સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ટીકા ઉત્સવનો ત્રીજો દિવસ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40 લાખથી વધારે ડોઝ આપવાથી કુલ રસીકરણ કવરેજનો આંકડો 10.85 કરોડથી વધારે થઇ ગયો
દૈનિક ધોરણે સૌથી વધુ રસીના સરેરાશ ડોઝ આપવામાં ભારતે સતત ટોચનું સ્થાન જાળવી રાખ્યું
10 રાજ્યોમાં દૈનિક ધોરણે નોંધાઇ રહેલા નવા કેસોની સંખ્યામાં એકધારી વૃદ્ધિ નોંધાઇ રહી છે
Posted On:
13 APR 2021 10:39AM by PIB Ahmedabad
સમગ્ર દેશમાં ચાલી રહેલો ટીકા ઉત્સવનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત દેશમાં આપેલા રસીના કુલ ડોઝનો આંકડો 10.85 કરોડથી વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 16,08,448 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 10,85,33,085 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 90,33,621 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 55,58,103 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,00,78,589 FLWs (પ્રથમ ડોઝ) અને 49,19,212 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,17,12,654 એ પ્રથમ ડોઝ, 22,53,077 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,42,18,175 પ્રથમ ડોઝ અને 7,59,654 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
90,33,621
|
55,58,103
|
1,00,78,589
|
49,19,212
|
3,42,18,175
|
7,59,654
|
4,17,12,654
|
22,53,077
|
10,85,33,085
|
દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60.16% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 40 લાખથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 87મા દિવસે (12 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 40,04,521 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 52,087 સત્રોનું આયોજન કરીને 34,55,640 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 5,48,881 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 12 એપ્રિલ, 2021 (દિવસ-87)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
20,332
|
33,759
|
81,711
|
1,23,456
|
21,71,264
|
81,294
|
11,82,333
|
3,10,372
|
34,55,640
|
5,48,881
|
દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝના સંદર્ભમાં ભારત સમગ્ર દુનિયામાં પ્રતિ દિવસ આપવામાં આવેલા રસીના સરેરાશ 41,69,609 ડોઝ સાથે સતત સૌથી ટોચના સ્થાનને જળવાઇ રહ્યું છે.
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1,61,736 નોંધાઇ છે.
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, છત્તસીગઢ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરળ આ દસ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોમાં એકધારી વૃદ્ધિ જોવા મળી રહી છે. એક દિવસમાં નવા નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 80.80% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.
દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ 51,751 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં નવા 13,604 કેસ જ્યારે દિલ્હીમાં નવા 13,576 કેસ પોઝિટીવ નોંધાયા છે.
નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ હવે 12,64,698 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 9.24% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 63,689 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ આ પાંચ રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 68.85% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 44.78% સક્રિય કેસોનું ભારણ છે.
ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,22,53,697 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 89.51% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 97,168 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 879 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
દૈનિક ધોરણે નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 88.05% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે મહત્તમ મૃત્યુઆંક (258) નોંધાયો છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 132 દર્દીના મૃત્યુ થયા છે.
તેર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1711374)
Visitor Counter : 291