સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 16.69 કરોડ કરતાં વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 75 લાખ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 48 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 04 MAY 2021 10:57AM by PIB Ahmedabad

 

કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને “સંપૂર્ણ સરકાર”ના અભિગમ સાથે સતત અગ્રેસર રહીને સ્થિતિને સંભાળી રહી છે. ભારત સરકારની પાંચ મુદ્દાની આ વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન હિસ્સો રચે છે (બાકીના મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણુકના પાલનનો સમાવેશ થાય છે).

સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા પાત્રતા ધરાવતા વયજૂથના લાભાર્થીઓ માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજથી શરૂ કરી દેવામાં આવી છે. સંભવિત લાભાર્થીઓ સીધા જ CoWIN પોર્ટલ (cowin.gov.in) પર જઇને અથવા આરોગ્યસેતૂ એપ્લિકેશનના માધ્યમથી રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના લગભગ 16.69 કરોડ (16,69,97,410) ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 15,94,75,507 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

કોવિડની રસીના 75 લાખ કરતાં વધારે ડોઝ (75,24,903) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ આગળ વધારવા માટે ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 48 લાખ કરતાં વધારે (48,41,670) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CSG7.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0027C23.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KJD4.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004EQN9.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005WG6A.jpg

 

 



(Release ID: 1715855) Visitor Counter : 175