આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
મંત્રીમંડળે વીજવિતરણ ક્ષેત્ર માટે સુધારાલક્ષી અને પરિણામ સાથે જોડાયેલી સંશોધિત યોજનાને મંજૂરી આપી
Posted On:
30 JUN 2021 4:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સુધારા-આધારિત અને પરિણામ સાથે જોડાયેલી સંશોધિત વીજવિતરણ ક્ષેત્ર યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો આશય તમામ વીજવિતરણ કંપનીઓ (ડિસ્કોમ)/વીજ વિભાગોની કાર્યદક્ષતા અને નાણાકીય સ્થિરતા વધારવાનો છે, જેમાં ખાનગી ક્ષેત્રની વીજવિતરણ કંપનીઓ સામેલ નથી. આ માટે વીજવિતરણ કંપનીઓને પુરવઠાલક્ષી માળખાગત સુવિધાઓ મજબૂત કરવા માટે શરતી નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવશે. આ નાણાકીય સહાય આ બાબતો પર આધારિત હશે – એક, પૂર્વનિર્ધારિત લાયકાતના ધારાધોરણો પૂર્ણ કરવા અને બે, નાણાકીય સ્થિતિ સુધારવા માટે બનાવવામાં આવેલા પરસ્પર સંમત થયેલા પરિવર્તનકારક માળખાને આધારે મૂલ્યાંકન થયેલી વીજવિતરણ કંપની દ્વારા આધારભૂત લઘુતમ માપદંડો પૂર્ણ કરવા પર. આ યોજનાના અમલનો આધાર બનશે – દરેક રાજ્ય માટે તૈયાર કરવામાં આવેલી કાર્યયોજનાઓ, નહીં કે દરેક રાજ્ય માટે તૈયાર કરવામાં આવેલી એક જ યોજના.
આ યોજના માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. 97,631 કરોડના કુલ અંદાજપત્રીય ટેકા (જીબીએસ) સાથે રૂ. 3,03,758 કરોડ અંકિત કરવામાં આવશે. આ દરખાસ્ત રજૂ થઈ છે કે, જમ્મુ અને કાશ્મીર (જેએન્ડકે) અને લદાખના કેન્દ્રશાસિત પ્રદેશ માટે પીએમડીપી-2015 સાથે આઇપીડીએસ, ડીડીયુજીજેવાયની યોજનાઓ અંતર્ગત હાલ માન્ય કરેલા તમામ પ્રોજેક્ટને આ યોજનામાં જોડી દેવામાં આવશે તથા તેમના જીબીએસ (અંદાજે રૂ. 17,000 કરોડ)ની બચતને આ યોજનાઓ 31 માર્ચ, 2022 સુધી હાલની શરતો અને નિયમો સાથે સંશોધિત વીજવિતરણ ક્ષેત્રની યોજનાની કુલ અંકિત કરવામાં આવેલી રકમમાં સમાવી લેવામાં આવશે. આ યોજનાઓ અંતર્ગત ફંડને આઇપીડીએસ અંતર્ગત ઓળખ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ માટે અને 31 માર્ચ, 2023 સુધી આઇપીડીએસ અને ડીડીયુજીજેવાય અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશો જેએન્ડકે અને લદાખ માટે પ્રધાનમંત્રી વિકાસ કાર્યક્રમ (પીએમડીપી) અંતર્ગત હાલ મંજૂર થયેલા વિવિધ પ્રોજેક્ટ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સંશોધિત વીજવિતરણ ક્ષેત્ર યોજનાનો ઉદ્દેશ વીજવિતરણ કંપનીઓને પુરવઠા સંબંધિત માળખાગત સુવિધાઓ મજબૂત કરવા પરિણામલક્ષી નાણાકીય સહાય પ્રદાન કરીને તેમની કાર્યદક્ષતા અને નાણાકીય સ્થિરતા વધારવાનો છે. આ નાણાકીય સહાય બે માપદંડોને આધારે પ્રદાન કરવામાં આવશે – એક, વીજવિતરણ કંપનીઓ દ્વારા પૂર્વનિર્ધારિત માપદંડ પૂર્ણ કરવા અને બે, મૂળભૂત લઘુતમ માપદંડો હાંસલ કરવા. આ યોજના વર્ષ 2025-26 સુધી ઉપલબ્ધ રહેશે. આ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સીઓ તરીકે આરઇસી અને પીએફસીની નિમણૂક થઈ છે.
યોજનાનો ઉદ્દેશ
- વર્ષ 2024-25 સુધીમાં સમગ્ર ભારતમાં એટીએન્ડસી નુકસાનમાં 12થી 15 ટકાનો ઘટાડો કરવો
- વર્ષ 2024-25 સુધીમાં એસીસી-એઆરઆર ગેપ ઘટાડીને ઝીરો કરવો
- આધુનિક વીજવિતરણ કંપનીઓ માટે સંસ્થાગત ક્ષમતાઓ વિકસાવવી
- નાણાકીય સ્થિરતા અને કાર્યદક્ષ વિતરણ ક્ષેત્ર દ્વારા ઉપભોક્તાઓને ગુણવત્તાયુક્ત, વિશ્વસનિય અને વાજબી વીજળીના પુરવઠામાં વધારો કરવો.
વિગત
આ યોજના પૂર્વનિર્ધારિત અને કામગીરીમાં સંમત સંવર્ધન સામે વીજવિતરણ કંપનીની કામગીરીનું વાર્ષિક મૂલ્યાંકન પ્રદાન કરશે, જેમાં એટીએન્ડસી નુકસાન, એસીએસ-એઆરઆર ગેપ, માળખાગત સુવિધા વધારતી કામગીરી, ઉપભોક્તા સેવાઓ, પુરવઠાના કલાકો, કોર્પોરેટ વહીવટ વગેરે જેવા પરિબળો સામેલ છે. જે વીજવિતરણ કંપનીઓને લઘુતમ 60 ટકા સ્કોર કરશે અને ચોક્કસ માપદંડોના સંબંધમાં લઘુતમ માપદંડો હાંસલ કરશે એમને જ જે તે વર્ષની યોજના સામે ફંડ મળશે.
આ યોજનામાં મુખ્યત્વે ખેડૂતો માટે વીજળીનો પુરવઠો વધારવા અને કૃષિલક્ષી ફીડર્સનું સોલરાઇઝેશન કરીને ખેડૂતોને દિવસના સમયમાં વીજળી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રૂ. 20,000 કરોડના ખર્ચ દ્વારા 10,000 કૃષિલક્ષી ફીડર્સ અલગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જે ખેડૂતો માટે અતિ લાભદાયક પુરવાર થશે. આ રીતે ખેડૂતોને કૃષિ માટે કટિબદ્ધ ફીડર્સ મળશે, જેથી તેઓ વિશ્વસનિય અને ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મેળવશે. આ યોજનાને પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા ઇવમ ઉથ્થમ મહાભિયાન (પીએમ-કુસુમ) સાથે સંકલિત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ તમામ ફીડર્સનું સોલરાઇઝેશન કરવાનો અને ખેડૂતોને વધારાની આવક માટેના વિકલ્પો પ્રદાન કરવાનો છે.
