સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં સતત દૈનિક ધોરણે મોટી સંખ્યામાં કોવિડના નવા કેસો નોંધાઇ રહ્યાં છે
દેશભરમાં કોવિડ રસીકરણ અંતર્ગત રસીના 6.1 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા
Posted On:
30 MAR 2021 11:40AM by PIB Ahmedabad
દેશમાં છ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસો મોટી સંખ્યામાં નોંધાવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસોમાંથી 78.56% નવા કેસ આ છ રાજ્યોમાં જ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 56,211 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 31,643 કેસ પોઝિટીવ આવ્યા છે. તે પછીના ક્રમે, પંજાબમાં નવા 2,868 જ્યારે કર્ણાટકમાં નવા 2,792 કેસ પોઝિટીવ નોંધાયા છે.
નીચે દર્શાવ્યા અનુસાર, દસ રાજ્યોમાં દૈનિક ધોરણે સતત નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિનું વલણ જોવા મળે છે.
ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 5,40,720 નોંધાયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 4.47% છે. છેલ્લા 24 કલાકમાં પોઝિટીવ કેસોના ભારતમાં 18,912 દર્દીઓનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે.
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 79.64% દર્દીઓ હોવાનું નોંધાયું છે. દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 62%થી વધારે કેસો સાથે મહારાષ્ટ્ર સૌથી અગ્રેસર છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 10,07,091 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 6.11 કરોડથી વધારે (6,11,13,354) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 81,74,916 HCWs (પ્રથમ ડોઝ), 51,88,747 HCWs (બીજો ડોઝ), 89,44,742 FLWs (પથમ ડોઝ) અને 37,11,221 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 68,72,483 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 405 લાભાર્થી (બીજો ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,82,19,257 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 1583 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
81,74,916
|
51,88,747
|
89,44,742
|
37,11,221
|
68,72,483
|
405
|
2,82,19,257
|
1583
|
6,11,13,354
|
દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના 73મા દિવસે (29 માર્ચ 2021) રસીના કુલ 5,82,919 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 14,608 સત્રોનું આયોજન કરીને 5,51,164 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 31,755 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 29 માર્ચ,2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
17,919
|
10,682
|
32,629
|
19,085
|
1,41,260
|
405
|
3,59,356
|
1,583
|
5,51,164
|
31,755
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,13,93,021 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 94.19% છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 37,028 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
SD/GP/JD
(Release ID: 1708388)
Visitor Counter : 261
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam