સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વૈશ્વિક સમુદાય તરફથી પ્રાપ્ત થયેલી કોવિડ-19 સામગ્રીઓની કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક ફાળવણી કરી
પાયાના સ્તરે સંસાધન એકત્રીકરણનું નેતૃત્વ સંભાળ્યું
રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવાયતનું વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 16.25 કરોડથી આગળ નીકળી ગયો
રસીકરણ કવાયતના તબક્કા-3માં 18 થી 44 વર્ષના વયજૂથમાં 9 લાખ કરતાં વધુ લાભાર્થીને રસી આપી
એકધારી પ્રગતિ સાથે, છેલ્લા 24 કલાકમાં 3.29 લાખ કરતાં વધારે દર્દીઓ સાજા થયા
એપ્રિલ મહિનામાં સરેરાશ સાપ્તાહિક રિકવરી 53 હજારથી વધીને 3 લાખ સુધી પહોંચી
Posted On:
06 MAY 2021 11:16AM by PIB Ahmedabad
દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાઇ રહ્યો છે. કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી આરોગ્ય સંભાળ સુવિધાઓ ભરાઇ ગઇ છે અને મૃત્યુ સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને અનુસરીને, વૈશ્વિક સમુદાયે આ કપરી સ્થિતિમાં વૈશ્વિક કોવિડ-19 મહામારી સામે લડવાના ભારત સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે મદદનો હાથ લંબાવ્યો છે.
ભારત સરકારને વિવિધ દેશો પાસેથી 27 એપ્રિલ 2020ના રોજથી કોવિડ-19 રાહત તબીબી પૂરવઠા અને ઉપકરણો આંતરરાષ્ટ્રીય દાન/સહાય તરીકે પ્રાપ્ત થઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલી આ તમામ વસ્તુઓની રાજ્યો/સંસ્થાઓને ફાળવણી કરી દેવામાં આવી છે અને તેના નોંધનીય હિસ્સાની ડિલિવરી પણ કરી દેવામાં આવી છે. આ એક સતત ચાલતી કવાયત છે. આની પાછળનો મૂળ ઉદ્દેશ કટોકટીના આ તબક્કા દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રયાસો વધુ મજબૂત બનાવવા માટે વિવિધ માધ્યમો અને પગલાં દ્વારા શક્ય હોય તેવો તમામ સહકાર અને મદદ પહોંચાડવાનો છે.
બીજી તરફ, રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવાયતના તબક્કા-3નું વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત આજદિન સુધીમાં રસીના કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 16.25 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18થી 44 વર્ષની વય જૂથના 9,04,263 લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રાજ્યોમાં છત્તીસગઢ (1,026), દિલ્હી (1,29,096), ગુજરાત (1,96,860), જમ્મુ અને કાશ્મીર (16,387), હરિયાણા (1,23,484), કર્ણાટક (5,328), મહારાષ્ટ્ર (1,53,966), ઓડિશા (21,031), પંજાબ (1,535), રાજસ્થાન (1,80,242), તમિલનાડુ (6,415) અને ઉત્તરપ્રદેશ (68,893) છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 29,34,844 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 16,25,13,339 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 94,80,739 HCWs એ પ્રથમ ડોઝ અને 63,54,113 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,36,57,922 FLWs એ પ્રથમ ડોઝ અને 74,25,592 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 9,04,263 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 60 વર્ષથી વધુ ઉંમરના 5,31,16,901 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,29,15,354 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,38,15,026 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 48,43,429 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
94,80,739
|
બીજો ડોઝ
|
63,54,113
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,36,57,922
|
બીજો ડોઝ
|
74,25,592
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
9,04,263
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,38,15,026
|
બીજો ડોઝ
|
48,43,429
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,31,16,901
|
બીજો ડોઝ
|
1,29,15,354
|
|
કુલ
|
16,25,13,339
|
દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા કુલ રસીના ડોઝમાંથી 66.87% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
દેશભરમાં 19 લાખ કરતાં વધારે રસીના ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા છે.
દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 110મા દિવસે (5 મે 2021ના રોજ) રસીના કુલ 19,55,733 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 15,903 સત્રોનું આયોજન કરીને 8,99,163 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 10,56,570 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 5 મે, 2021 (દિવસ-110)
HCWs
|
પ્રથમ ડોઝ
|
17,530
|
બીજો ડોઝ
|
30,844
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
88,803
|
બીજો ડોઝ
|
89,932
|
18-44 વર્ષ સુધીના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
2,32,028
|
45 થી 60 વર્ષ સુધીના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
4,02,585
|
બીજો ડોઝ
|
4,21,409
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
1,58,217
|
બીજો ડોઝ
|
5,14,385
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
8,99,163
|
બીજો ડોઝ
|
10,56,570
|
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,72,80,844 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.99% નોંધાયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,29,113 દર્દીઓ સાજા થયા છે.
નવા સાજા થનારા કુલ કેસોમાંથી 74.71% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.
નીચે આપેલો આલેખ સાપ્તાહિક ધોરણે દૈનિક સાજા થનારા કુલ કેસો બતાવે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં સાપ્તાહિક રિકવરી માત્ર 53,816 હતી જ્યારે એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થયેલા અને આજે સમાપ્ત થતા અઠવાડિયે આ સંખ્યા વધીને સીમાચિહ્નરૂપ આંકડા 3 લાખથી ઉપર (3,13,424) પહોંચી ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.
નવા સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 72.19% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં છે.
દૈનિક ધોરણે સૌથી વધારે 57,640 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, એક દિવસમાં 50,112 નવા કેસ સાથે કર્ણાટક જ્યારે 41,953 નવા કેસ સાથે કેરળ છે.
ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 35,66,398 સુધી પહોંચી છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.92% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 79,169 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસો 81.05% દર્દીઓનું ભારણ બાર રાજ્યોમાં છે.
રાષ્ટ્રીય મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે જે હાલમાં 1.09% છે.
છેલ્લા 24 કલાકમાં 3,980 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 75.55% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતા. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક (920) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં 353 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ) અને મિઝોરમ છે.
*********************************
SD/GP/JD/PC
(Release ID: 1716440)
Visitor Counter : 244