માહિતી અને પ્રસારણ મંત્રાલય
રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબરોના પ્રચાર અંગે સલાહ
Posted On:
30 MAY 2021 5:21PM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ ખાનગી ટીવી ચેનલોને નીચે ઉલ્લેખિત ચાર રાષ્ટ્રીય સ્તરના હેલ્પલાઇન નંબરો વિશે લોકોમાં ટીકર દ્વારા અથવા ખાસ કરીને પ્રાઇમ ટાઇમ સહિતના યોગ્ય સમય અંતરાલે તેમને ઠીક લાગે તે પ્રકારે જાગૃતિ ફેલાવવા માટે સલાહ આપવામાં આવે છે.
1075
|
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર
|
1098
|
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર
|
14567
|
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (NCT દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ)નો વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્પલાઇન નંબર
|
08046110007
|
મનોચિકિત્સકીય સહાયતા માટે NIMHANSનો હેલ્પલાઇ નંબર
|
નાગરિકોના લાભાર્થે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબરો પણ તૈયાર કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા આ અંગે પ્રચાર કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક મહિનામાં, સરકારે પ્રિન્ટ, ટીવી, રેડિયો, સોશિયલ મીડિયા વગેરે જેવા વિવિધ સાધન સંસાધનો અને મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા એટલે કે, કોવિડની સારવારનો પ્રોટોકોલ, કોવિડ સંબંધિત યોગ્ય આચરણ અને રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી છે.
મહામારી સામેના જંગમાં ખાનગી ટીવી ચેનલોએ લોકોમાં ઉપરોક્ત ત્રણ મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવીને સરકારના પ્રયાસોમાં પૂરક મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આગળ પણ આ હેતુ માટે, ખાનગી ટીવી ચેનલોને નીચે ઉલ્લેખિત ચાર રાષ્ટ્રીય સ્તરના હેલ્પલાઇન નંબરો વિશે લોકોમાં ટીકર દ્વારા અથવા ખાસ કરીને પ્રાઇમ ટાઇમ સહિતના યોગ્ય સમય અંતરાલે તેમને ઠીક લાગે તે પ્રકારે જાગૃતિ ફેલાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.
SD/GP/JD
(Release ID: 1722952)
Visitor Counter : 444