સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં સતત દૈનિક ધોરણે નવા કેસોમાં તીવ્ર ઉછાળો નોંધાઇ રહ્યો છે
દેશમાં રસીકરણ કવાયત અંતર્ગત રસીના 6.5 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા
આજથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોવિડ-19 વિરોધી રસીકરણનો આરંભ
Posted On:
01 APR 2021 11:31AM by PIB Ahmedabad
દેશમાં આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોવિડના દૈનિક ધોરણે નોંધાતા નવા કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા કેસોમાંથી 84.61% દર્દીઓ આ આઠ રાજ્યોમાંથી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 72,330 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
દૈનિક ધોરણે 39,544 નવા કેસોની સંખ્યા સાથે મહારાષ્ટ્રમાં સર્વાધિક લોકો એક દિવસમાં સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં વધુ 4,563 જ્યારે કર્ણાટકમાં વધુ 4,225 કેસ નોંધાયા છે.
નીચે આપેલા આલેખ અનુસાર, દસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા સતત વૃદ્ધિનું વલણ દર્શાવી રહી છે.
હાલમાં ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ 5,84,055 નોંધાયું છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 4.78% છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સક્રિય કેસોના ભારણમાં 31,489 દર્દીઓનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે.
પાંચ રાજ્યો - મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ અને પંજાબમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 78.9% દર્દીઓ હોવાનું નોંધાયું છે. દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 61%થી વધારે કેસોનું ભારણ માત્ર મહારાષ્ટ્રમાં છે.
નીચે આપેલો આલેખ કુલ પરીક્ષણોમાંથી RT-PCR પરીક્ષણોની સંખ્યા ઓછી હોય તેવા રાજ્યોની સ્થિતિ દર્શાવી રહ્યો છે. કેન્દ્ર દ્વારા આવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના RT-PCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરીને કુલ પરીક્ષણોમાંથી 70%થી વધુ સુધી લઇ જવાની સલાહ આપવામાં આવી છે.
કોવિડ-19 વિરોધી રસીકરણના આગામી તબક્કાનો આજથી પ્રારંભ થયો છે જેમાં 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણ કવાયત અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 10,86,241 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 6.5 કરોડથી વધારે (6,51,17,896) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 82,60,293 HCWs (પ્રથમ ડોઝ), 52,50,704 HCWs (બીજો ડોઝ), 91,74,171 FLWs (પથમ ડોઝ) અને 39,45,796 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના ચોક્કસ સહ-બીમારી ધરાવતા હોય તેવા 78,36,667 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 17,849 લાભાર્થી (બીજો ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 3,05,12,070 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 1,20,346 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
82,60,293
|
52,50,704
|
91,74,171
|
39,45,796
|
78,36,667
|
17,849
|
3,05,12,070
|
1,20,346
|
6,51,17,896
|
દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના 75મા દિવસે (31 માર્ચ 2021) રસીના કુલ 20,63,543 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 39,484 સત્રોનું આયોજન કરીને 17,94,166 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,69,377 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 31 માર્ચ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
44,054
|
31,179
|
1,25,754
|
1,55,329
|
4,83,710
|
11,025
|
11,40,648
|
71,844
|
17,94,166
|
2,69,377
|
ભારતમાં કોવિડ-19 વિરોધી રસીકરણના કુલ કવરેજનો ચિતાર નીચે દર્શાવ્યા અનુસાર છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,14,74,683 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 93.89% છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 40,382 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 459 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
કુલ દૈનિક મૃત્યુઆંકમાંથી 83.01% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (227) નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં 55 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એક પણ કિસ્સો નોંધાયો નથી. આમાં ચંદીગઢ, ઝારખંડ, ઓડિશા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, પુડુચેરી, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1708959)
Visitor Counter : 297