સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં ઓક્સિજનના ટેન્કરોની અછતને પહોંચી વળવા માટે, કેન્દ્ર સરકારે 10 MT અને 20 MTની ક્ષમતાના 20 ક્રાયોજેનિક ટેન્કરો આયાત કર્યા અને રાજ્યોને ફાળવ્યા


ભારતમાં કુલ રસીકરણનો આંકડો 14.5 કરોડથી આગળ નીકળી ગયો

છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ દર્દીઓ સાજા થઇ ગયા

8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યું નહીં

કુલ મૃત્યુદર ઘટીને 1.12% થયો

Posted On: 27 APR 2021 11:05AM by PIB Ahmedabad

 

દેશમાં ઓક્સિજનના ટેન્કરોની અછતને પહોંચી વળવા માટે, કેન્દ્ર સરકારે 10 MT અને 20 MTની ક્ષમતાના 20 ક્રાયોજેનિક ટેન્કરો આયાત કર્યા છે અને રાજ્યોને તે ફાળવ્યા છે. ઉત્પાદન પ્લાન્ટથી અલગ અલગ રાજ્યોમાં પ્રવાહી મેડિકલ ઓક્સિજન (LMO)નું મેપિંગ એક ગતિશીલ પ્રક્રિયા છે અને ક્રાયોજેનિક ટેન્કરો દ્વારા મેડિકલ ઓક્સિજનનું પરિવહનનું કામ ખાસ કરીને દેશના પૂર્વીય વિસ્તારો અને અન્ય ક્ષેત્રોમાં અવરોધાઇ રહ્યું હોવાથી, ઓક્સિજનના પરિવહનમાં વધારો કરવા માટે 20 MT અને 10 MTની ક્ષમતાના વીસ ક્રાયોજનિક ISO કન્ટેઇનરની આયાત કરવામાં આવી છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) સાથે પરામર્શ કરીને એકંદરે અધિકાર પ્રાપ્ત સમૂહ-II (EG-II)ના માર્ગદર્શન હેઠળ નીચે દર્શાવ્યા અનુસાર રાજ્યોમાં પુરવઠાકારોને આ કન્ટેઇનરોની ફાળવણીનું મેપિંગ કરવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JB7K.jpg

ભારતમાં હાથ ધરવામાં આવેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હેઠળ દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝની સંખ્યા આજે 14.5 કરોડના આંકડાથી વધારે થઇ ગઇ છે.

સંયુક્ત રીતે જોવામાં આવે તો, આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 20,74,721 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 14,52,71,186 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 93,24,770 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 60,60,718 HCWsએ બીજો ડોઝ લીધો છે. આ સિવાય, 1,21,10,258 FLWs (પ્રથમ ડોઝ), 64,25,992 FLWs (બીજો ડોઝ), તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 5,05,77,743 તેમજ બીજો ડોઝ લેનારા 87,31,091 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,93,48,238 અને બીજો ડોઝ લેનારા 26,92,376 લાભાર્થીઓ પણ તેમાં સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

93,24,770

60,60,718

1,21,10,258

64,25,992

4,93,48,238

26,92,376

5,05,77,743

87,31,091

14,52,71,186

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 67.3% ડોઝ દસ રાજ્યોમાં આપ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SVU6.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 31 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 101મા દિવસે (26 એપ્રિલ 2021ના રોજ) દેશમાં રસીના કુલ 31,74,688 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 22,797 સત્રોનું આયોજન કરીને 19,73,778 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 12,00,910 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

 

 

તારીખ: 26 એપ્રિલ, 2021 (દિવસ-101)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

25,347

50,829

1,13,062

1,00,751

11,69,656

2,74,518

6,65,713

7,74,812

19,73,778

12,00,910

 

ભારતમાં આજદિન સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો વધીને આજે 1,45,56,209 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.54% નોંધાયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,51,827 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79.70% દર્દીઓ દસ રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BB4N.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 3,23,144 દર્દીઓ પોઝિટીવ થયા હોવાની પુષ્ટિ થઇ છે.

નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓમાંથી 71.68% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ. દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે.

એક દિવસમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં નવા 48,700 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, 33,551 નવા દર્દીઓ સાથે ઉત્તરપ્રદેશ અને 29,744 નવા દર્દીઓ સાથે કર્ણાટક છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KL5B.jpg

 

દેશમાં કુલ મળીને અત્યાર સુધીમાં 28 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે જ્યારે કુલ પોઝિટીવિટી દર 6.28% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050W43.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ 28,82,204 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.34% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 68,546 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતના કુલ સક્રિય કેસોમાંથી 69.1% દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત અને કેરળ આ આઠ રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006SWA9.jpg

 

દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 16.43% છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 82.54% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007W0QJ.jpg

 

દૈનિક પોઝિટીવિટી દર હાલમાં 20.02% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008FQIO.jpg

 

દેશમાં રાષ્ટ્રીય કુલ પોઝિટીવિટી દર (CFR) સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે 1.12% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,771 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

કુલ મૃત્યુઆંકમાંથી 77.3% મૃત્યુ દસ રાજ્યોમાંથી થયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સર્વાધિક મૃત્યુઆંક (524) નોંધાયા છે. તે પછી ક્રમે, એક દિવસમાં 380 મૃત્યુ સાથે દિલ્હી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009QNMU.jpg

 

આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), ત્રિપુરા, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.

 

 

 

********************

SD/GP/JD/PC


(Release ID: 1714293) Visitor Counter : 318