પ્રધાનમંત્રીનું કાર્યાલય
એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના 95મા વાર્ષિક સંમેલન અને વાઇસ ચાન્સેલરના રાષ્ટ્રીય સેમિનારને 14મી એપ્રિલે પ્રધાનમંત્રી સંબોધન કરશે
પ્રધાનમંત્રી ડૉ. બાબા સાહેબ આંબેડકર પર શ્રી કિશોર મકવાણાએ લખેલા પુસ્તકનું પણ વિમોચન કરશે
Posted On:
13 APR 2021 11:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી એપ્રિલે સવારે 11.00 કલાકે વીડિયો કોન્ફરન્સ મારફતે એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટી (ભારતીય મહાવિદ્યાલય)ના 95મા વાર્ષિક સંમેલન અને ઉપ કુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને સંબોધન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર પરના ચાર પુસ્તકોનું વિમોચન પણ કરાશે. આ પુસ્તકો કિશોર મકવાણાએ લખ્યા છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કર્યું છે.
એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના સંમેલન અને ઉપ કુલપતીના રાષ્ટ્રીય સેમિનાર અંગે
દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી (AIU) સર્વોચ્ચ સંસ્થા છે જે આ વર્ષે 14 અને 15મી એપ્રિલે તેના 95મા વાર્ષિક સંમેલનનુ આયોજન કરી રહી છે આ સંમેલન એઆઇયુ માટે તેના પાછલા વર્ષોની સિદ્ધિની રજૂઆત કરવા માટેનો પ્રસંગ છે. આ ઉપરાંત તેના આર્થિક સરવૈયા તથા આગામી વર્ષો માટેની તેની પ્રવૃત્તિની યોજનાઓનો ચિતાર આપવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ વિવિધ ઝોનના ઉપ કુલપતિઓની બેઠકમાં કરાયેલી ભલામણો અંગે તેમના સદસ્યોને માહિતી આપવાનો અને વર્ષ દરમિયાન થયેલી વિવિધ ચર્ચાઓ અગે જાણકારી આપવાનો રહેશે.
આ સંમેલન દરમિયાન એઆઇયુના 96મા સ્થાપના દિવસની પણ ઉજવણી કરાશે. 1925માં ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્ણન અને ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી જેવા મહાનુભાવોએ એઆઇયુની સ્થાપના કરી હતી.
ઉપ કુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારનો વિષય રહેશે ભારતમાં ઉચ્ચ શિક્ષણની રચના માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અમલ કરવો. આ બેઠક દરમિયાન તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અમલીકરણ નીતિ ઘડવામાં આવશે અને તાજેતરમાં જારી કરાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અસરકારક એક્શન પ્લાન ઘડાશે જેનો અમલ દેશના વિદ્યાર્થીઓ માટે થશે.
પ્રકાશિત થનારા ચાર પુસ્તકો વિશે
પ્રધાનમંત્રી આ અવસરે શ્રી કિશોર મકવાણા દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર પર લખાયેલા ચાર પુસ્તકોનું પણ વિમોચન કરશે.
1 ડૉ. આંબેડકર જીવન દર્શન
2 ડૉ. આંબેડકર વ્યક્તિ દર્શન
3 ડૉ. આંબેડકર રાષ્ટ્ર દર્શન અને
4 ડૉ. આંબેડકર આયામ દર્શન
SD/GP/PC
(Release ID: 1711405)
Visitor Counter : 216
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam