સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19ના હળવા લક્ષણો વાળા/લક્ષણો વગરના કેસોના હોમ આઇસોલેશન માટે સુધારેલ માર્ગદર્શિકા
Posted On:
30 APR 2021 12:02PM by PIB Ahmedabad
1. પૃષ્ઠભૂમિ
આ માર્ગદર્શિકા 2 જુલાઇ 2020ના રોજ આ વિષય સંદર્ભે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાથી ઉપર ગણવામાં આવશે.
માર્ગદર્શિકા અનુસાર, જે દર્દીઓને તબીબી રીતે હળવા લક્ષણો વાળા/લક્ષણો ના ધરાવતા દર્દીઓ તરીકે ગણાવવામાં આવ્યા હોય તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની ભલામણ કરવામાં આવે છે.
2. COVID-19ના લક્ષણો વગરના કેસો; હળવા લક્ષણો ધરાવતા કેસો
લક્ષણો વગરના (એસિમ્પ્ટોમેટિક) એટલે એવા કેસો છે જેમનું લેબોરેટરીમાં પુષ્ટિકરણ થયું હોય પરંતુ તેમનામાં કોઇ લક્ષણો દેખાતા ના હોય અને ઓરડાની હવામાં 94% કરતાં વધારે ઓક્સિજન તૃપ્તતા ધરાવતા હોય. તબીબી રીતે હળવા ગણાવવામાં આવેલા એવા દર્દીઓ હોય છે જેમને ઉપલા શ્વસન માર્ગના લક્ષણો (અને/અથવા તાવ) હોય અને શ્વાસ લેવામાં તકલીફ ના હોય તેમજ ઓરડાની હવાએ 94% કરતાં વધારે ઓક્સિજનની તૃપ્તતા ધરાવતા હોય.
3. હોમ આઇસોલેશન માટે લાયક દર્દીઓ
i. દર્દીની સારવાર કરી રહેલા મેડિકલ ઓફિસરે તેમને તબીબી રીતે હળવા લક્ષણો વાળા/લક્ષણો વગરના કેસ તરીકે ગણાવ્યા હોવા જોઇએ.
ii. આવા કેસો પાસે તેમના ઘરે સેલ્ફ-આઇસોલેશન માટે અને પરિવારના સંપર્કોથી ક્વૉરેન્ટાઇન થવા માટે પૂરતી સુવિધા હોવી જોઇએ.
iii. 24X7 ધોરણે દર્દીની સંભાળ લેવા માટે એક કૅર-ગીવર (સંભાળ લેનાર વ્યક્તિ) હાજર હોવા જોઇએ. સમગ્ર હોમ આઇસોલેશન દરમિયાન સંભાળ લેનાર વ્યક્તિ અને હોસ્પિટલ વચ્ચેની કમ્યુનિકેશનની લિંક હોવી આવશ્યક છે.
iv. 60 વર્ષથી વધારે ઉંમરના વયસ્ક દર્દીઓ અને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયની બીમારી, ગંભીર ફેફસા/લીવર/કિડનીની બીમારી, સેરેબો-વાસ્ક્યૂલર બીમારી વગેરે જેવી સહ-બીમારીની સ્થિતિ ધરાવતા દર્દીઓને તેમની સારવાર કરી રહેલા મેડિકલ અધિકારીએ યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવશે.
v. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા સ્થિતિથી પીડાઇ રહેલા દર્દીઓ (HIV, અંગ પ્રત્યારોપણ મેળવનારા, કેન્સરની સારવાર વગેરે)ને હોમ આઇસોલેશનમાં રહેવાની ભલામણ કરવામાં આવતી નથી અને તેઓને તેમની સારવાર કરી રહેલા મેડિકલ અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યાં પછી જ હોમ આઇસોલેશનમાં રહેવાની અનુમતિ આપવામાં આવશે.
vi. દર્દીના કૅર-ગીવર અને આવા કેસોના નજીકના સંપર્કમાં હોય તેવા તમામ લોકોએ પ્રોટોકોલ અનુસાર તેમની સારવાર કરી રહેલા મેડિકલ અધિકારીએ સુચવ્યા અનુસાર હાઇડ્રોક્સિક્લોરોક્વિન પ્રોફાઇલેક્સિસ લેવું જોઇએ.
vii. આ ઉપરાંત, અન્ય સભ્યો માટે હોમ ક્વૉરેન્ટાઇન સંબંધિત માર્ગદર્શિકા આ લિંક પર ઉપલબ્ધ છે:
https://www.mohfw.gov.in/pdf/Guidelinesforhomequarantine.pdf, જેનું તેઓ પાલન કરી શકે છે.
