ગૃહ મંત્રાલય

હવાઈ મુસાફર રોપવે સિસ્ટમના વિકાસ માટે ઉત્તરાખંડ સરકારને આઇટીબીપીની જમીન ફાળવવા કેબિનેટની મંજૂરી

Posted On: 12 MAY 2021 3:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ની મસુરી ખાતેની 1500 ચોરસ મીટર જમીન દહેરાદૂનથી મસુરી વચ્ચેના એરિયલ પેસેન્જર રોપવે સિસ્ટમ નામના પ્રોજેક્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઉત્તરાખંડ રાજ્ય સરકારને ફાળવવાની મંજૂરી આપી હતી.

આ પ્રસ્તાવિત રોપવે 5580 મીટર લાંબો મોનો-કેબલ રોપવે છે જે પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશિપ (પીપીઈ) મારફતે પુરકુલ ગાંવ, દહેરાદૂન (નીચલા ટર્મિનલ સ્ટેશન)થી લાયબ્રેરી, મસુરી (ઉપરી ટર્મિનલ સ્ટેશન) વચ્ચે બંધાશે. અંદાજે 285 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી બંને તરફથી કલાકના 1000 મુસાફરોને પહોંચાડવાની ક્ષમતાથી રોપવે ચાલશે. આ પ્રોજેક્ટને કારણે દહેરાદૂનથી મસુરી વચ્ચેના માર્ગ વ્યવહારના ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ ઉપરાંત આ પ્રોજેક્ટથી 350 જેટલી સીધી રોજગારી અને 1500 જેટલી આડકતરી રોજગારી પ્રદાન થશે. એકવાર આ રોપવેનું કાર્ય પૂર્ણ થશે ત્યારબાદ તે પ્રવાસીઓમાં સૌથી મોટુ આકર્ષણ રહેશે જે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને પણ વેગ આપશે અને પ્રવાસન ક્ષેત્રમાં વધારાની રોજગારીની તકો પણ પેદા કરશે.

 

SD/GP



(Release ID: 1718004) Visitor Counter : 161