મંત્રીમંડળ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (ત્રીજો તબક્કો) હેઠળ એનએફએસએના લાભાર્થીઓને વધુ બે માસના સમયગાળા- મે અને જૂન, 2021 માટે વધારાના અનાજની ફાળવણીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી


Posted On: 05 MAY 2021 12:12PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની મીટિંગે નિમ્ન અનુસારને પાછલી અસરથી એની મંજૂરી આપી છે:

 

  1. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તબક્કો ત્રીજા હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ આવરી લેવાયેલા સહિત એનએફએસએ (એએવાય અને પીએચએચ) હેઠળ આવરી લેવાયેલા આશરે 79.88 કરોડ લાભાર્થીઓને મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મુજબ વધુ બે મહિનાના સમયગાળા એટલે કે મેથી જૂન 2021 માટે વધારાના અનાજની મફત ફાળવણી.

 

  1. એનએફએસએ હેઠળ પ્રવર્તમાન ફાળવણીના આધારે ઘઉં અને ચોખાના સંદર્ભે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ મુજબ ફાળવણી ખાદ્યાન્ન અને જાહેર વિતરણ પ્રણાલિ વિભાગ દ્વારા નક્કી થશે. આ ઉપરાંત, અંશત: અને સ્થાનિક લૉકડાઉનની સ્થિતિને જોતાં અને ચોમાસું, વાવાઝોડું, જેવી પ્રતિકૂળ હવામાનની સ્થિતિ,  પુરવઠાની સાંકળ અને કોવિડના કારણે લદાયેલી મર્યાદાઓ ઇત્યાદિને ધ્યાનમાં રાખીને  જરૂરિયાતો અનુસાર પીએમજીકેએવાય હેઠળ ઉઠાવી લેવું/ વિતરણ સમયગાળાને લંબાવવા અંગે પણ ખાદ્યાન્ન અને જાહેર વિતરણ પ્રણાલિ નિર્ણય લઈ શકે છે.

 

  1. અનાજના સંદર્ભમાં કુલ આશરે 80 એલએમટી અનાજ જઈ શકે છે.

ચોખા માટે 36789.2/એમટી અને ઘઉં માટે 25731.4/એમટીનો અંદાજિત આર્થિક ખર્ચ ધ્યાને લેતાં ટીપીડીએસ હેઠળ આશરે 79.88 કરોડ વ્યક્તિઓને મહિને વ્યક્તિ દીઠ બે મહિના એટલે કે મે અને જૂન 2021 માટે  નિ:શુલ્ક વધારાના અનાજની ફાળવણીથી આશરે 25332.92 કરોડની ખાદ્યાન્ન સબસિડી થશે.

કોરોના વાયરસના કારણે આર્થિક રૂકાવટ ઊભી થતાં ગરીબોને જે હાડમારી વેઠવી પડે છે એમાં વધારાની ફાળવણીથી સુધારો થશે. આગામી બે મહિના સુધી રૂકાવટને લીધે અનાજની બિન-ઉપલબ્ધતાને કારણે કોઇ ગરીબ પરિવારે વેઠવું પડશે નહીં.

 

*****************

SD/GP/JD/PC

 



(Release ID: 1716156) Visitor Counter : 299