4. દર્દીઓ માટે સૂચનાઓ
i. દર્દીએ પરિવારના અન્ય સભ્યોથી પોતાને આઇસોલેટ કરવા આવશ્યક છે અને તેમણે અલાયદા ઓરડામાં રહેવું તેમજ ઘરમાં અન્ય લોકોથી અલગ રહેવું, ખાસ કરીને ઘરમાં વૃદ્ધો અને હાઇપરટેન્શન, હૃદયની બીમારી અને મુત્રપિંડને લગતી બીમારી જેવી સહ-બીમારી ધરાવતા લોકોથી દૂર રહેવું.
ii. દર્દીએ સારા હવા-ઉજાસવાળા ઓરડામાં રહેવું જ્યાં સામસામે વેન્ટિલેશન અને બારીની સુવિધા હોય અને ઓરડામાં ચોખ્ખી હવાની અવરજવર થાય તે માટે તેને ખુલ્લા રાખવા.
iii. દર્દીએ હંમેશા ત્રિ-સ્તરીય મેડિકલ માસ્ક પહેરી રાખવું. 8 કલાક સુધી માસ્કનો ઉપયોગ કર્યા પછી અથવા તે પહેલાં જો માસ્ક ભીનું થાય અથવા દેખીતી રીતે ગંદુ થાય તો તેનો નિકાલ કરવો. જો કૅર-ગીવર રૂમમાં પ્રવેશે તો, કૅર-ગીવર અને દર્દી બંને જણા N95 માસ્કનો ઉપયોગ કરી શકે છે.
iv. માસ્કને 1% સોડિયમ હાઇપોક્લોરાઇટથી જંતુમુક્ત કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઇએ.
v. દર્દીએ અવશ્ય પૂરતો આરામ કરવો અને વિપુલ પ્રમાણમાં પ્રવાહી લેવું જેથી શરીરમાં પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન જળવાઇ રહે.
vi. હંમેશા શ્વસન સંબંધિત શિષ્ટાચારનું પાલન કરવુ.
vii. વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરથી સાફ કરવા.
viii. વ્યક્તિગત ચીજવસ્તુ પરિવારમાં અન્ય કોઇ વ્યક્તિઓ સાથે શેર કરવી નહીં.
ix. ઓરડામાં જે સપાટીઓ (ટેબલટોપ, દરવાજના નોબ્સ, હેન્ડલ વગેરે) પર વારંવાર સ્પર્શ થતો હોય તેને 1% હાઇપોક્લોરાઇટ દ્રાવણથી સાફ કરવામાં આવે તે સુનિશ્ચિત કરો.
x. પલ્સ ઓક્સિમીટરની મદદથી લોહીમાં ઓક્સિજનની તૃપ્તતાનું જાતે મોનિટરિંગ કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે.
xi. દર્દી દૈનિક ધોરણે પોતાના શરીરનું તાપમાન માપીને તેના/તેણીના આરોગ્ય પર જાતે દેખરેખ રાખશે અને જો નીચે દર્શાવેલા લક્ષણોમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગે તો તુરંત જાણ કરવી.
મોનિટરિંગ ચાર્ટ
લક્ષણોનો દિવસ અને સમય (દર 4 કલાકે)
|
તાપમાન
|
હૃદયનો દર (પલ્સ ઓક્સિમીટરમાંથી)
|
SpO2 % (પલ્સ ઓક્સિમીટરમાંથી)
|
અહેસાસ: (બહેતર /અગાઉ જેવો જ /ખરાબ)
|
શ્વાસ: (બહેતર /અગાઉ જેવો જ /ખરાબ)
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
5. કૅર-ગીવર્સ માટે સૂચનાઓ
i. માસ્ક:
- કૅર-ગીવર વ્યક્તિએ ત્રણ સ્તર વાળું મેડિકલ માસ્ક પહેરવું જોઇએ. જ્યારે બીમાર વ્યક્તિ સાથે તેમના ઓરડામાં જ હોય ત્યારે N95 માસ્ક પહેરી શકાય.
- માસ્કનો ઉપયોગ કરતી વખતે તેના આગળના હિસ્સાને સ્પર્શ કરવો નહીં અથવા તેને કોઇપણ પ્રકારે હેન્ડલ કરવો નહીં.
