પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-પ્રભાવિત વિશ્વમાં યોગ આશાના કિરણ સમાન છેઃ પ્રધાનમંત્રી મોદી


અગ્રિમ હરોળના કોરોના યોદ્ધાઓએ યોગને પોતાનું સુરક્ષા કવચ બનાવ્યુઃ પ્રધાનમંત્રી

Posted On: 21 JUN 2021 8:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહામારી દરમિયાન યોગની ભૂમિકાના સંદર્ભમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે આ કઠિન સમયમાં યોગ લોકો માટે એક શક્તિ અને આત્મવિશ્વાસનું સાધન સિદ્ધ થયું છે. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન દેશો માટે યોગ દિવસ ભૂલવો આસાન હતો કેમકે આ તેમની સંસ્કૃતિનું આંતરિક અંગ નથી, પરંતુ તેનાથી વિપરિત, વિશ્વ સ્તર પર યોગ પ્રત્યે ઉત્સાહમાં વૃદ્ધિ થઈ છે.

પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવામાં દૃઢતા, યોગના મુખ્ય ઘટકોમાંનું એક છે. જ્યારે મહામારીનો સામનો થયો તો કોઈપણ ક્ષમતાઓ, સંસાધનો કે માનસિક રીતે તેના માટે તૈયાર નહોતા. યોગે લોકોને વિશ્વભરમાં મહામારી સામેલ લડવા માટે આત્મવિશ્વાસ અને ક્ષમતા વધારવામાં સહાયતા કરી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કઈ રીતે અગ્રિમ હરોળના કોરોના યોદ્ધાઓએ યોગને પોતાનું સુરક્ષા કવચ બનાવીને યોગના માધ્યમથી ખુદને મજબૂત કર્યા. તેમણે કહ્યું કે તબીબો  નર્સોએ પણ વાયરસની અસરોનો સામનો કરવા માટે યોગને અપનાવ્યો. હોસ્પિટલોમાં તબીબો અને નર્સો દ્વારા આયોજિત યોગ સત્રોના ઉદાહરણ દરેક જગ્યાએ જોવા મળ્યા. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે વિશેષજ્ઞ આપણા શ્વસન તંત્રને મજબૂત કરવા માટે પ્રાણાયમ અને અનુલોમ-વિલોમ જેવા શ્વસન સંબંધિત વ્યાયામના મહત્વ પર ભાર મૂકી રહ્યા છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729011) Visitor Counter : 288