રસાયણ અને ખાતર મંત્રાલય
શ્રી મનસુખ માંડવીયાએ એમ્ફોટેરીસીન-બીની આવશ્યકતા અને પુરવઠાની સમીક્ષા કરી અને ઉપલબ્ધતાની ખાતરી આપી
મંત્રીશ્રીએ દવાનો ન્યાયી ઉપયોગ કરવાની વિનંતી કરી
प्रविष्टि तिथि:
18 MAY 2021 2:41PM by PIB Ahmedabad
રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ આજે એમ્ફોટેરીસીન-બી જે મ્યુકોર્મીકોસિસને મટાડે છે તેની જરૂરિયાત અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. સરકારે ઉત્પાદકો સાથે સ્થાનિક ઉત્પાદનને વધારવા તેમજ વિશ્વભરમાંથી દવાની આયાત કરવાની વ્યૂહરચના બનાવી છે.
મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું કે એમ્ફોટેરિસિન-બીનો પુરવઠો ઘણો વધારવામાં આવ્યો છે. પરંતુ હાલમાં અચાનક માંગમાં વધારો થયો છે. તેમણે ખાતરી આપી છે કે સરકાર જરૂરીયાતમંદ દર્દીઓને ઉપલબ્ધ થાય તે માટે તમામ શક્ય અને જરૂરી પ્રયાસો કરવા પ્રતિબદ્ધ છે.
સરકારે એમ્ફોટોરિસિન-બીના કાર્યક્ષમ વિતરણ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટેની રૂપરેખા પણ તૈયાર કરી છે. અછતનું વહેલી તકે નિરાકરણ આવે તેવી પણ અપેક્ષા છે. શ્રી માંડવીયાએ રાજ્યોને વિનંતી કરી છે કે સૂચિત દિશાનિર્દેશોનું સખત પાલન કરીને આ દવાનો ન્યાયપૂર્વક ઉપયોગ કરવો.
SD/GP
(रिलीज़ आईडी: 1719582)
आगंतुक पटल : 335