સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
22 JUN 2021 9:15AM by PIB Ahmedabad
ભારતે એક દિવસમાં રસીના 86.16 લાખ ડોઝ લગાવ્યા. એક દિવસમાં સૌથી વધુ રસી લગાવવાનો આ રેકોર્ડ દુનિયામાં પ્રથમવાર થયો છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં વેક્સિનના 28.87 કરોડ ડોઝ લગાવાયા છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,640 નવા કેસ નોંધાયા, જે 91 દિવસમાં 50,000થી ઓછા છે.
ભારતમાં સક્રિય કેસો ઘટીને 6,62,521 સુધી પહોંચ્યા, જે 79 દિવસમાં સાત લાખથી ઓછા છે.
અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 2,89, 26, 038 દર્દી સ્વસ્થ થયા.
છેલ્લા 24 કલાકમાં 81,839 દર્દી સ્વસ્થ થયા.
છેલ્લા સતત 40મા દિવસે દૈનિક નવા કેસોની તુલનામાં દૈનિક રિકવરી વધુ રહી.
રિકવરી દરમાં વધારો, જે 96.49 ટકાએ પહોંચ્યો.
સાપ્તાહિક પોઝિટિવિટી દર પાંચ ટકાથી નીચે જળવાયો. હાલમાં તે 3.21 ટકા છે.
દૈનિક પોઝિટિવિટી દર 2.56 ટકા છે, જે સતત 15મા દિવસે પાંચ ટકાથી ઓછા પર રહ્યો છે.
તપાસ ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ સાથે, અત્યાર સુધીમાં કુલ 39.40 કરોડથી વધુ તપાસ કરાઈ છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1729312)
Visitor Counter : 326
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam