માહિતી અને પ્રસારણ મંત્રાલય

તમામ સામાન્ય મનોરંજન ચેનલ્સ માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર્સના પ્રમોશન માટે એડવાઈઝરી

Posted On: 03 JUN 2021 4:38PM by PIB Ahmedabad

આપ સૌ જાણો છો તે અનુસાર, દેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં હવે ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે ત્યારે, હજુ પણ કેસોની સંખ્યા ઘણી વધારે છે. છેલ્લા કેટલાક મહિનામાં, સરકારે પ્રિન્ટ, ટીવી, રેડિયો, સોશિયલ મીડિયા વગેરે જેવા વિવિધ સાધન સંસાધનો અને મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા એટલે કે, કોવિડની સારવારનો પ્રોટોકોલ, કોવિડ સંબંધિત યોગ્ય આચરણ અને રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી છે. નાગરિકોના લાભાર્થે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબરો પણ તૈયાર કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા અંગે પ્રચાર કરવામાં આવ્યો છે.

2. મહામારી સામેના જંગમાં ખાનગી ટીવી ચેનલોએ લોકોમાં ઉપરોક્ત ત્રણ મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવીને સરકારના પ્રયાસોમાં પૂરક મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આગળ પણ હેતુ માટે, ખાનગી ટીવી ચેનલોને નીચે ઉલ્લેખિત ચાર રાષ્ટ્રીય સ્તરના હેલ્પલાઇન નંબરો વિશે લોકોમાં ટીકર દ્વારા અથવા ખાસ કરીને પ્રાઇમ ટાઇમ સહિતના યોગ્ય સમય અંતરાલે તેમને ઠીક લાગે તે પ્રકારે જાગૃતિ ફેલાવવા માટે સલાહ આપવામાં આવે છે.

 1075

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર

1098

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર

14567

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (NCT દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ)નો વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્પલાઇન નંબર

08046110007

મનોચિકિત્સકીય સહાયતા માટે NIMHANSનો હેલ્પલાઇ નંબર

14443

આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગ હેલ્પલાઈન

9013151515

MyGov વ્હોટ્સ એપ હેલ્પ ડેસ્ક

 

3. ઉપરોક્ત એડવાઇઝરી જાહેર હિતમાં તમામ ખાનગી ટીવી ચેનલોને ઇશ્યુ કરવામાં આવી છે.

 

સૌરભ સિંહ

 

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1724102) Visitor Counter : 318