સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસોના ભારણમાં સતત બીજા દિવસે ઘટાડો થયો
સળંગ બીજા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કોવિડના કેસોની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે
ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 17.5 કરોડ કરતાં વધારે થયો
આજદિન સુધીમાં 18થી 44 વર્ષના વયજૂથમાં 30 લાખથી વધારે લાભાર્થીનું રસીકરણ થયું
Posted On:
12 MAY 2021 12:31PM by PIB Ahmedabad
ભારતમાં સક્રિય કેસોની કુલ સંખ્યા આજે વધુ ઘટીને 37,04,099 થઇ ગઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 15.87% રહી છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 11,122 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. સળંગ બીજા દિવસે દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 82.51% દર્દીઓ 13 રાજ્યોમાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યોમાં સક્રિય કેસોની સ્થિતિમાં આવેલા પરિવર્તનનો ચિતાર નીચે આપેલા આલેખમાં દર્શાવ્યો છે.
નીચે આપેલો આલેખ દૈનિક ધોરણે અગાઉના અઠવાડિયાઓમાં સક્રિય કેસોની સંખ્યામાં થયેલું પરિવર્તન દર્શાવે છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,93,82,642 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 83.04% થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,55,338 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
સળંગ બીજા દિવસે દેશમાં કુલ નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે રહ્યો છે.
નવા સાજા થયેલામાંથી 71.58% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.
ભારત સરકાર “સંપૂર્ણ સરકાર”ના અભિગમ સાથે, કોવિડ-19ના વ્યવસ્થાપનના પ્રયાસોમાં વધારો કરવા માટે વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થઇ રહેલી સહાય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ખૂબ જ ઝડપથી પહોંચાડી રહી છે. આજદિન સુધીમાં, ભારતને વૈશ્વિક સહાયરૂપે પ્રાપ્ત થયેલો 9,200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 5,243 ઓક્સિજન સિલિન્ડર, 19 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 5,913 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને 3.44 લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)નો જથ્થો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ સામેની તેમની પ્રતિક્રિયા મજબૂત બનાવવા અને પૂરક સહાય તરીકે પહોંચાડવામાં આવ્યો છે/રવાના કરવામાં આવ્યો છે.
બીજી તરફ, દેશવ્યાપી રસીકરણ કવાયતના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશભરમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 17.52 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 25,47,534 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 17,52,35,991 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 95,82,449 HCWs એ પ્રથમ ડોઝ અને 65,39,376 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,41,49,634 FLWs એ પ્રથમ ડોઝ અને 79,52,537 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 30,44,463 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,58,83,416 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 78,36,168 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,39,59,772 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,62,88,176 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
95,82,449
|
બીજો ડોઝ
|
65,39,376
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,41,49,634
|
બીજો ડોઝ
|
79,52,537
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
30,44,463
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના
|
પ્રથમ ડોઝ
|
5,58,83,416
|
બીજો ડોઝ
|
78,36,168
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,39,59,772
|
બીજો ડોઝ
|
1,62,88,176
|
|
કુલ
|
17,52,35,991
|
દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.67% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 18 થી 44 વર્ષની વયજૂથના 4,79,282 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 30,44,463 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય
|
કુલ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
1,099
|
2
|
આંધ્રપ્રદેશ
|
812
|
3
|
આસામ
|
1,22,442
|
4
|
બિહાર
|
2,39,453
|
5
|
ચંદીગઢ
|
2
|
6
|
છત્તીસગઢ
|
1,026
|
7
|
દિલ્હી
|
4,21,487
|
8
|
ગોવા
|
1,344
|
9
|
ગુજરાત
|
3,56,297
|
10
|
હરિયાણા
|
3,30,236
|
11
|
હિમાચલ પ્રદેશ
|
14
|
12
|
જમ્મુ અને કાશ્મીર
|
29,659
|
13
|
ઝારખંડ
|
94
|
14
|
કર્ણાટક
|
47,627
|
15
|
કેરળ
|
586
|
16
|
લદાખ
|
86
|
17
|
મધ્યપ્રદેશ
|
48,985
|
18
|
મહારાષ્ટ્ર
|
5,96,090
|
19
|
મેઘાલય
|
4
|
20
|
નાગાલેન્ડ
|
4
|
21
|
ઓડિશા
|
69,018
|
22
|
પુડુચેરી
|
1
|
23
|
પંજાબ
|
4,835
|
24
|
રાજસ્થાન
|
4,91,826
|
25
|
તમિલનાડુ
|
19,810
|
26
|
તેલંગાણા
|
500
|
27
|
ત્રિપુરા
|
2
|
28
|
ઉત્તરપ્રદેશ
|
2,17,292
|
29
|
ઉત્તરાખંડ
|
34,157
|
30
|
પશ્ચિમ બંગાળ
|
9,675
|
કુલ
|
30,44,463
|
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં રસીના 24.4 લાખ કરતાં ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 116મા દિવસે (11 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 24,46,674 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 18,543 સત્રોનું આયોજન કરીને 10,92,452 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 13,54,222 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 11 મે, 2021 (દિવસ-116)
HCWs
|
પ્રથમ ડોઝ
|
17,147
|
બીજો ડોઝ
|
32,699
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
90,338
|
બીજો ડોઝ
|
96,445
|
18 થી 44 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
4,79,282
|
45 થી 60 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
3,58,076
|
બીજો ડોઝ
|
6,19,017
|
60 વર્ષથી વધુ
|
પ્રથમ ડોઝ
|
1,47,609
|
બીજો ડોઝ
|
6,06,061
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
10,92,452
|
બીજો ડોઝ
|
13,54,222
|
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,48,421 દર્દીઓ સંક્રમિત હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલામાંથી 71.22% દર્દીઓ દસ રાજ્યોમાં છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 40,956 દર્દીઓ નોંધાયા છે. તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 39,510 જ્યારે કેરળમાં નવા 37,290 કેસ નોંધાયા છે.
નીચે આપેલો આલેખ દેશમાં દૈનિક ધોરણે નોંધાતા નવા કેસો અને દૈનિક ધોરણે કરવામાં આવતા પરીક્ષણોની સ્થિતિ પર પ્રકાશ પાડે છે.
રાષ્ટ્રીય મૃત્યુદર હાલમાં 1.09% છે.
છેલ્લા 24 કલાકમાં 4,205 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા દૈનિક મૃત્યુમાંથી 73.17% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુઆંક (793) નોંધાયો છે જ્યારે તે પછીના ક્રમે કર્ણાટક એક દિવસમાં 480 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
***************************
SD/GP/PC
(Release ID: 1717897)
Visitor Counter : 249
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam