પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં હરિ મંદિરની મુલાકાત લીધી અને સામુદાયિક સ્વાગત કાર્યક્રમમાં સામેલ થયા

Posted On: 27 MAR 2021 6:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DTC2.jpg

 

પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી હતી, જ્યાંથી શ્રી શ્રી હરિ ચંદ ઠાકુરજીએ સામાજિક સુધારાનો તેમનો પવિત્ર સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભારત અને બાંગ્લાદેશ તેમના વિકાસ અને તેમની પ્રગતિ દ્વારા આખી દુનિયાના વિકાસને જોવા ઇચ્છે છે. બંને દેશો દુનિયામાં અસ્થિરતા, આતંક અને અરાજકતાના સ્થાને સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે. આ જ મૂલ્યો આપણને શ્રી શ્રી હરિ ચંદ ઠાકુરજીએ આપ્યાં હતાં.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TSK0.jpg

 

 

પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ભારત સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના મંત્ર સાથે આગેકૂચ કરી રહ્યો છે અને બાંગ્લાદેશ શોહોજાત્રીના મંત્ર સાથે અગ્રેસર છે. સાથે સાથે બાંગ્લાદેશ દુનિયા સામે વિકાસ અને પરિવર્તનનું મજબૂત ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યો છે અને આ પ્રયાસોમાં ભારત બાંગ્લાદેશનો શોહોજાત્રી (સાથીદાર કે સહયાત્રી) છે.

પ્રધાનમંત્રીએ કેટલીક જાહેરાતો કરી હતી, જેમાં ઓરોકાંડીમાં કન્યાઓ માટે હાલની માધ્યમિક શાળાને અપગ્રેડ કરવાની તથા પ્રાથમિક શાળા સ્થાપિત કરવાની જાહેરાતો સામેલ છે. પ્રધાનમંત્રીએ એ ઉલ્લેખ પણ કર્યો હતો કે, ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ઓરાકાંડીમાં શ્રી શ્રી હરિ ચંદ ઠાકુરની જન્મજયંતિના પ્રસંગે બરુની સ્નાનમાં સામેલ થવા માટે પ્રવાસ કરે છે તથા તેમના પ્રવાસને વધારે સરળ બનાવવા માટે વધુ પ્રયાસો થઈ રહ્યાં છે.

SD/GP/JD



(Release ID: 1708104) Visitor Counter : 240