સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કુલ રસીકરણ કવરેજની સંખ્યા 13.83 કરોડથી વધારે થઇ
છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા રસીના ડોઝની સંખ્યા 29 લાખ કરતાં વધારે
છેલ્લા 24 કલાકમાં 2.19 લાખથી વધારે દર્દીઓ સાજા થઇ ગયા
મૃત્યુદર વધુ ઘટીને 1.14% થયો
અગિયાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંબંધિત એકપણ દર્દીનું મૃત્યું નોંધાયું નથી
Posted On:
24 APR 2021 11:24AM by PIB Ahmedabad
ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હેઠળ દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 13.83 કરોડથી વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 19,80,105 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 13,83,79,832 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 92,68,027 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 59,51,076 HCWsએ બીજો ડોઝ લીધો છે. આ સિવાય, 1,18,51,655 FLWs (પ્રથમ ડોઝ), 61,94,851 FLWs (બીજો ડોઝ), તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,91,45,265, બીજો ડોઝ લેનારા 71,65,338 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,66,71,540 અને બીજો ડોઝ લેનારા 21,32,080 લાભાર્થીઓ પણ તેમાં સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
92,68,027
|
59,51,076
|
1,18,51,655
|
61,94,851
|
4,66,71,540
|
21,32,080
|
4,91,45,265
|
71,65,338
|
13,83,79,832
|
દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 58.92% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 29 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 98મા દિવસે (23 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 29,01,412 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 26,927 સત્રોનું આયોજન કરીને 18,63,024 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 10,38,388 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 23 એપ્રિલ, 2021 (દિવસ-98)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
25,663
|
46,337
|
1,19,696
|
1,17,591
|
11,07,210
|
2,30,784
|
6,10,455
|
6,43,676
|
18,63,024
|
10,38,388
|
ભારતમાં આજદિન સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓનો આંકડો વધીને આજે 1,38,67,997 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 83.49% નોંધાયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,19,838 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.
નવા નોંધાયેલા સાજા થનારા દર્દીઓમાંથી 82.94% દર્દીઓ દસ રાજ્યોમાં છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,46,786 દર્દીઓ નવા પોઝિટીવ નોંધાયા છે.
નવા સંક્રમતિ થયેલા દર્દીઓમાંથી 74.15% કેસ દસ રાજ્યોમાં એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ. દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તસીગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે.
મહારાષ્ટ્ર દૈનિક ધોરણે 66,836 નવા પોઝિટીવ દર્દીઓ સાથે દેશમાં સૌથી ટોચે છે. તે પછીના ક્રમે, 36,605 નવા દર્દીઓ સાથે ઉત્તરપ્રદેશ અને 28,447 નવા દર્દીઓ સાથે કેરળ છે.
નીચે દર્શાવેલા આલેખ અનુસાર બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 25,52,940 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 15.37% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,24,324 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
નીચે આપેલા આલેખમાં છેલ્લા એક વર્ષમાં સક્રિય કેસોની સંખ્યામાં થયેલા ફેરફારની સ્થિતિ દર્શાવી છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત અને કેરળ સાત રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 66.66% દર્દીઓ છે.
રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે હાલમાં ઘટીને 1.14% થઇ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 2,624 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 82.28% દર્દીઓ દસ રાજ્યોમાંથી હતાં. સૌથી વધારે મૃત્યુઆંક (773) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં એક દિવસમાં 348 મૃત્યુ નોંધાયા છે.
અગિયાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, લક્ષદ્વીપ, સિક્કિમ, મણીપુર, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1713730)
Visitor Counter : 262