરે રહેલા લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. ઈ સંજીવની ઓપીડી પર 420 ઓનલાઇન ઓપીડીઓ યોજાઇ છે અને આ પ્લેટફોર્મ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ઓપીડી પણ યોજે છે, આમાંની ઘણી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ઓપીડીઓ 5 રાજ્યોમાં (હિમાચલ પ્રદેશ, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ) એઈમ્સ જેવી અગ્રણી હૉસ્પિટલો, લખનૌમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી  ઇત્યાદિ દ્વારા ચલાવાય છે. છેલ્લા બે સપ્તાહથી 50,000થી વધુ દર્દીઓ ઈ સંજીવની સેવાનો ઉપયોગ કરી રહ્યા છે અને દૈનિક ધોરણે આશરે 2000 તબીબો ટેલિમેડિસિનની પ્રેક્ટિસ પૂરી પાડે છે.

આ અત્યાધુનિક રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવાનો વ્યાપ વધારવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સતત કાર્ય કરી રહ્યું છે. ગયા મહિને, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય અને મોહાલીમાં સી-ડેક સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સમગ્ર દેશમાં ડિજિટલ આરોગ્ય સેવાઓથી વંચિત છે એવા લોકો માટે કોમન સર્વિસ સેન્ટર્સ મારફત મફત ઈ સંજીવની સેવા મેળવવાની જોગવાઇ સમર્થ બનાવી હતી. 2021ની પહેલી જુલાઇએ, ડિજિટલ ઇન્ડિયા પહેલની છઠ્ઠી વર્ષગાંઠે પ્રધાનમંત્રી દ્વારા ઈ સંજીવનીની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી, બિહારમાં પૂર્વ ચંપારણથી એક લાભાર્થી સાથે વાતચીત કરી હતી, જેઓ તેમનાં બીમાર દાદી માટે કેજીએમસી, લખનૌ દ્વારા ચલાવાતી જેરિઍટ્રિસ્ક અને માનસિક આરોગ્ય ઓનલાઇન ઓપીડી મારફત ઈ સંજીવનીની સ્પેશિયાલિટી સેવાઓ લેવા માગતા હતા.

ઘણા રાજ્યોમાં લોકો ઈ સંજીવનીના લાભો તરત સ્વીકારે છે અને એ આરોગ્ય સેવા મેળવવા માટેની આ ડિજિટલ પદ્ધતિ ઝડપથી વ્યાપક રીતે અપનાવી લેવાના પ્રોત્સાહિત કરતા ઝોક તરફ દોરી ગયું છે. તે વિશિષ્ટ આરોગ્ય સેવાઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મેળવવામાં જંગી સુધારણા તરફ પણ દોરી ગયું છે. વધુમાં, આ સેવા શહેરી વિસ્તારોમાં દર્દીઓ માટે પણ,  ખાસ કરીને દેશમાં આરોગ્ય સેવાઓની વિતરણ પ્રણાલિ પર બોજો નાખનારી ચાલુ રહેલી મહામારીની બીજી લહેર દરમ્યાન હાથવગી બની ગઈ છે.

ટૂંકા ગાળાના સમયમાં, ભારત સરકારની રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા શહેરી અને ગ્રામીણ ભારતમાં જે ડિજિટલ આરોગ્ય વિભાજન પ્રવર્તે છે એને પૂરીને ભારતીય આરોગ્ય સેવા વિતરણ પ્રણાલિને સહાયક બનવા લાગી છે. એનાથી બીજી અને ત્રીજી પંક્તિની હૉસ્પિટલો પરનો બોજો ઘટવાની સાથે જમીન સ્તરે તબીબો અને સ્પેશિયાલિસ્ટ્સની અછતના મુદ્દાનું પણ સમાધાન થાય છે. નેશનલ ડિજિટલ હૅલ્થ  મિશનની જેમ, ઈ સંજીવની પણ દેશમાં ડિજિટલ આરોગ્ય ઈકોસિસ્ટમને વેગ આપી રહી છે.

ઈ સંજીવનીની આ સેવા અપનાવી લેવાના સંદર્ભમાં (કન્સલ્ટેશન્સની સંખ્યા) ટોચના દસ રાજ્યો છે: આંધ્ર પ્રદેશ (16,32,377), તમિલનાડુ (12,66,667), કર્ણાટક (12,19,029), ઉત્તર પ્રદેશ (10,33,644), ગુજરાત (3,03,426), મધ્ય પ્રદેશ (2,82,012), મહારાષ્ટ્ર (2,25,138), બિહાર (2,23,197), કેરળ (1,99,339) અને ઉત્તરાખંડ (1,66,827).

 https://esanjeevaniopd.in/ સિવાય ઈ સંજીવની એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ છે.

SD/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732535) Visitor Counter : 327