મંત્રીમંડળ

ભારત અને યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આઈલેન્ડ વચ્ચે થયેલા સમજૂતીના કરારને કેબિનેટની મંજૂરી

Posted On: 05 MAY 2021 12:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં  ભારત સરકાર અને હર મેજીસ્ટીના યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આઈલેન્ડની સરકાર વચ્ચે સ્થળાંતર અને મોબિલીટી પાર્ટનરશિપ અંગે થયેલા સમજૂતીના કરારને  મંજૂરી આપવામાં આવી છે.

ઉદ્દેશોઃ

સમજૂતીના કરારનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે વિદ્યાર્થીઓ, સંશોધકો  અને કુશળ વ્યવસાયીઓ વચ્ચેની આવન- જાવન સરળ બનાવવાની બાબતને  પ્રોત્સાહન આપવાનો અને બંને દેશો અનિયમિત સ્થળાંતર અને માનવ તસ્કરીના મુદ્દાને હલ કરવાનો છે.

સમજૂતીના કરારથી  જાતિ, કોમ ધર્મ અથવા તો સ્ત્રી -પુરૂષના ભેદભાવ વગર આર્થિક કારણોથી  તથા  બંને દેશોના  આર્થિક વિકાસની વિવિધ યોજનાઓમાં યોગદાન આપવાની ઈચ્છાથી સ્થળાંતર કરતા ભારતીય વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને સંશોધકોને લાભ થશે. સમજૂતિના કરારથી કુશળતા ધરાવતા લોકોની આવનજાવન સરળ થતાં  બંને દેશોમાં  ઈનોવેશનની વ્યવસ્થાને સમર્થન પ્રાપ્ત થશે.

સમજૂતીના કરારનુ અસરકારક અમલીકરણ થાય તે માટે સંયુક્ત કાર્યકારી જૂથના માધ્યમથી  વિદેશી બાબતોનુ મંત્રાલય ચુસ્ત મોનિટરીંગ કરશે.

SD/GP/JD


(Release ID: 1716137) Visitor Counter : 256