- જો માસ્ક ભીનું થઇ જાય અથવા સ્ત્રાવના કારણે ગંદુ થઇ જાય તો, તેને તાત્કાલિક બદલી નાંખવું જોઇએ.
- માસ્કનો ઉપયોગ કર્યા પછી તેનો નિકાલ કરો અને માસ્કનો નિકાલ કર્યા પછી હાથની સ્વચ્છતા માટેની પ્રક્રિયાઓ કરો.
- તેણે/તેણીએ પોતાના ચહેરા, નાક અથવા મોં પર સ્પર્શ કરવાનું ટાળવું જોઇએ.
ii. હાથની સ્વચ્છતા
- બીમારી વ્યક્તિના સંપર્કમાં આવો ત્યારે અથવા તેમની આસપાસના માહોલમાં હોવ ત્યારે હાથની સ્વચ્છતા અવશ્યપણે સુનિશ્ચિત કરવી જોઇએ.
- ભોજન બનાવતા પહેલાં અને પછી, ભોજન લેતા પહેલાં અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, તેમજ જ્યારે પણ હાથ ગંદા થાય તે પછી હાથની સ્વચ્છતાનું અવશ્ય પાલન કરવું જોઇએ.
- હાથ સાફ કરવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી હાથ ધુઓ. જો હાથમાં દેખીતી રીતે માટી ના હોય તો, આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય.
- સાબુ અને પાણીનો ઉપયોગ કર્યા પછી, હાથ સુકવવા માટે ડિસ્પોઝેબલ પેપર ટોવેલનો ઉપયોગ કરવો જોઇએ. જો ઉપલબ્ધ ના હોય તો, અલગ રાખેલા ચોખ્ખા કપડાંનો ઉપયોગ કરો અને જ્યારે પણ તે ભીનું થાય ત્યારે બદલી નાંખો.
- ગ્લવ્ઝ કાઢતા પહેલાં અને પછી હાથની સ્વચ્છતાનું પાલન કરો.
iii. દર્દી/દર્દીને રાખવામાં આવ્યા હોય તે માહોલના સંપર્કમાં આવો ત્યારે
- દર્દીના શરીરમાંથી નીકળતા પ્રવાહી સાથે સીધા સંપર્કમાં આવવાનું ટાળો જેમાં ખાસ કરીને મૌખિક અથવા શ્વસન માર્ગમાંથી નીકળતા સ્ત્રાવોના સંપર્કમાં આવશો નહીં. દર્દીની સંભાળ લેતી વખતે ડિસ્પોઝેબલ ગ્લવ્ઝનો ઉપયોગ કરો.
- દર્દીની આસપાસના માહોલમાં આવતી સંભવિત રીતે દૂષિત વસ્તુઓના સંપર્કમાં આવવાનું ટાળો (એટલે કે, સિગારેટ શેરિંગ, જમવાના વાસણો, ડિશો, પીણાં, વપરાયેલા રૂમાલ અથવા પથારીની ચાદર વગેરેના સંપર્કમાં આવવાનું ટાળો).
- દર્દીને તેમના ઓરડામાં જ ભોજન આપવું જોઇએ. દર્દીએ ઉપયોગમાં લીધેલા વાસણો અને ડિશો હાથમાં ગ્લવ્ઝ પહેરીને સાબુ/ડિટર્જન્ટ અને પાણી દ્વારા સાફ કરવા. વાસણો અને ડિશો ફરી ઉપયોગમાં લઇ શકાય.
- ગ્લવ્ઝ કાઢ્યા પછી અથવા વપરાયેલી વસ્તુઓને હાથ લગાવ્યા પછી હાથ સાફ કરવા. દર્દીએ ઉપયોગમાં લીધેલી સપાટીઓ, કપડાં અને તેમણે ઉપયોગમાં લીધેલી ચાદરોનું હેન્ડલિંગ કરતી વખતે અથવા તેને સાફ કરતી વખતે ત્રણ સ્તર વાળા મેડિકલ માસ્ક અને ડિસ્પોઝેબલ ગ્લવ્ઝનો ઉપયોગ કરવો.