આ યોજનાની મુખ્ય ખાસિયત છે – પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગ દ્વારા ઉપભોક્તાનું સશક્તિકરણ. પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગનો અમલ સરકારી-ખાનગી-ભાગીદારી (પીપીપી)ના ધોરણે થશે. સ્માર્ટ મીટર ઉપભોક્તાઓને માસિકને બદલે રોજિંદા ધોરણે તેમના વીજવપરાશ પર નજર રાખવાની સુવિધા આપશે, જેથી તેમને તેમની પોતાની જરૂરિયાત મુજબ અને ઉપલબ્ધ સંસાધનોને આધારે વીજળીના વપરાશમાં મદદ મળી શકે છે. જ્યારે આ યોજનાના સમયગાળા દરમિયાન તમામ 25 કરોડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની યોજના છે, ત્યારે પ્રાથમિકતા પ્રથમ તબક્કામાં યુદ્ધના ધોરણે પ્રીપેઇડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની કામગીરીને આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં (1) 15 ટકાથી વધારે એટીએન્ડસી નુકસાન ધરાવતા 500 અમૃત શહેરોના તમામ વીજળી વિભાગોમાં (2) તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાં (3) એમએસએમઈ તથા અન્ય તમામ ઔદ્યોગિક અને વાણિજ્યિક ઉપભોક્તાઓ (4) તાલુકા સ્તરે અને એનાથી ઉપર તમામ સરકારી ઓફિસોમાં (5) ઊંચું નુકસાન ધરાવતા અન્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર સ્થાપિત થશે. ડિસેમ્બર, 2023 સુધી પ્રથમ તબક્કામાં અંદાજે 10 કરોડ પ્રીપેઇડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. પ્રીપેઇડ સ્માર્ટ મીટરની સ્થાપનાની કામગીરીની પ્રગતિ પર બારીક નજર રાખવામાં આવશે, ખાસ કરીને સરકારી ઓફિસોમાં, જેથી નિર્ધારિત સમયમર્યાદામાં તેની સ્થાપના થઈ શકે.
કૃષિલક્ષી જોડાણ છૂટુંછવાયું હોવાથી અને વસાહતોમાં તેઓ અંતરિયાળ વિસ્તારોમાં હોવાથી કૃષિલક્ષી જોડાણોને ફીડર મીટર્સ દ્વારા આવરી લેવામાં આવશે.
ઉપભોક્તાઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગનો અમલ કરવાની સાથે પીપીપી ધોરણે સાથે સાથે કમ્યુનિકેટિંગ ખાસિયત સાથે ફીડર અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર (ડીટી) સ્તરે સિસ્ટમ મીટરિંગ હાથ ધરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.
સિસ્ટમ મીટર્સ, વીજવિતરણ કંપનીઓ નુકસાની ઘટાડવા સુમાહિતગાર નિર્ણયો લઈ શકે એ માટે દર મહિને સિસ્ટમ જનરેટ ઊર્જા એકાઉન્ટિંગનો રિપોર્ટ તૈયાર કરવા પ્રીપેઇડ સ્માર્ટ મીટર્સ સહિત આઇટી/ઓટી ઉપકરણો દ્વારા જનરેટ થયેલા ડેટાનું વિશ્લેષણ કરવા, વીજળીની માગની ધારણાનો તાગ મેળવવા, દિવસના સમય (ટીઓડી)માં ભાડાનાં દર, પુનઃપ્રાપ્ય ઊર્જા (આરઇ)નું સંકલન અને અન્ય અંદાજિત વિશ્લેષણો કરવા આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થશે. એનાથી વીજવિતરણ કંપનીઓની કાર્યદક્ષતા અને નાણાકીય સ્થિરતા વધારવા મોટી કામગીરી થશે. આ યોજના અંતર્ગત ફંડનો ઉપયોગ વીજવિતરણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા સાથે સંબંધિત એપ્લિકેશન્સ વિકસાવવા માટે થશે. એનાથી સમગ્ર દેશમાં વીજવિતરણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સના વિકાસને પ્રોત્સાહન મળશે.
