સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશવ્યાપી રસીકરણના તબક્કા-3ના પ્રારંભ સાથે ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 15.89 કરોડ કરતાં વધારે નોંધાયો


તબક્કા-3ની રસીકરણ કવાયતમાં 18-44 વય જૂથના 4 લાખ કરતાં વધારે લાભાર્થીને રસી આપવામાં આવી

એકધારી વૃદ્ધિ સાથે, છેલ્લા 24 કલાકમાં 3.20 લાખથી વધારે દર્દીઓ સાજા થઇ ગયા

Posted On: 04 MAY 2021 10:33AM by PIB Ahmedabad

 

ભારતમાં ઉદારીકૃત અને પ્રવેગિત કોવિડ-19 વિરોધી રસીકરણની વ્યૂહનીતિનો ત્રીજો તબક્કો દેશભરમાં 1 મે 2021થી અમલમાં આવી ગયો છે. દેશમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે 15.89 કરોડથી વધારે થઇ ગયો છે.

12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18થી 44 વર્ષની વય જૂથના 4,06,339 લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આમાં, છત્તીસગઢ (1025), દિલ્હી (40,028), ગુજરાત (1,08,191), હરિયાણા (55,565), જમ્મુ અને કાશ્મીર (5,587), કર્ણાટક (2,353), મહારાષ્ટ્ર (73,714), ઓડિશા (6,802), પંજાબ (635), રાજસ્થાન (76,151), તમિલનાડુ (2,744) અને ઉત્તરપ્રદેશ (33,544) છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 23,35,822 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 15,89,32,921 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 94,48,289 આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCWs) એ પ્રથમ ડોઝ અને 62,97,900 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,35,05,877 અગ્ર હરોળના કર્મચારીઓ (FLWs) એ પ્રથમ ડોઝ અને 72,66,380 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 44 વર્ષના વયજૂથના 4,06,339 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,30,50,669 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 41,42,786 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,28,16,238 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,19,98,443 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને.

 

HCWs

FLWs

18-44 વર્ષના લાભાર્થી

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

94,48,289

62,97,900

1,35,05,877

72,66,380

4,06,339

5,30,50,669

41,42,786

5,28,16,238

1,19,98,443

15,89,32,921

 

 

દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા કુલ રસીના ડોઝમાંથી 66.94% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JFOA.jpg

 

 

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 108મા દિવસે (3 મે 2021ના રોજ) રસીના કુલ 17,08,390 ડોઝ આપવામાં આવ્યા હતા.

આમાં, 12,739 સત્રોનું આયોજન કરીને 8,38,343 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 8,70,047 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 3 મે 2021 (108મો દિવસ)

HCWs

FLWs

18-44 વર્ષ સુધીના લાભાર્થી

45 થી 60 વર્ષ સુધીના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

14,514

26,349

62,078

79,381

2,17,616

3,89,229

3,06,761

1,54,906

4,57,556

8,38,343

8,70,047

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,66,13,292 સુધી પહોંચી ગઇ છે.

રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 81.91% નોંધાયો છે જેમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,20,289 દર્દીઓ છેલ્લા સાજા થયા હોવાનું નોંધાયું છે.

 

નવા સાજા થનારા 73.14% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026E94.jpg

 

 

 

નીચે આપેલા આલેખમાં દૈનિક ધોરણે કરવામાં આવતા પરીક્ષણો દર્શાવ્યા છે અને દૈનિક પોઝિટીવિટી દર હાલમાં 21.47% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003SP2I.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં 3,57,229 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.

નવા પોઝિટીવ નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 71.71% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં છે.

મહારાષ્ટ્રમાં સમગ્ર દેશમાં એક દિવસમાં સર્વાધિક 48,621 નવા કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં વધુ 44,438 કેસ જ્યારે ઉત્તરપ્રદેશમાં 29,052 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004UB51.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 34,47,133 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 17.00% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 33,491 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005A54W.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 81.41% દર્દીઓ બાર રાજ્યોમાં છે જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર અને હરિયાણા છે.

આ પ્રત્યેક રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 1 લાખ કરતાં વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006CKV0.jpg

 

રાષ્ટ્રીય મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે જે હાલમાં 1.10% છે, જે સતત ઘટાડા તરફી વલણ દર્શાવી રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007659P.jpg

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,449 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 73.15% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (567) નોંધાયા છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં 448 દર્દી જ્યારે ઉત્તરપ્રદેશમાં 285 દર્દીના મૃત્યુ દૈનિક ધોરણે નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008CM20.jpg

 

 

બે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, તેમજ અરુણાચલ પ્રદેશ.

 

 

 

 

 



(Release ID: 1715851) Visitor Counter : 229