શ્રમ અને રોજગાર મંત્રાલય
લઘુતમ વેતન ટોચમર્યાદા અને રાષ્ટ્રીય વેતન દર નક્કી કરવા માટે સરકારે નિષ્ણાત જૂથની રચના કરી
प्रविष्टि तिथि:
03 JUN 2021 1:18PM by PIB Ahmedabad
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે ન્યુનતમ વેતન ટોચમર્યાદા અને રાષ્ટ્રીય વેતન દર નિર્ધારિત કરવા માટે તકનીકી ઇનપુટ્સ અને ભલામણો પ્રદાન કરવા માટે એક નિષ્ણાત જૂથની રચના કરવાનો આદેશ જારી કર્યો છે. જૂથનો કાર્યકાળ નોટિસ તારીખથી ત્રણ વર્ષનો રહેશે.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક ગ્રોથના ડિરેક્ટર, પ્રોફેસર અજિત મિશ્રાના નેતૃત્વ હેઠળના આ જૂથના અન્ય સભ્યોમાં પ્રોફેસર તારિક ચક્રવર્તી, આઈઆઈએમ કોલકાતા, એનસીએઇઆરના વરિષ્ઠ ફેલો, ડૉ. અનુશ્રી સિંહા, સંયુક્ત સચિવ શ્રીમતી વિભા ભલ્લા અને વીવીજીએનએલઆઇના ડાયરેક્ટર જનરલ ડૉ. એચ શ્રીનિવાસ શામેલ છે. આ સિવાય શ્રમ અને રોજગાર મંત્રાલયમાં શ્રમ અને રોજગાર બાબતોના વરિષ્ઠ સલાહકાર શ્રી ડી.પી.એસ. નેગી આ જૂથના સભ્ય સચિવ રહેશે.
આ નિષ્ણાત જૂથ ભારત સરકારને લઘુત્તમ વેતન અને રાષ્ટ્રીય વેતન દરના નિર્ધાર અંગે પોતાની ભલામણો આપશે. વેતન દર નક્કી કરવા માટે, જૂથ આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગેની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ પર વિચાર કરશે અને વેતન દર નક્કી કરવા માટેના વૈજ્ઞાનિક માપદંડ અને પ્રક્રિયા નક્કી કરશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1724063)
आगंतुक पटल : 719