મુખ્ય ઘટકો:
- ઉપભોક્તા મીટર્સ અને સિસ્ટમ મીટર્સ
- કૃષિ ઉપભોક્તા સિવાય તમામ ઉપભોક્તાઓ માટે પ્રીપેઇડ સ્માર્ટ મીટર
- પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગ અંતર્ગત 25 કરોડ ઉપભોક્તાઓને આવરી લેવામાં આવશે
- પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગ માટે શહેરી વિસ્તારો, કેન્દ્રશાસિત પ્રદેશો, અમૃત શહેરો અને ઊંચું નુકસાન ધરાવતા વિસ્તારોને પ્રાધાન્ય એટલે કે વર્ષ 2023 સુધીમાં 10 કરોડ પ્રીપેઇડ સ્માર્ટ મીટર સ્થાપિત થશે, બાકીના સ્માર્ટ મીટરને તબક્કાવાર રીતે સ્થાપિત કરવામાં આવશે
- વીજવિતરણ કંપનીઓ દ્વારા ઊર્જા હિસાબ કરવા તમામ ફીડર
અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર્સ માટે કમ્યુનિકેબલ એએમઆઈ મીટરની દરખાસ્ત, જે નુકસાનમાં ઘટાડા માટે વધારે સારાં આયોજન તરફ દોરી જશે
- પ્રીપેઇડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાથી વીજવિતરણ કંપનીઓને તેમની કાર્યદક્ષતા વધારવામાં મદદ મળશે તથા વીજવિતરણ કંપનીઓ ઉપભોક્તાઓને વધારે સારી સેવાઓ આપવા સક્ષમ બનશે
- ફીડર અલગીકરણ
- આ યોજના અલગ હોય એવા ફીડર્સ માટે એને અલગ કરવા ફંડ આપવા ધ્યાન કેન્દ્રિત કરશે, જે કુસુમ અંતર્ગત સોલરાઇઝેશન તરફ દોરી જશે
- ફીડરનું સોલરાઇઝેશન સિંચાઈ માટે દિવસ દરમિયાન સસ્તી/નિઃશુલ્ક વીજળી તરફ દોરી જશે, જેથી ખેડૂતોને વધારાની આવક થશે.
- શહેરી વિસ્તારોમાં વીજવિતરણ વ્યવસ્થાનું આધુનિકરણ
- તમામ શહેરી વિસ્તારોમાં નિરીક્ષણ નિયંત્રણ અને ડેટા સંપાદન (એસસીએડીએ)
- 100 શહેરી કેન્દ્રોમાં ડીએમએસ
- ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વ્યવસ્થાને મજબૂત કરવી
વિશેષ રાજ્યનો દરજ્જો ધરાવતા રાજ્યો માટેની જોગવાઈ:
પૂર્વોત્તર રાજ્ય સિક્કિમ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર, લડાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, આંદમાન અને નિકોબાર ટાપુઓ તથા લક્ષદ્વીપ સહિત વિશેષ દરજ્જો ધરાવતા તમામ રાજ્યોને વિશેષ દરજ્જો ધરાવતા રાજ્યો ગણવામાં આવશે.
“વિશેષ રાજ્યનો દરજ્જો ન ધરાવતા અન્ય” રાજ્યો માટે પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગ માટે રૂ. 900ની ગ્રાન્ટ કે સંપૂર્ણ પ્રોજેક્ટ માટે ઉપભોક્તા મીટરદીઠ ખર્ચના 15 ટકા, બેમાંથી જે ઓછી હશે, એ ગ્રાન્ડ મળશે. “વિશેષ રાજ્યનો દરજ્જો” ધરાવતા રાજ્યો માટે સંબંધિત ગ્રાન્ટ રૂ. 1350 કે ઉપભોક્તાદીઠ ખર્ચના 22.5 ટકા, બેમાંથી જે ઓછી હશે એ મળશે.
ઉપરાંત જો વીજવિતરણ કંપનીઓ ડિસેમ્બર, 2023 સુધીમાં લક્ષિત સંખ્યામાં સ્માર્ટ મીટર સ્થાપિત કરશે, તો તેમને ઉપર ઉલ્લેખિત ગ્રાન્ટના 50 ટકાની વધારાની વિશેષ ઇન્સેન્ટિવનો લાભ પણ મળી શકે છે.
સ્માર્ટ મીટરિંગ સિવાય અન્ય કાર્યો માટે “વિશેષ રાજ્યનો દરજ્જો ન ધરાવતા અન્ય” રાજ્યોની વીજવિતરણ કંપનીઓને મહત્તમ નાણાકીય સહાય મંજૂર થયેલા ખર્ચની 60 ટકા મળશે, તો વિશેષ રાજ્યનો દરજ્જો ધરાવતા રાજ્યોની વીજવિતરણ કંપનીઓને મહત્તમ નાણાકીય સહાય મંજૂર થયેલા ખર્ચની 90 ટકા રકમ મળશે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1731580)
Visitor Counter : 441
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam