ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ જાહેર સંબોધન દરમિયાન ભાષામાં શિષ્ટાચાર જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો


કહ્યું કે, ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોમાં શબ્દો અને વિચારોમાં પણ અહિંસા સામેલ છે

ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષો આપણને આપણાં સપનાનાં ભારતનું નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે છે - ઉપરાષ્ટ્રપતિ

શ્રી નાયડુએ દાંડીની મીઠાની કૂચને ઇતિહાસની દિશા બદલી દેનારી 'જળવિભાજક ક્ષણ' ગણાવી

'આઝાદીનો અમૃત મહોત્સવ'ના ભાગરૂપે યોજવામાં આવેલી 'દાંડી કૂચ'ના સમાપન કાર્યક્રમ દરમિયાન સંબોધન આપ્યું

શ્રી નાયડુએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતની લાગણી ફરી જાગૃત કરવામાં 'અમૃત મહોત્સવ' અગ્રેસર રહેવો જોઇએ

ભારત કટોકટીના આ સમયમાં પણ 53થી વધારે દેશોમાં કોવિડ-19 રસીનો પૂરવઠો પહોંચાડીને ગાંધીજીની વિચારધારાને અનુસરી રહ્યું છે - ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને 'અગ્ર હરોળના યોદ્ધાઓ' ગણાવ્યા

Posted On: 06 APR 2021 4:08PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે જાહેર સંબોધન કરતી વખતે શબ્દોમાં નમ્રતા અને ભાષામાં શિષ્ટાચાર જાળવી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, સ્વસ્થ અને મજબૂત લોકશાહી માટે તે જરૂરી છે.

'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતર્ગત યોજવામાં આવેલી 25 દિવસ લાંબી 'દાંડી કૂચ'નો સમાપન કાર્યક્રમ ગુજરાતના દાંડી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જ્યાં સંબોધન આપતા ઉપરાષ્ટ્રપતિએ પ્રત્યેક લોકોને મહાત્મા ગાંધીના જીવનમાંથી પ્રેરણા લેવા માટે કહ્યું હતું જેમણે હંમેશા તેમના વિરોધી સામે પણ વિનમ્ર અને આદરપૂર્ણ ભાષાનો જ ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત માત્ર શારીરિક હિંસા પૂરતો સિમિત નથી પરંતુ તેમાં શબ્દો તેમજ વિચારોમાં પણ અહિંસા સમાયેલી છે”. તેમણે ઉમેર્યું હતું કે, રાજકીય પક્ષોએ તેમના હરીફો સાથે શત્રુઓ જેવું વર્તન ના કરવું જોઇએ.

ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચ 2021ના રોજ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ ખાતેથી 'આઝાદીનો અમૃત મહોત્સવ'નો પ્રારંભ કર્યો હતો જે 75 અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણી છે. આ મહોત્સવ દરમિયાન છેલ્લા 75 વર્ષમાં ભારતે જે ઝડપી વેગે પ્રગતિ કરી છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ એવો મહોત્સવ છે જે આપણે આપણી છુપાયેલી શક્તિઓને ફરી શોધવા માટે પ્રોત્સાહિત કરે છે અને દેશના સૌહાર્દમાં આપણું યોગ્ય સ્થાન ફરી પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાપૂર્ણ અને તાલમેલપૂર્ણ પગલાં લેવા માટે કહે છે.

મહાત્મા ગાંધીની આઇકોનિક દાંડીની મીઠાની કૂચને આપણી સ્વતંત્રતાના સંગ્રામમાં એક જળવિભાજક ક્ષણ ગણાવીને શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, તેનાથી ઇતિહાસની દિશા બદલાઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે, “આપણે આજે જેની પ્રતિકાત્મક ફરી મુલાકાત લઇ રહ્યાં છીએ તે દાંડી કૂચ પડકારનો સામનો કરતી વખતે એકજૂથ થઇને રહેવાના આપણા રાષ્ટ્રના સામર્થ્યને સૂચિત કરે છે.” વિકાસના માર્ગે એકજૂથ થઇને આગળ વધવાના આ સામર્થ્યએ સંખ્યાબંધ સકારાત્મક પરિણામો આપ્યા છે તેની નોંધ લેતા તેમણે એક વાત પણ રેખાંકિત કરી હતી કે, ભવિષ્યમાં પણ માર્ગનું આવી જ રીતે અનુસરણ કરવામાં આવે તે પણ જરૂરી છે.

ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે, ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોના સંદેશા આપણને આપણાં સપનાંના ભારતનું નિર્માણ કરવા માટે એકજૂથ થઇને કામ કરવા માટેની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું હતું કે, ભારત પોતાની સમૃદ્ધિ અન્ય રાષ્ટ્રો સાથે વહેંચવામાં માને છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ એવો દેશ છે જે, બંધારણીય મૂલ્યોનું જતન કરે છે અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને સબ કા સાથ, સબ કા વિકા, સબ કા વિશ્વાસની ભાવના સાથે તાલ મિલાવીને દરેક લોકોના કલ્યાણ માટે ઘેરી કટિબદ્ધતા ધરાવે છે.”

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન આપણા ખંત, ટકાઉક્ષમતા, ઉદ્યમશીલતા અને આવિષ્કારની લાગણી પુરવાર થઇ ગઇ છે. તેમણે PPE કિટ્સ, સર્જિકલ ગ્લવ્ઝ, ફેસ માસ્કથી માંડીને વેન્ટિલેટર અને રસી જેવી આવશ્યક ચીજવસ્તુઓના વિનિર્માણમાં આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને સાર્થક કરવા માટે જે સંશોધકો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોએ સહિત તમામ લોકોએ મહેનત કરી તે સૌની પ્રશંસા કરી હતી.

વસુધૈવ કુટુંબકમ્ની ભાવના પર વિશેષ ભાર મૂકતા તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, એકતરફ ભારતમાં સમગ્ર દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત ચાલી રહી છે ત્યારે સાથે સાથે, ભારત દુનિયાના સંખ્યાબંધ દેશોમાં રસીનો જથ્થો પણ પહોંચાડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “આ જ એ અમૃત છે જે આપણા વારસામાં રહેલું એક શાશ્વત સાર્વત્રિક દૂરંદેશી છેઅને તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ કસોટીના સમયમાં પણ, આપણો દેશ ગાંધીજીની નૈતિક વિચારધારાને ખૂબ જ સારી રીતે અનુસરી રહ્યો છે.

આ પ્રસંગે, શ્રી નાયડુએ કોવિડ-19 દરમિયાન લાગુ કરવામાં આવેલા લૉકડાઉન સહિત સંખ્યાબંધ પડકારો વચ્ચે પણ વિક્રમી પ્રમાણમાં કૃષિ ઉત્પાદન કરનારા ખેડૂત સમુદાયની કામગીરીને બિરદાવી હતી. તેમણે ખેડૂતોને 'અગ્ર હરોળના યોદ્ધાઓ' ગણાવતા કહ્યું હતું કે, ખેડૂતોએ કટોકટીના સમયમાં પણ દેશમાં આપણી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે.

તેમણે એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, 'અમૃત મહોત્સવ' આત્મનિર્ભર ભારતની લાગણી ફરી જાગૃત કરવા માટે અગ્રેસર બનવો જોઇએ. ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે, અમૃત મહોત્સવનો ઉદ્દેશ આપણી સ્વતંત્રતાના સંગ્રામના મહાન નાયકોને શ્રદ્ધાંજલી આપવા માટે છે અને તેમના આદર્શો તેમજ મૂલ્યોને સમર્પિત થવા માટે છે. તેમણે દાંડી કૂચની ઉજવણીમાં ભાગ લેનારા અને 25 દિવસમાં 385 કિલોમીટરનું અંતર પગપાળાં કાપનારા 81 સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. દાંડી કૂચ (1930)માં ભાગ લેનારા મોટાભાગના સહભાગીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના હતા તે બાબતનું અવલોકન કરતા શ્રી નાયડુએ નોંધ્યું હતું કે, મીઠાના સત્યાગ્રહની આ ચળવળે ભારતના યુવાનો અને મહિલાઓને સ્વતંત્રતાના સંગ્રામ તરફ ખેંચી જવાની ભૂમિકા નિભાવી હતી.

ગાંધીજીની સ્વતંત્રતાની પરિકલ્પના સમજાવતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેઓ માનતા હતા કે રાજકીય ગુલામીથી માત્ર આર્થિક શોષણ નથી થતું પરંતુ સાંસ્કૃતિક રીતે પણ તે સમાજને ખતમ કરી નાંખે છે. આથી, ગાંધીજીના સત્યાગ્રહનો ઉદ્દેશ માત્ર રાજકીય સ્વતંત્રતાનો ન હોતો પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક ઉત્કર્ષનો પણ હતો. શ્રી નાયડુએ ઉમેર્યું હતું કે, તેમણે હંમેશા અસ્પૃશ્યતા, સામુદાયિક સૌહાર્દ અને 'સ્વદેશી' જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

મહાત્મા ગાંધીએ 1931માં યંગ ઇન્ડિયામાં લખેલા એક લેખનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 'પૂર્ણ સ્વરાજ' ત્યાં સુધી પ્રાપ્ત ના થઇ શકે જ્યાં સુધી તવંગરોને મળતી સુવિધાઓ અને અધિકારીઓ દેશમાં ગરીબો સુધી પણ સમાન પ્રમાણમાં ના પહોંચે. આથી જ ગાંધીજીએ 'મીઠા' જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુને તેમના સત્યાગ્રહનો વિષય બનાવ્યો હતો.

છેલ્લા 75 વર્ષમાં રાષ્ટ્રએ કરેલી પ્રગતિ વિશે વાત કરતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, વર્ષોના આ સમય દરમિયાન, આપણે રાષ્ટ્રની એકતા અને અખંડિતાને વધુ મજબૂત કરી શક્યા છીએ, લોકશાહીની પ્રક્રિયામાં તમામ વર્ગોની સહભાગીતા સુનિશ્ચિત કરી શક્યા છીએ, આપણી જાતને ખાદ્યન્નના ઉત્પાદનમાં આત્મનિર્ભર કરી શક્યા છીએ, આરોગ્ય સૂચકાંકોમાં સુધારો આવ્યો છે અને દેશમાં ભૌતિક તેમજ ઇલેક્ટ્રોનિક માળખાકીય સુવિધાનું સર્જન પણ કરી શક્યા છીએ. તેમણે આ તમામ સિદ્ધિઓને પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ ગણાવી હતી.

દિવસના પ્રારંભમાં ઉપરાષ્ટ્રપતિએ પ્રાર્થના મંદિર ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને પ્રતિકાત્મક દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સૈફી વિલાની પણ મુલાકાત લીધી હતી જ્યાં ગાંધીજીએ 4 એપ્રિલ 1930ના રોજ રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારબાદ, શ્રી નાયડુએ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લીધી હતી જે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેનારા તમામ એક્ટિવિસ્ટ અને સહભાગીઓની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે. પોતાની મુલાકાતને યાદગાર ગણાવતા અને આ મુલાકાતને ખૂબ જ ભાવનાત્મક અનુભવ ગણાવતા શ્રી નાયડુએ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં આવા સ્મારકોનું નિર્માણ કરવાની જરૂરિયાત છે જેથી તેમના પરથી યુવા પેઢીને પ્રેરણા આપી શકાય અને તેમના આદર્શોને યુવા પેઢી અનુસરી શકે. તેમણે યુવાનોને દાંડી સ્મારકની મુલાકાત લેવા માટે અને આપણા 'રાષ્ટ્રપિતા'એ આપેલા સંદેશમાંથી પ્રેરણા મેળવવા માટે અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ ગુજરાત રાજ્ય હસ્તકળા વિકાસ નિગમના ઉત્પાદન જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન (GI TAG) પર વિશેષ પરબીડિયાં બહાર પાડ્યા હતા. તેમણે સિક્કિમ, છત્તીસગઢ અને ગુજરાતના લોક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગ, કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, સાંસદ શ્રી સી.આર. પાટીલ, ઉપરાષ્ટ્રપતિના સચિવ શ્રી આઇ.વી. સુબ્બારાવ, સાબરમતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સુદર્શન આયંગર સહિત અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે સંબોધનનો મૂળપાઠ આપ્યો છે

શ્રી વિજય રૂપાણીજી

માનનીય મુખ્યમંત્રી, ગુજરાત

શ્રી પ્રહલાદસિંહ પટેલ જી,

માનનીય કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃતિ રાજ્યમંત્રી

 

આઝાદીના અમૃત મહોત્સવના પાવન અવસર પર મહાત્મા ગાંધીજીની યુગ પ્રવર્તક દાંડી યાત્રાનું અનુસરણ કરનારા સ્વયંસેવક યાત્રી ગણ

ગણમાન્ય અતિથિગણ

મીડિયાના સાથીઓ,

બહેનો અને ભાઈઓ,

 

આપણી આઝાદીના પંચોતેર (75) વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આઝાદી, રાષ્ટ્રના ઈતિહાસમાં અમૃતમય ઘટના હતી. જેને યાદ કરવા માટે આજે આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. પંચોતેર (75) વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ તેમની પ્રતિભા અને પુરૂષાર્થથી રાષ્ટ્ર માટે અમૃત મંથન કર્યું છે.

અમૃત મહોત્સવ તેમની ઉપલબ્ધિઓનું ગૌરવ કરવા માટે છે. મહોત્સવ આપણા સ્વાધીનતા સંગ્રામના નાયકોના ત્યાગ અને તપસ્યા પ્રત્યે કૃતજ્ઞ સમ્માન પ્રગટ કરવા માટેનો છે. મહોત્સવ તેમના દ્વારા સ્થાપિત રાષ્ટ્રવાદી આદર્શો પ્રત્યે પોતાની જાતને સમર્પિત કરવા માટેનો છે. તેમના સપનાઓના ભવિષ્યના નવલા ભારતના નિર્માણ કરવા માટે છે.

મહોત્સવનો શુભારંભ, વર્ષે 12 માર્ચે પ્રધાનમંત્રીજીએ કર્યો. મહાત્મા ગાંધીની દાંડી યાત્રાની એકાણુંમી (91) વર્ષગાંઠ પર, ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી.

25 દિવસની પદયાત્રા આઝે સંપન્ન થઈ. દરમિયાન લગભગ ત્રણ સો પંચ્યાસી (385) કિલોમીટરની પદયાત્રા કરનારા, એક્યાસી (81) સ્વયંસેવી કાર્યકર્તાઓનું હાર્દિક અભિનંદન કરું છું.

શુભઅવસર પર 1930માં મહાત્માજીની સાથે ચાલનારા હજારો ભારતવાસીઓ પ્રત્યે નતમસ્તક છું, જે દેશના વિવિધ ક્ષેત્રોથી આવ્યા અને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં યાત્રામાં જોડાયા.

નહીં, દાંડી યાત્રાની પ્રેરણાથી દેશના વિવિધ ભાગોમાં સ્થાનીક સ્તર પર મીઠા સત્યાગ્રહ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો.

ઓડિશામાં રમા દેવી, સરલા દેવીજીના નેતૃત્વમાં સ્થાનિક મહિલાઓને મીઠા સત્યાગ્રહ કર્યો, તમિલનાડુમાં ચક્રવર્તી રાજગોપાલાચારીજીના નેતૃત્વમાં વેદારણ્યમમાં મીઠા સત્યાગ્રહ કરવામાં આવ્યો જેમાં રુક્મણિ લક્ષ્મીપતિએ ગિરફતારી વહોરી.

ગાંધીજીએ પોતે દાંડીની નજીક ધરસાના સોલ્ટ વર્ક્સ પર પ્રદર્શન કરવાની અપીલ કરી જેનું નેતૃત્વ કસ્તૂરબાજી તથા સરોજિની નાયડૂજીએ કર્યું. અવસર પર હું તે સૌ વિભૂતિઓની પુણ્ય સ્મૃતિને સાદર નમન કરું છું.

બહેનો અને ભાઈઓ,

મીઠા સત્યાગ્રહએ આપણા સ્વાધિનતા આંદોલનને નવી દિશા આપી.

ગાંધીજીનો રાષ્ટ્રવાદી ચિંતનનો સૌથી મહત્વપૂર્ણ પ્રયોગ હતો.

દેશભરમાં સાઈમન કમીશનના વિરોધમાં આક્રોશ હતો. જેની પ્રતિક્રિયામાં નહેરુ રિપોર્ટ પસાર કરવામાં આવ્યો જેમાં રત માટે ગણતંત્ર રાજ્ય (ડોમિનિયન સ્ટેટસ)ની માંગ કરવામાં આવી હતી. અંગ્રેજ સરકાર દ્વારા ગણતંત્ર રાજ્ય પર પણ આશ્વાસન અપાતા, ડિસેમ્બર 1929માં લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની ઘોષણા કરવામાં આવી હતી.

26 જાન્યુઆરી, 1930ના રોજ દેશભરમાં પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો, તિરંગો લહેરાવવામાં આવ્યો, શરાબ બંધી, અસ્પૃશ્યતાને સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી, સ્વદેશી અપનાવવા અને સાંપ્રદાયિક સૌહાર્દ કામ રાખવાની પ્રતિજ્ઞા લેવામાં આવી.

શ્રેણીની અગાઉની કડી હતી મીઠા સત્યાગ્રહ

સત્યાગ્રહને વિશ્વભરના પ્રેસમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. 1931માં અમેરિકાના પ્રસિદ્ધ ટાઈમ્સ પત્રિકાએ ગાંધીજીને Man of the Yearજાહેર કર્યા.

