મંત્રીમંડળ

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય) હેઠળ નોંધણીની છેલ્લી તા.30 જૂન, 2021થી તા.31 માર્ચ 2022 સુધી લંબાવવા માટે કેબિનેટની મંજૂરી

Posted On: 30 JUN 2021 4:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)નો લાભ મેળવવા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ વધુ 9 મહિના એટલે કે તા.30 જૂન, 2021 થી તા.31 માર્ચ, 2022 સુધી લંબાવવાની બાબતને મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તરણને પરિણામ તરીકે અગાઉના 58.5 લાખના અંદાજ સામે, 71.8 લાખ લોકો માટે ઔપચારિક ક્ષેત્રમાં રોજગારનું નિર્માણ થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. તા.18-06-2021ની સ્થિતિ મુજબ 21.42 લાખ લાભાર્થીઓને 79,577 એકમોમાં એબીઆરવાય હેઠળ રૂ.902 કરોડની રકમનો લાભ આપવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ રજીસ્ટ્રેશન માટે લંબાવેલા સૂચિત સમય સહિત એટલે કે તા.31-03-2022 સુધીના નોંધણીના ગાળામાં  થનારો અંદાજીત ખર્ચ રૂ.22,098 કરોડ થશે.

વિવિધ ક્ષેત્રો/ ઉદ્યોગોના માલિકો ઉપરનો નાણાંકિય બોજ ઘટાડવા અને તે વધુ કામદારોને નોકરીમાં રાખે તે માટે પ્રોત્સાહિત કરવા માટે આ યોજનાનો અમલ એમ્પલોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) મારફતે કરવામાં આવશે.

જો એકમમાં નવા કર્મચારીઓ અથવા તો જેમણે તા.01-03-2020થી તા.30-09-2020 સુધીમાં નોકરી ગૂમાવી છે તેવા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે તો એબીઆરવાય હેઠળ ઈપીએફઓ સાથે નોંધવામાં આવેલા એકમો અને માસિક રૂ.15,000થી ઓછું વેતન મેળવતા તેમના નવા કર્મચારીઓને લાભ થશે.

ઈપીએફઓ હેઠળ નોંધાયેલા એકમોની સંખ્યાને આધારે એબીઆરવાય હેઠળ ભારત સરકાર, બે વર્ષના ગાળા માટે માલિકો અને કર્મચારીઓનો હિસ્સો (વેતનના 24 ટકા) અથવા તો માલિકનો હિસ્સો (વેતનના 12 ટકા) ભોગવશે. આ યોજના અંગેની વિસ્તૃત માર્ગરેખાઓ શ્રમ અને રોજગાર મંત્રાલય તથા ઈપીએફઓની વેબસાઈટ ઉપર જોઈ શકાશે.

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, આત્મનિર્ભર ભારત 3.0 પેકેજ હેઠળ અર્થતંત્રને વેગ આપવા માટે અને ઔપચારિક ક્ષેત્રમાં કોવિડ પછીના રિકવરીના તબક્કામાં ઔપચારિક ક્ષેત્રમાં રોજગાર નિર્માણ વધારવા માટે એબીઆરવાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાના કારણે કોવિડ-19 મહામારીનો દેશના અર્થતંત્ર ઉપર પડનારો બોજો ઓછો થશે અને ઓછુ વેતન ધરાવતા કામદારોને થનારી હાડમારીની સ્થિતિમાં સુધારો થશે અને માલિકોને એકમો ફરીથી શરૂ કરવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડી બિઝનેસની પ્રવૃત્તિઓ વધારવા માટે પ્રોત્સાહન મળશે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1731587) Visitor Counter : 278