પર્યાવરણ અને વન મંત્રાલય

સંશોધિત ઔદ્યોગિક નાઇટ્રોજન પ્લાન્ટમાંથી તબીબી ઓક્સિજનનું ઉત્પાદન


30 ઉદ્યોગોની ઓળખ થઈ, તેમને વહેલામાં વહેલી તકે કાર્યરત કરવા પ્રયાસો ચાલુ

Posted On: 01 MAY 2021 2:42PM by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળાની સ્થિતિ અને દેશમાં તબીબી ઉપયોગ માટે ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર સરકારે ઔદ્યોગિક એકમોનો વિસ્તૃત ડેટા ધરાવતા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ને વધારાના નાઇટ્રોજન પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગોની ઓળખ કરવા અને હાલના નાઇટ્રોજન પ્લાન્ટ્સને ઓક્સિજન પેદા કરવા માટે રૂપાંતરિત કરવા માટેની શક્યતા ચકાસવવા જણાવ્યું હતું. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એસપીસીબી)ની મદદ સાથે સીપીસીબીએ પ્રકારના સંભવિત ઉદ્યોગોની ઓળખ કરી છે, જેમાં હાલના નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે ફાળવણી શકાશે. સંભવિત ઔદ્યોગિક એકમો અને નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા ચાલુ છે.

આશરે 30 ઉદ્યોગોની ઓળખ કરવામાં આવી છે અને તબીબી ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે નાઇટ્રોજન પ્લાન્ટ્સમાં સુધારો કરવા પ્રયાસો શરૂ કર્યા છે. એમાંથી કેટલાંક પ્લાન્ટ્સને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા માટે નજીકની હોસ્પિટલોમાં શિફ્ટ કરી શકાશે તથા પ્લાન્ટ શિફ્ટ કરવાની શક્યતા હોય એવા કેટલાંક પ્લાન્ટમાં ઓન-સાઇટ ઓક્સિજન પેદા કરી શકાશે.

મેસર્સ યુપીએલ લિમિટેડે ઝીઓલાઇટ મોલીક્યુલર સીવનો ઉપયોગ કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરવા એક 50 Nm3/hrની ક્ષમતા ધરાવતા નાઇટ્રોજન પ્લાન્ટને પરિવર્તિત કર્યો હતો તથા એલ જી રોટરી હોસ્પિટલ, વાપી (ગુજરાત)માં સ્થાપિત કર્યો હતો. પ્લાન્ટ દરરોજ 0.5 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે અને 27.04.2021થી કાર્યરત છે. યુપીએલ લિમિટેડ પણ વધુ ત્રણ પ્લાન્ટના રૂપાંતરણની પ્રક્રિયા પણ ચાલુ છે. ઓક્સિજનના પ્લાન્ટનું રૂપાંતરણ કરવા પર પ્લાન્ટ્સને સુરત અને અંકલેશ્વરમાં હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.

 

હાલના નાઇટ્રોજન પ્લાન્ટમાં કાર્બન મોલીક્યુલર સીવ (સીએમએસ)ને ઝીઓલાઇટ મોલીક્યુલર સીવ (ઝેડએમએસ) સાથે બદલવામાં આવશે તેમજ ઓક્સિજન એનાલાઇઝર, કન્ટ્રોલ પેનલ સિસ્ટમમાં ફેરફાર, ફ્લો વાલ્વ વગેરેને સ્થાપિત કરવા જેવા અન્ય થોડા પરિવર્તનો થશે તથા તબીબી ઉદ્દેશ માટે ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે. ઝેડએમએસની ઉપલબ્ધતા સાથે પ્રકારના સંશોધિત પ્લાન્ટ 4થી 5 દિવસમાં સ્થાપિત થઈ શકશે, ત્યારે નવા ઓક્સિજન પ્લાન્ટને સ્થાપિત કરવામાં ઓછામાં ઓછા 3થી 4 અઠવાડિયા લાગી શકે છે.

ઓન-સાઇટ પ્લાન્ટ્સમાં પેદા થતા ઓક્સિજનને કમ્પ્રેસ્સ કરવામાં આવશે અને હોસ્પિટલ સુધી પહોંચાડવા ઊંચા દબાણનો ઉપયોગ કરીને સીલિન્ડર/વિશેષ પાત્રોમાં ભરવામાં આવશે. ઉદ્યોગોને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સુવિધા પ્રદાન કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TM8R.jpg

તબીબી ઓક્સિજનનું ઉત્પાદન કરવા સંશોધિત નાઇટ્રોજન પ્લાન્ટ, જેને મેસર્સ યુપીએલ લિમિટેડે એલ જી રોટરી હોસ્પિટલ, વાપી (ગુજરાત)માં સ્થાપિત કર્યો છે, જે 27.04.2021થી કાર્યરત



(Release ID: 1715383) Visitor Counter : 263