 

25 દિવસ સુદી લગભગ 385 કિલોમીટરન યાત્રા દરમિયાન ગાંધીજી 22 સ્થળો પર રોકાયા અને ત્યાંના સ્થાનિક સમુદાયોને સંબોધિત કર્યા.

તેમના સંબોધનમાં સમાજમાં અસ્પૃશ્યતાનો વિરોધ, સાંપ્રદાયિક સૌહાર્દ, સ્વદેશી જેવા વિષયો હતા.

79 સત્યાગ્રહીઓથી શરુ થયેલ દળ, દાંડી પહોંચતા પહોંચતા ઘણાં કિલોમીટર લાંબુ અભિયાન બની ગયું. તેમના માટે મીઠા સત્યાગ્રહ સામાન્ય નાગરિકને સ્વાધીનતા આંદોલન સાથે જોડવાનું માધ્યમ હતું.

2 માર્ચ, 1930ના રોજ લોર્ડ ઇરવિનને લખેલો પત્ર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ હતો જેમાં તેઓ ભારતમાં અંગ્રેજી શાસનને અભિશાપ જણાવતા હતા, તેમની આર્થિક અને કરનીતિની ખૂબ આલોચના કરતા હતા.

પરંતુ તેમના વિરોધ પ્રત્યે પણ આદરપૂર્વક પોતાની ભાષાનો પ્રયોગ, ગાંધીજીના પત્રોની વિશેષતા છે. પોતાના પત્રોમાં તેઓ લોર્ડ ઇરવિનને ડિયર ફ્રેન્ડલખીને સંબોધિત કરતા હતા.

તેમની અહિંસા માત્ર શારીરિક હિંસા સુધી સીમિત નહોતી પરંતુ વચન અને વિચારોમાં પણ અહિંસા જરૂરી હતી.

લોકતંત્રમાં ભાષા અને શબ્દોનો શિષ્ટાચાર જરૂરી હોય છે. ત્યારે લોકતંત્ર સ્વસ્થ અને સમર્થ બને છે.

ગાંધીજીના વિચારમાં રાજનૈતિક ગુલામી માત્ર આર્થિક શોષણ નહીં પરંતુ સમગ્ર સમાજની સંસ્કૃતિ બરબાદ પણ કરતી હતી.

ગાંધીજી ગુલામીના કારણે થયેલ રાષ્ટ્રની સાંસ્કૃતિક, નૈતિક અને ચારિત્ર્યિક પતનથી વધારે ચિંતિત હતા. અને તેમના સત્યાગ્રહનો ઉદ્દેશ, માત્ર રાજનૈતિક આઝાદી નહોતી પરંતુ રાષ્ટ્રનો નૈતિક અને ચારિત્ર્યિક ઉત્થાન હતો.

2 જાન્યુઆરી, 1937ના રોજ હરિજનમાં લખેલ તેમના લેખમાં ગાંધીજીએ પોતાના સ્વરાજની રૂપરેખા વર્ણવી હતી. તેઓ સ્વરાજનો એક વર્ગ વર્ણવે છે, જેમાં એક તરફ રાજનૈતિક આઝાદી છે તો બીજી તરફ આર્થિક આબાદી. ત્રીજી તરફ  સામાજિક નૈતિકતા છે ચોથી તરફ ધર્મ. ધર્મનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ છે. તેમના માટે ધર્મ કોઈપણ હોઈ શકે છે, હિન્દુ, ઈસ્લામ કે ક્રિશ્ચિયન. તેમના અનુસાર આમાંથી કોઈપણ ત્રિકોણ બગાડતું તો તે વર્ગ પોતાનો આકાર ખોઈ બેસશે.

ગાંધીજીનું સ્વરાજ, ગરીબનું સ્વરાજ માર્ચ, 1931માં યંગ ઈન્ડિયામાં લખેલ તેમના લેખમાં તેઓ માને છે કે જ્યાં સુધી ગરીબોની બધી જરૂરિયાતો, સુવિધાઓ પૂરી નથી થતી જે કોઈપણ ધનિકને મળે છે, ત્યાં સુધી સ્વરાજ, પૂર્ણ સ્વરાજ નથી. એટલે તેમણે મીઠા જેવી સામાન્ય પરંતુ રોજબરોજ માટેની જરૂરી વસ્તુનો પોતાના સત્યાગ્રહનો ઉદ્દેશ બનાવ્યો.

બહેનો અને ભાઈઓ,

મહાભારતમાં કહેવાયું છે મહાજનો યેન ગતઃ પંથા”.... એટલે કે જે પથ મહાપુરુષો દ્વારા બતાવાયો છે તેના પર ચાલવું જોઈએ. ગાંધીજીની દાંડી યાત્રા રાષ્ટ્રના જીવનમાં એવો અનુકરણીય પથ છે જે સચ્ચાઈ, સારપ અને ભલાઈના પ્રકાશથી પ્રકાશિત છે.

ગત 75 વર્ષોમાં રાષ્ટ્ર મહાત્માજી દ્વારા દેખાડેલા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસમાર્ગ પર ચાલ્યો છે. મંત્રમાં દાંડી યાત્રાના આદર્શોનું અનુસરણ કરવામાં આવ્યું છે.

1947નું ભારત આર્થિક રીતે શુષ્ક હતું, ધાર્મિક વિભાજને સમાજની એકતાને તોડી નાંખી હતી, સંપ્રભુતા પર આક્રમણ થયું હતું, રાજનૈતિક રીતે દેશ રજવાડાઓમાં વહેંચાયેલું હતું.

ગત 75 વર્ષોમાં આપણે દેશની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરી છે.

લોકતાંત્રિક વ્યવસ્થાએ સમાજના દરેક વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરી છે.

આર્થિક રીતે આપણા ખેડૂતોએ આપણને કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવ્યા છે.

ગરીબી નાબૂદી, સરેરાશ વય, બાળ મૃત્યુ દર, માતૃત્વ સુરક્ષા, સાક્ષરતા વગેરે સામાજિક માનકો પર આપણી ઉપલબ્ધિઓ આપણા માટે ગૌરવનો વિષય છે.

આપણે ગામડામાં માર્ગ, સંચાર અને સંપર્ક ક્રાંતિ લાવવામાં સફળ રહ્યા છીએ.

દરેક ગામડાંમાં વીજળી ઉપલબ્ધ થઈ રહી છે, હવે અમારા પ્રયત્નો છે દરેક ઘરમાં પેયજળ ઉપલબ્ધ હોય.

માત્ર સાક્ષરતા નથી વધી પરંતુ ઈનોવેશન અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ગાંધીજીના સંઘર્ષ, સંસ્થાનવાદી શાસનના શોષણથી મનુષ્યની પોતાની અંગત સ્વતંત્ર સંપ્રભુતાને બચાવવા માટે હતી. તેના માટે આત્મનિર્ભરતા અંગત સંપ્રભુતા, વ્યક્તિગત આઝાદીનો આધાર હતો. આઝાદી માટે આત્મનિર્ભર હોવું જરૂરી શરત છે.

આજે દેશ જીવનના દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. ઉદ્યમીઓ અને ઈનોવેશનની તક પ્રદાન કરવામાં આવી રહી છે. મહામારી દરમિયાન પણ દેશને આત્મનિર્ભર બનાવવા માટે એક નવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

આજે દેશમાં લગભગ 12500 નવા સ્ટાર્ટ અપ ઉદ્યમી છે. કરમાં છૂટ ઉપરાંત કેટલાક પસંદ કરાયેલા ઉદ્યોગોને રાજકોષમાંથી સહાય આપવામાં આવી રહી છે. બધા પગલાંથી દેશમાં વિદેશી રોકાણ પણ વધ્યું છે.

અહીં ધ્યાનમાં લેવું જરૂરી છે કે આજે આપણે એક સશક્ત સંપ્રભૂતાપૂર્ણ, સ્વતંત્ર રાષ્ટ્ર છીએ. આપણે વિદેશી મૂડી રોકાણ, વિદેશી તકનીકથી આશંકિત ના થવું જોઈએ જો કે આત્મ વિશ્વાસની સાથે તેને અપનાવવું જોઈએ. આપણી પોતાનો સ્વતંત્ર નીતિગત નિર્ણય છે. આજે વિવિધ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ભારતની આર્થિક પ્રગતિને લઈને આશાવાદી છે. વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ માટે ઉત્સુક છે.

કોરોના કાળમાં જોકે કેટલીક હદ સુધી લોકોએ પોતાની અંગત સ્વતંત્રતા ગુમાવી તો પણ પડકારે આપણને આત્મનિર્ભરતાનો નવો પાઠ પણ શીખવાડ્યો.

ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પીપીઈ કિટ, વેન્ટીલેટર અને દવાઓનું નિર્માણ દેશમાં મોટા પાયા પર કરવામાં આવ્યું. રોક્રડ સમયમાં આપણા વૈજ્ઞાનિકોએ નવી વેક્સિન વિકસિત પણ કરી અને મોટા પ્રમાણમાં વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

દેશભરમાં 7 કરોડ થી વધુ રસી આપવામાં આવી ચૂકી છે. ગત એક વર્ષમાં ચિકિત્સા ક્ષેત્રમાં આપણી આત્મ નિર્ભરતા વધવાના કારણે સંભવ થઈ શક્યું છે.

વસુધૈવ કુટુંબકમ્ ના આપણા સનાતન આદર્શને અનુરુપ, આપણી આત્મ નિર્ભરતાનો અર્થ વિશ્વ વ્યવસ્થાથી દૂર ભાગવાનો નથી પરંતુ વિશ્વના કલ્યાણનો છે. આજે વેક્સિન મૈત્રી અંતર્ગત ભારત 53 થી વધુ દેશો, ખાસ કરીને પડોશી દેશો અને વિકાસશીલ દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ડબલ્યુએચઓએ ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતાને વિશ્વ માટે જરૂરી જણાવી છે.

સંતોષનો વિષય છે કે પડકારોના સમયમાં પણ દેશ ગાંધીજીની નૈતિકતાનું અનુસરણ કરી રહ્યો છે. જેનાથી વિશ્વમાં આપણી પ્રતિષ્ઠા વધી છે.

અમૃત મહોત્સવ, સ્વાધીનતા આંદોલનના આદર્શોની પૃષ્ઠભૂમિમાં આપણી ઉપલબ્ધિઓનું આંકલન કરવાની પણ તક હશે. અમૃત મહોત્સવના પાંચ સ્તંભ છે, આઝાદીનું આંદોલન, 75 પર વિચારો, 75ની ઉપલબ્ધિઓ, 75ની ક્રિયા, 75નું સમાધાન.

મને વિશ્વાસ છે કે ગત દશકમાં દેશી ઉપલબ્ધિઓ, આપણા રાષ્ટ્રીય નાયકોની અપેક્ષાઓને અનુરુપ રહી છે. આપણી આઝાદીના સંઘર્ષની પુણ્ય વિરાસત છે, જેને આપણે સંરક્ષિત રાખવાની છે અને વધારવાની છે. મને વિશ્વાસ છે કે અવસર પર ભારત@ 2047અંતર્ગત આપણે આઝાદીના 100 વર્ષ પર, એક નવા ભારતની રૂપરેખા પણ તૈયાર કરીશુ અને આગામી 25 વર્ષમાં તેને પૂર્ણ પણ કરીશું.

પ્રિય બહેનો અને ભાઈઓ,

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા 75 અઠવાડિયાનો મહોત્સવઆઝાદી કા અમૃત મહોત્સવનો શુભારંભ કર્યો હતો, ત્યારે તેમણે છેલ્લાં 75 વર્ષમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં કરેલી ઝડપથી પ્રગતિની ઉજવણી કરવાના એક ઉત્સવની શરૂઆત કરી હતી.

મહોત્સવ આપણને વિશ્વના દેશોની હરોળમાં ભારતને ઉચિત સ્થાન ફરી અપાવવા માટે આપણી અંદર રહેલી છૂપી ક્ષમતાઓને પીછાણવા અને ગંભીરતાપૂર્વક, તાલમેળ સ્થાપિત કરવા પ્રોત્સાહન આપે છે.

બહેનો અને ભાઈઓ,

આજે દાંડીકૂચનું સમાપન થયું છે, જેની ઉજવણી કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં હું સામેલ થયો છે. બદલ હું ગર્વની લાગણી અનુભવું છું.

ઘણી વાર જ્યારે દેશની સફરના ઇતિહાસના મૂળિયા તરફ જઈએ છીએ, ત્યારે આપણને ઐતિહાસિક ક્ષણોનો ભેટો થાય છે, જેણે ઇતિહાસના પ્રવાહને પલટી નાંખ્યો છે. મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીકૂચ પ્રકારનું એક ઐતિહાસિક સીમાચિહ્ન છે, જે બ્રિટિશ શાસન સામે સવિનય કાનૂનભંગ માટે બાપૂની અહિંસક લડતનું મહાન ઉદાહરણ છે.

આપણે આપણી ઉપલબ્ધિઓની ઉજવણી કરીએ છીએ અને આપણા વિકાસની સફરમાં પડકારોને ઝીલવા માટે સજ્જ હોવાથી ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓને સંદેશ આપણને આપણે જે ભારતનું સ્વપ્ન જોયું છે ભારતનું નિર્માણ કરવા ખભેખભો મિલાવીને કામ કરવા પ્રેરણા પ્રદાન કરે છે.

