સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 35 લાખ કરતાં વધારે ડોઝ સાથે કુલ રસીકરણ કવરેજ 10 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચ્યું


ભારતમાં દૈનિક ધોરણે સતત સરેરાશ સર્વાધિક ડોઝ આપવામાં આવી રહ્યાં છે

દૈનિક ધોરણે નોંધાયેલા 81% નવા કેસો 10 રાજ્યોમાં

Posted On: 11 APR 2021 11:55AM by PIB Ahmedabad

ભારત કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આજે કુલ રસીકરણ કવરેજમાં 10 કરોડ ડોઝના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચી ગયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 15,17,963 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 10,15,95,147 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 90,04,063 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 55,08,289 HCWsએ બીજો ડોઝ લીધો છે, 99,53,615 FLWs (પથમ ડોઝ) અને 47,59,209 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 3,96,51,630 એ પ્રથમ ડોઝ, 18,00,206 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,02,76,653 પ્રથમ ડોઝ અને 6,41,482 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

90,04,063

55,08,289

99,53,615

47,59,209

3,02,76,653

6,41,482

3,96,51,630

18,00,206

10,15,95,147

 

દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60.27% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017WEX.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના 35 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 85મા દિવસે (10 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 35,19,987 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 42,553 સત્રોનું આયોજન કરીને 31,22,109 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 3,97,878 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 10 એપ્રિલ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

15,690

28,468

86,285

1,00,174

20,21,609

59,418

9,98,525

2,09,818

31,22,109

3,97,878

 

દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝના સંદર્ભમાં ભારતે સમગ્ર દુનિયામાં દૈનિક ધોરણે રસીના સરેરાશ 38,34,574 ડોઝ આપીને સતત સૌથી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00262OR.jpg

 

નીચે આપવામાં આવેલો આલેખ ભારતમાં અને વિદેશમાં દૈનિક ધોરણે સરેરાશ આપવામાં આવતા રસીના ડોઝનો ચિતાર આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003QSTJ.jpg

 

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1,52,879 નોંધાઇ છે.

દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા 80.92% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.

દેશમાં દૈનિક ધોરણે સર્વાધિક નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં 55,411 દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં નવા 14,098 જ્યારે ઉત્તરપ્રદેશમાં 12,748 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004E9BZ.jpg

 

નીચે આપેલા આલેખ અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005KIUP.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0068CK9.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007MWFU.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008I7CC.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 11,08,087 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 8.29% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 61,456 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ આ પાંચ રાજ્યોમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 70.82% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 48.57% સક્રિય કેસોનું ભારણ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0094US8.jpg


નીચે આપેલો આલેખ ભારતમાં સક્રિય કેસોનો ચિતાર આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010TUU7.jpg

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો આજે વધીને 1,20,81,443 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 90.44% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 90,584 દર્દીઓ સાજા થયા છે.

 

દૈનિક ધોરણે નોંધાઇ રહેલા મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 839 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાં 86.41% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (309) નોંધાયો છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં 123 દર્દીના મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011TUMD.jpg

 

દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD



(Release ID: 1710998) Visitor Counter : 240