પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઇતિહાસના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું


‘ઉત્કલ કેસરી’ના અવિસ્મરણીય પ્રદાનને યાદ કર્યું

આઝાદીની લડાઈમાં ઓડિશાના પ્રદાનને યાદ કર્યું

લોકો સાથે ઇતિહાસનો પ્રવાહ પલટાય છે, રાજવંશો અને રાજમહેલોની ગાથાઓનો ઇતિહાસ રજૂ કરવો એ વિદેશી વિચારસરણી છેઃ પ્રધાનમંત્રી

ઓડિશાનો ઇતિહાસ સંપૂર્ણ ભારતની ઐતિહાસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છેઃ પ્રધાનમંત્રી

Posted On: 09 APR 2021 2:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્કલ કેસરી ડો. હરેકૃષ્ણ મહેતાબ દ્વારા લિખિત ઓડિશા ઇતિહાસ પુસ્તકના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું હતું. પુસ્તક અત્યાર સુધી ઓડિયા અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ હતું, જેનો હિંદુ અનુવાદ હવે શ્રી શંકરલાલ પુરોહિતે કર્યો છે. પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને લોકસભામાંથી કટકના સાંસદ શ્રી ભર્તૃહરી મહતાબ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રસંગે પ્રધાનમંત્રીએ દોઢ વર્ષ અગાઉ દેશમાં ઉત્કલ કેસરી ડો. હરેકૃષ્ણ મહતાબની 120મી જન્મજયંતિની ઉજવણીને યાદ કરી હતી. તેમના પ્રસિદ્ધ ઓડિશા ઇતિહાસની હિંદી આવૃત્તિનું લોકાર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ઓડિશાનો વિવિધતાસભર અને સંપૂર્ણ ઇતિહાસ દેશના લોકો સુધી પહોંચવો જોઈએ અને બાબત મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ આઝાદીની લડાઈમાં ડો. મહતાબના પ્રદાનને યાદ કર્યું હતું તથા સમાજમાં સુધારા માટે તેમના સંઘર્ષની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ એવું પણ કહ્યું હતું કે, કટોકટી દરમિયાન ડો. મહતાબ જે પક્ષના મુખ્યમંત્રી બન્યા હતા એનો વિરોધ કરીને જેલમાં ગયા હતા. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેઓ આઝાદી અને દેશની લોકશાહીને બચાવવા એમ બંને કસોટીના સમયમાં કારાવાસમાં રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસમાં અને ઓડિશાના ઇતિહાસને રાષ્ટ્રીય મંચ પર લઈ જવામાં ડો. મહતાબની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી. તેમના પ્રદાનથી ઓડિશામાં મ્યુઝિયમ, આર્કાઇવ્સ અને આર્કિયોલોજી વિભાગ શક્ય બન્યો છે.