એવું ભારત છે, જેનું સ્વપ્ન આપણા સ્વતંત્રતાસેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓએ જોયું હતું.

એવું ભારત છે, જેનું નિર્માણ આપણી સરકારોએ કર્યું છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત છે, એક ભારત છે અને શ્રેષ્ઠ ભારત છે. સ્વસ્થ, શિક્ષિત, જાગ્રત, આત્મનિર્ભર ભારત છે. એવું ભારત છે, જે પોતાના વિવિધ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે. એવું ભારત છે, જે મજબૂત હોવાની સાથે અહિંસાના માર્ગે અગ્રેસર છે.

એવું ભારત છે, જે અન્ય દેશો સાથે પોતાની સમૃદ્ધિને વહેંચે છે. એવું રાષ્ટ્ર છે, જે બંધારણીય મૂલ્યોને જાળવે છે અને એના લોકતાંત્રિક મૂળિયાઓને પ્રોત્સાહન આપે છે.

આપણા બંધારણીય મૂલ્યોને જાળવવા આપણા લોકોના વિકાસ અને કલ્યાણ પ્રત્યે ઊંડી કટિબદ્ધતા છે, કારણ કે સરકારનો સિદ્ધાંત સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ છે અને એની કામગીરીમાં અતિ સ્પષ્ટ છે.

આપણા ઇતિહાસમાં વિદેશી શાસનમાંથી આઝાદી મેળવવી મહાન ક્ષણ હતી. વળી આપણે આઝાદી અહિંસાના માર્ગે મેળવી વધારે નોંધપાત્ર સીમાચિહ્ન હતું.

અત્યારે દાંડીકૂચનું પુનઃઆયોજન પ્રતીકાત્મક રીતે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે આપણે વિવિધ પડકારોનો સામનો કરીએ છીએ, ત્યારે એક રાષ્ટ્ર તરીકે આપણી એક રહેવાની ક્ષમતાની કસોટી થઈ છે. આપણે આપણી એકતાના બળે વિકાસના માર્ગે ખભેખભો મિલાવવા સક્ષમ છીએ, જેના આપણે ઘણા સકારાત્મક પરિણામો મળ્યાં છે.

આપણે માર્ગ પર અગ્રેસર થવાનું જાળવી રાખીશું, આત્મવિશ્વાસ સાથે એક પછી એક પગલાં લઈશું, એક પછી એક યોગ્ય ડગલું ભરીશું અને એકબીજાના સથવારે ઉચિત કામગીરી કરીશું.

આપણે આપણી એકતાને આપણી દીવાદાંડી, આપણું પ્રેરકબળ બનાવવું પડશે, કારણ કે આપણે એકબીજાના સાથસહકારમાં આપણા પ્રયાસોને વધારીશું કે મંથન કરીશું, જેમાંથી આપણનેઅમૃતમળશે. અમૃતનું બુંદ આપણા દેશમાં દરેક નાગરિક સુધી પહોંચાડવું પડશે.

અમૃત મહોત્સવથી આત્મનિર્ભર ભારતની, દેશના પુનર્જાગરણના નવા યુગની શરૂઆત થવી જોઈએ.

કોરોનાવાયરસ રોગચાળાએ આપણી ક્ષમતા, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાના જુસ્સાની કસોટી કરી છે. પીપીઇ કિટથી સર્જિકલ ગ્લોવ્સ, ફેસ માસ્ક અને સેનિટાઇઝર, વેન્ટિલેટર અને રસીનું ઉત્પાદન કરવામાં આપણા સંશોધકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓએ રોગચાળાના કટોકટીના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કર્યું હતું.

આપણે જુસ્સા સાથે હવે આગળ વધવું પડશે.

જ્યારે ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અહીંથી દુનિયાભરના દેશોમાં મોટી સંખ્યામાં રસીનો પુરવઠો પણ પહોંચી રહ્યો છે.

આપણનેવસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે અન્ય દેશોની સેવા કરવાનો સંતોષ છે.

ખરું અમૃત છે, સાચું સાર્વત્રિક વિઝન છે, જે આપણને વારસામાં મળ્યું છે.

વિઝનને આપણે વાસ્તવિકતામાં પરિવર્તિત કરીશું, આપણે આપણી મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા એને પવિત્ર અભિયાન બનાવીશું. અમૃત મહોત્સવ આપણને અને આપણા દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.

ધન્યવાદ.

જય હિંદ!

SD/GP/JD


(Release ID: 1709884) Visitor Counter : 747