- ગ્લવ્ઝ કાઢ્યા પહેલાં અને પછી હાથની સ્વચ્છતાની પ્રક્રિયાનું પાલન કરવું.
iv. બાયોમેડિકલ કચરાનો નિકાલ
- કચરાનો અસરકારક રીતે નિકાલ સુનિશ્ચિત કરવો જોઇએ જેથી ઘરમાં વધુ ચેપ ફેલાતો રોકી શકાય. કચરો (માસ્ક, ડિસ્પોઝેબલ વસ્તુઓ, ફુડ પેકેટ્સ વગેરે)નો CPCBની માર્ગદર્શિકા અનુસાર નિકાલ કરવો જોઇએ (આ લિંક પર ઉપલબ્ધ: http://cpcbenvis.nic.in/pdf/1595918059_mediaphoto2009.pdf)
6. હોમ આઇસોલેશનમાં રાખવામા આવેલા હળવા લક્ષણો ધરાવતા/લક્ષણો વગરના દર્દીની સારવાર
i. દર્દી તેમની સારવાર કરી રહેલા ફિઝિશિયનના સંપર્કમાં હોવા જરૂરી છે અને જો કોઇપણ પ્રકારે સ્થિતિ બગડતી જણાય તો તાત્કાલિક જાણ કરવી.
ii. સારવાર આપી રહેલા ફિઝિશિયનની સલાહ લીધા પછી અન્ય સહ-બીમારીઓની સ્થિતિ માટે પણ દવા લેવાનું ચાલુ રાખવું.
iii. દર્દીઓએ ચેતવ્યા અનુસાર તાવ, વહેતું નાક અને ઉધરસ માટે લક્ષણો આધારિત વ્યવસ્થાપનનું પાલન કરવું.
iv. દર્દીઓ હુંફાળા પાણીથી કોગળા કરી શકે છે અથવા દિવસમાં બે વખત નાસ લઇ શકે છે.
v. જો પેરાસિટામોલ ટેબલેટ 650mgનો દિવસમાં ચાર વખત એટલે કે મહત્તમ ડોઝ લીધા પછી પણ તાવ નિયંત્રણમાં ના આવતો હોય તો, સારવાર લેતા હોવ તે ડૉક્ટરની સલાહ લેવી જેઓ નોન-સ્ટિરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ જેવી અન્ય દવાઓ લેવાની સલાહ આપી શકે છે (NSAID) (ઉદા.: ટેબલેટ- નેપ્રોક્ઝેન 250 mg દિવસમાં બે વખત).
vi. 3થી 5 દિવસ માટે ટેબલેટ ઇવેરમેક્ટિન (200 mcg/kg દિવસમાં એક વખત, ભુખ્યા પેટે લેવી) લેવાનો વિચાર કરી શકાય.
vii. જો લક્ષણો (તાવ અને/અથવા ઉધરસ) બીમારી શરૂ થયા પછી 5 દિવસ કરતાં વધારે સમય માટે એકધારા ચાલુ રહે તો, શ્વાસમાં લઇ શકાય તેવા બુડેસોનાઇડ (5થી 7 દિવસ સુધી દરરોજ બે વખત 800 mcg માત્રા સ્પેસરની મદદથી ઇન્હેલર દ્વારા આપવામાં આવે છે) આપી શકાય.
viii. રેમડેસિવીર અથવા અન્ય સંશોધનાત્મક ઉપચાર લેવાનો નિર્ણય મેડિકલ પ્રોફેશનલ દ્વારા જ લેવો આવશ્યક છે અને હોસ્પિટલ સુવિધામાં જ તે સારવાર આપવી આવશ્યક છે. ઘરે રેમડેસિવીર પ્રાપ્ત કરવાનો અથવા લેવાનો પ્રયાસ કરવો નહીં.
ix. પદ્ધતિસર મૌખિક સ્ટેરોઇડ્સ હળવા બીમારીના સંજોગોમાં સૂચવવામાં આવતા નથી. જો લક્ષણો 7 દિવસ કરતાં વધુ સમય (એકધારો તાવ, ઉધરસની ખરાબ થતી સ્થિતિ વગેરે) સુધી ચાલુ જ રહે તો, ઓછા ડોઝના મૌખિક સ્ટેરોઇડ્સની સારવાર લેવા માટે ડૉક્ટરની સલાહ લેવી.
x. જો ઓક્સિજનની તૃપ્તતાનું સ્તર ઘટી રહ્યું હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો, તેવી વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે અને તેમની સારવાર કરી રહેલા ફિઝિશિયન/દેખરેખ ટીમનો તાત્કાલિક સંપર્ક કરીને તેમની સલાહ લો.
