સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં નવા કેસોમાં તીવ્ર વધારો; દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કોવિડ-19ના 81% કેસ આ રાજ્યોમાં


દેશભરમાં કોવિડ વિરોધી રસીના 5.31 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં 23 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા

Posted On: 25 MAR 2021 11:32AM by PIB Ahmedabad

મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાત આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 80.63% કેસ આ રાજ્યોમાં જ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 53,476 દર્દીઓ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટી થઇ છે.

દૈનિક ધોરણે સર્વાધિક કેસોની સંખ્યામાં દેશભરમાં મહારાષ્ટ્ર ટોચે છે જ્યાં એક દિવસમાં વધુ 31,855 (59.57%) કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં નવા 2,613 જ્યારે કેરળમાં નવા 2,456 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UHHW.jpg

 

 

અહીં દર્શાવ્યા અનુસાર દસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GMPZ.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030XOM.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 3.95 લાખથી વધારે (3,95,192) નોંધાયું છે જે દેશમાં કુલ પોઝિટીવ કેસોમાંથી 3.35% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 26,735 દર્દીનો ચોખ્ખો વધારો નોંધાયો છે.

દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 74.32% દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ આ ત્રણ રાજ્યોમાં જ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના કુલ સક્રિય કેસોમાંથી 62.91% દર્દીઓ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FC2K.jpg

દેશમાં આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 8,61,292 સત્રોનું આયોજન કરીને કુલ 5.31 કરોડ (5,31,45,709) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

આમાં 79,80,849 HCWs (પ્રથમ ડોઝ), 50,61,790 HCWs (બીજો ડોઝ), 84,78,478 FLWs (પથમ ડોઝ) અને 32,37,381 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના ચોક્કસ સહ-બીમારી ધરાવતા હોય તેવા 51,31,949 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,32,55,262 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

79,80,849

50,61,790

84,78,478

32,37,381

51,31,949

2,32,55,262

5,31,45,709

 

દેશમાં રસીકરણ કવાયતના 68મા દિવસે (24 માર્ચ 2021) રસીના કુલ 23 લાખથી વધારે (23,03,305) ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 38,243 સત્રોનું આયોજન કરીને કુલ 21,13,323 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 1,89,982 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 24 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

 

62,761

41,344

1,16,351

1,48,638

4,32,773

15,01,438

21,13,323

1,89,982

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કુલ (5,31,45,709) ડોઝ માંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આવ્યા છે જેની વિગતવાર માહિતી નીચે દર્શાવ્યા અનુસાર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0058HYK.jpg

 

ભારતમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,12,31,650 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 95.28% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 26,490 દર્દીઓ સાજા થયા છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત આજે 10,836,458 નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 251 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

દૈનિક ધોરણે નોંધાયેલા 78.49% મૃત્યુ છ રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક (95) નોંધાયો છે. તે પછીના ક્રમે છેલ્લા 24 કલાકમાં પંજાબમાં વધુ 39 અને છત્તીસગઢમાં વધુ 29 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0066M0B.jpg

14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ગોવા, ઉત્તરાખંડ, ઓડિશા, લક્ષદ્વીપ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ છે.

SD/GP/JD



(Release ID: 1707472) Visitor Counter : 209