સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

15 કરોડથી વધારે કુલ રસીકરણ કવરેજ સાથે ભારતે મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું

છેલ્લા 24 કલાકમાં રસીના 21 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા

2.69 લાખ કરતાં વધારે દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થઇ ગયા

મૃત્યુદર વધારે ઘટીને 1.11% સુધી પહોંચ્યો

છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નહીં

Posted On: 29 APR 2021 10:46AM by PIB Ahmedabad

 

કોવિડ-19 મહામારી સામેની જંગમાં ભારતે આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. દેશમાં ચાલી રહેલી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો આજે 15 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 22,07,065 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 15,00,20,648 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારા 93,67,520 HCWs અને બીજો ડોઝ લેનારા 61,47,918 HCWs આમાં સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,23,19,903 FLWs અને બીજો ડોઝ લેનારા 66,12,789 FLWs છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,14,99,834 તેમજ બીજો ડોઝ લેનારા 98,92,380 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,10,24,886 અને બીજો ડોઝ લેનારા 31,55,418 લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

93,67,520

61,47,918

1,23,19,903

66,12,789

5,10,24,886

31,55,418

5,14,99,834

98,92,380

15,00,20,648

 

સમગ્ર દેશમાં આજદિન સુધીમાં આપવમાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 67.18% ડોઝ દસ રાજ્યોમાં આપ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NHQQ.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 21 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 103મા દિવસે (28 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 21,93,281 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 20,944 સત્રોનું આયોજન કરીને 12,82,135 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 9,11,146 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 28 એપ્રિલ, 2021 (દિવસ-103)

HCWs

FLWs

45 થી 60 વર્ષ સુધીના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

19,745

41,681

97,928

86,411

7,50,305

2,27,966

4,14,157

5,55,088

12,82,135

9,11,146

 

ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,50,86,878 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.10% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 2,69,507 દર્દીઓ સાજા થયા છે.

નવા સાજા થનારા 78.07% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002P1VX.jpg

છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.

નવા પોઝિટીવ નોંધાયેલા 72.20% દર્દીઓ દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં છે.

દેશમાં એક દિવસમાં સર્વાધિક 63,309 નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછી, 39,047 નવા કેસ સાથે કર્ણાટક અને 35,013 નવા કેસ સાથે કેરળનો ક્રમ આવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OYS1.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 30,84,814 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.79% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,06,105 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 78.26% દર્દીઓ અગિયાર રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004V59G.jpg

રાષ્ટ્રીય મૃત્યુ દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે હાલમાં 1.11% છે.

દેશમાં 3,645 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 78.71% દર્દીઓ દર રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (1,035) થયા છે. દિલ્હીમાં એક દિવસમાં 368 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00537OW.jpg

 

છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), લક્ષદ્વીપ, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ છે.

 

**********************************

SD/GP/JD/PC

 

 

 

 (Release ID: 1714788) Visitor Counter : 26