7. ક્યારે તબીબી દેખરેખ માંગવી
દર્દી/ કૅર-ગીવર આરોગ્ય પર એકધારી દેખરેખ રાખશે. જો ગંભીર સંકેતો દેખાય અથવા લક્ષણો વધવા લાગે તો તાત્કાલિક તબીબી દેખરેખ માંગવી આવશ્યક છે. આમાં નીચે ઉલ્લેખિત બાબતો સામેલ હોઇ શકે છે-
- શ્વાસ લેવામાં તકલીફ,
- ઓક્સિજનની તૃપ્તતાનું સ્તર ઘટવું (SpO2 < 94%, ઓરડાની હવામાં)
- છાતીમાં એકધારો દુખાવો/દબાણ અનુભવાય,
- માનસિક મુંઝવણ અથવા જાગૃત ના રહી શકવું,
8. હોમ આઇસોલેશન ક્યારે બંધ કરવાનું
હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીને લક્ષણો દેખાયા પછી (અથવા લક્ષણો ના ધરાવતા દર્દીનું સેમ્પલ લેવામાં આવે તે દિવસ) ઓછામાં ઓછા 10 દિવસ બાદ અને 3 દિવસથી તાવ ના આવતો હોય તો, આઇસોલેશનમાંથી બહાર આવવાનું કહેવામાં આવશે. હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થઇ ગયા પછી પરીક્ષણ કરવાની કોઇ જરૂર નથી.
9. 9. રાજ્ય/જિલ્લા આરોગ્ય અધિકારીઓની ભૂમિકા
i. રાજ્ય/ જિલ્લાએ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા તમામ કેસો પર દેખરેખ રાખવી જોઇએ.
ii. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓના આરોગ્યની સ્થિતિ પર ફિલ્ડ સ્ટાફ/ સર્વેલન્સ ટીમે વ્યક્તિગત મુલાકાત દ્વારા તેમજ દર્દીના ફોલોઅપ માટે સમર્પિત કૉલ સેન્ટર દ્વારા દૈનિક ધોરણે દેખરેખ રાખવી જોઇએ.
iii. દરેક દર્દીની તબીબી સ્થિતિની નોંધ ફિલ્ડ સ્ટાફ/કૉલ સેન્ટર (શરીરનું તાપમાન, હૃદયના ધબકારાનો દર અને ઓક્સિજન તૃપ્તતા) દ્વારા રાખવી જોઇએ. ફિલ્ડ સ્ટાફ દર્દીને આ માપદંડો માપવા વિશે માર્ગદર્શન આપશે અને જરૂરી સૂચનાઓ આપશે (દર્દીઓ માટે અને કૅર-ગીવર્સ માટે). જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોય તેવા દર્દીઓની દૈનિક દેખરેખ માટે આ વ્યવસ્થાતંત્રનું દરેકે ચુસ્ત પાલન કરવાનું રહેશે.
iv. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓની વિગતો કોવિડ-19 પોર્ટલ પર અને સુવિધા એપ્લિકેશન (વપરાશકર્તા તરીકે DSO સાથે) પર પણ અપડેટ કરવી જોઇએ. વરિષ્ઠ રાજ્ય અને જિલ્લા અધિકારીઓએ આ રેકોર્ડ્સની અપડેટ સ્થિતિ પર દેખરેખ રાખવી જોઇએ.
v. જો ઉલ્લંઘન થાય અથવા સારવારની જરૂર પડે તો તેવી સ્થિતિમાં દર્દીના સ્થળાંતરનું વ્યવસ્થાતંત્ર પણ સ્થાપિત હોવું જોઇએ અને તે અમલમાં હોવું જોઇએ. આના માટે પૂરતા પ્રમાણમાં સમર્પિત એમ્બ્યુલન્સની ગોઠવણ કરેલી હોવી જોઇએ. આ બાબતે સમુદાયો સુધી વ્યાપક પ્રચાર પણ કરવામાં આવશે.
vi. પરિવારના તમામ સભ્યો અને નજીકના સંપર્કો પર દેખરેખ રાખવી જોઇએ અને પ્રોટોકોલ અનુસાર ફિલ્ડ સ્ટાફે તેમનું પરીક્ષણ કરવું જોઇએ.
vii. હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓને ઉપર સુચવ્યા અનુસાર સારવારમાંથી રજા આપવામાં આવશે. આ રજા માટે માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
SD/GP/JD
(Release ID: 1714997)
Visitor Counter : 463