પ્રધાનમંત્રીએ ઇતિહાસના બહોળા અભ્યાસ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇતિહાસ આપણા ભૂતકાળનો બોધપાઠ બનવો જોઈએ, પણ ભવિષ્યનું પ્રતિબિંબ પણ બનવો જોઈએ. જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ અને આપણાં સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસને જીવંત કરી રહ્યાં છીએ, ત્યારે બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. શ્રી મોદીએ હકીકતની ટીકા કરી હતી કે, ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને આઝાદીની લડતની ગાથાઓ યોગ્ય સ્વરૂપે દેશ સામે રજૂ થઈ શકી નથી. તેમણે કહ્યું હતું કે, ભારતીય પરંપરામાં ઇતિહાસ રાજાઓ અને મહેલો પૂરતો મર્યાદિત નથી. હજારો વર્ષો સુધી લોકો અને જીવનમાં પરિવર્તન સાથે ઇતિહાસ પણ બદલાય છે. ઇતિહાસમાં રાજવંશો અને રાજમહેલોની ગાથાઓ રજૂ કરવી વિદેશી વૈચારિક પ્રક્રિયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે પ્રકારના લોકો નથી. માટે તેમણે રામાયણ અને મહાભારતનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં મોટા ભાગનું વર્ણન સામાન્ય લોકોનું છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણાં જીવનમાં સામાન્ય વ્યક્તિ કેન્દ્રસ્થાને હોય છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૈકા બળવો, ગંજમ ક્રાંતિથી લઈને સમ્બલપુરના સંઘર્ષ જેવા વિવિધ સંઘર્ષો સાથે ઓડિશાની ભૂમિએ બ્રિટિશ શાસન સામેની લડતને હંમેશા નવી ઊર્જા આપી હતી. સમ્બલપુર આંદોલનના સુરેન્દ્ર સાઈ આપણા તમામ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ પંડિત ગોપબંધુ, આચાર્ય હરિહર અને ડો. હરેકૃષ્ણ મહતાબ જેવા આગેવાનોના પ્રચૂર પ્રદાનને યાદ કર્યુ હતું. શ્રી મોદીએ રમાદેવી, માલ્તી દેવી, કોકિલા દેવી અને રાની ભાગ્યવંતીના પ્રદાનને પણ યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાયના પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું, જેમણે પોતાની રાષ્ટ્રીય ભાવના અને સાહસ સાથે બ્રિટિશ શાસન માટે હંમેશા મુશ્કેલીઓ પેદા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત છોડો આંદોલનના મહાન આદિવાસી નેતા લક્ષ્મણ નાયકજીને યાદ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઓડિશાનો ઇતિહાસ સંપૂર્ણ ભારતની ઐતિહાસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું હતું કે, ઇતિહાસમાં પ્રતિબિંબિત ક્ષમતા વર્તમાન અને ભવિષ્યની સંભવિતતા સાથે સંબંધિત છે અને આપણા માટે દીવાદાંડીનું કામ કરે છે.

પ્રધાનમંત્રીએ રાજ્યના વિકાસ પર જાણકારી આપતા કહ્યું હતું કે, વ્યવસાય અને ઉદ્યોગને આકર્ષવા માટે સૌપ્રથમ માળખાગત સુવિધાની જરૂર હોય છે. તેમણે માહિતી આપી હતી કે, ઓડિશામાં હજારો કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગો, દરિયાકિનારાના રાજમાર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે રાજ્યના તમામ વિસ્તારોને એકબીજા સાથે જોડશે. ઉપરાંત છેલ્લાં 6થી 7 વર્ષમાં રાજ્યમાં સેંકડો કિલોમીટરની લંબાઈ ધરાવતી રેલવે લાઇન પણ પાથરવામાં આવી છે. માળખાગત સુવિધા પછી ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. દિશામાં ઉદ્યોગો અને કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. રાજ્યમાં ઓઇલ ક્ષેત્ર અને સ્ટીલ ક્ષેત્રમાં રહેલી પ્રચૂર સંભવિતતાઓને હાંસલ કરવા હજારો કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. રીતે બ્લૂ રિવોલ્યુશન દ્વારા ઓડિશામાં માછીમારોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કુશળતાના ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસો વિશે પણ વાત કરી હતી. રાજ્યના યુવા પેઢીના લાભ માટે રાજ્યમાં આઇઆઇટી ભુવનેશ્વર, આઇઆઇએસઇઆર બરહામપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ, આઇઆઇટી સંબલપુર જેવી સંસ્થાઓ માટે પાયો નાંખવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી દુનિયાના તમામ વિસ્તારોમાં ઓડિશા અને એની ભવ્યતાના ઇતિહાસને પહોંચાડવાની અપીલ કરી હતી. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવને ખરાં અર્થમાં જનઆંદોલન બનાવવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહોત્સવમાં આઝાદીની લડાઈ દરમિયાન જોવા મળેલી ઊર્જા જેવો જનજુવાળ જોવા મળશે.

SD/GP/JD

(Release ID: 1710648) Visitor Counter : 238