મંત્રીમંડળ

સીમા શુલ્કની બાબતોમાં સીમાવેરા સહકાર અને પરસ્પર વહીવટી મદદ અંગે ભારત સરકાર અને ગ્રેટ બ્રિટન તેમજ નોર્ધર્ન આયર્લેન્ડની યુનાઇટેડ કિંગ્ડમ સરકાર વચ્ચે સમજૂતીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

Posted On: 28 APR 2021 11:56AM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે સીમા શુલ્કની બાબતોમાં સીમાવેરા સહકાર અને પરસ્પર વહીવટી મદદ અંગે ભારતની પ્રજાસત્તાક સરકાર અને ગ્રેટ બ્રિટન તેમજ નોર્ધર્ન આયર્લેન્ડની યુનાઇટેડ કિંગ્ડમ સરકાર વચ્ચે એક સમજૂતી પર સહીસિક્કા અને બહાલીને મંજૂરી આપી છે.

 

અસર:

સમજૂતીથી કસ્ટમ્સ ગુનાઓની તપાસ અને અટકાયત માટે પ્રસ્તુત માહિતીની ઉપલબ્ધતામાં મદદ મળશે. સમજૂતીથી વેપાર સરળ થવાની અને બેઉ દેશો વચ્ચે સામાનની કાર્યદક્ષ અનુમતિ સુગમ થવાની પણ અપેક્ષા છે.

 

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકો:

બેઉ દેશોની જે તે સરકારો એને મંજૂરી આપે ત્યારબાદ બેઉ દેશોની સરકારો વતી સમજૂતી પર સહીસિક્કા થશે. બેઉ પક્ષકારોના અધિકૃત પ્રતિનિધિઓની સહી થયાના પછીના મહિનાના પહેલા દિવસથી સમજૂતી અમલમાં આવશે.

 

પશ્ચાદ ભૂમિકા:

સમજૂતી બેઉ દેશોના કસ્ટમ્સ સત્તાવાળાઓને માહિતી અને બાતમીના આદાનપ્રદાન માટે કાનૂની માળખું પૂરું પાડશે અને કસ્ટમ્સ કાયદાઓ, કસ્ટમ્સ ગુનાઓની અટકાયત અને તપાસને યોગ્ય રીતે લાગુ કરવામાં મદદ કરશે અને કાયદેસરના વેપારને સુગમ બનાવશે. સૂચિત સમજૂતીનો મુસદ્દાનો મૂળપાઠ બેઉ દેશોના કસ્ટમ્સ વહીવટીતંત્રની સહમતિથી તૈયાર થઈ ગયો છે. સમજૂતી ભારતીય કસ્ટમ્સની ચિંતાઓ અને જરૂરિયાતોની, ખાસ કરીને કસ્ટમ્સ કિંમત, ટૅરિફ વર્ગીકરણ અને બેઉ દેશો વચ્ચે વેપાર થયેલ સામાનના મૂળની ચોક્સાઇ અંગે માહિતીના આદાનપ્રદાન અંગેની કાળજી લે છે.

 

   **************

SD/GP/JD/PC



(Release ID: 1714566) Visitor Counter : 195