સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો
કેબિનેટ સચિવ કેસોની સંખ્યામાં વધારો થતો હોય તેવા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા કરશે
Posted On:
27 FEB 2021 11:46AM by PIB Ahmedabad
ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 1,59,590 સુધી પહોંચ્યું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોનું ભારણ 1.44% છે.
છ રાજ્યો- મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસો નોંધાવાનું ચાલુ છે જ્યાં નવા 8,333 કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં વધુ 3,671 જ્યારે પંજાબમાં નવા 622 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 16,488 કેસ પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલા 85.75% કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે વધારાનું વલણ જોવા મળી રહ્યું છે.
છેલ્લા બે અઠવાડિયામાં કેરળમાં સક્રિય કેસોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયા છો જે 14 ફેબ્રુઆરી 2021ના રોજ 63,847માંથી ઘટીને આજે 51,679 થઇ ગયા છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં સમાન સમયગાળામાં સક્રિય કેસોની સંખ્યામાં સર્વાધિક વધારો નોંધાયો છે જ્યાં 14 ફેબ્રુઆરીએ 34,449 કેસોમાંથી આજે વધીને 68,810 કેસ થઇ ગયા છે.
તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, જમ્મુ અને કાશ્મીર તેમજ પશ્ચિમ બંગાળ સહિત જ્યાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યાં છે તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેબિનેટ સચિવ આજે સમીક્ષા કરશે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 2,92,312 સત્રોમાં 1,42,42,547 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 66,68,974 HCW (1લો ડોધ), 24,53,878 HCW (2જો ડોઝ) અને 51,19,695 FLW (1લો ડોઝ) સામેલ છે.
રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ પ્રાપ્ત કર્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021થી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
કુલ રસી લેનારા લાભાર્થી
|
1લો ડોઝ
|
2જો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
6,134
|
2,422
|
8,556
|
2
|
આંધ્રપ્રદેશ
|
5,29,607
|
1,39,337
|
6,68,944
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
25,379
|
6,741
|
32,120
|
4
|
આસામ
|
1,95,906
|
27,675
|
2,23,581
|
5
|
બિહાર
|
5,60,158
|
79,212
|
6,39,370
|
6
|
ચંદીગઢ
|
20,890
|
1,712
|
22,602
|
7
|
છત્તીસગઢ
|
3,77,834
|
51,791
|
4,29,625
|
8
|
દાદરા અને નગર હવેલી
|
5,352
|
432
|
5,784
|
9
|
દમણ અને દીવ
|
2,371
|
287
|
2,658
|
10
|
દિલ્હી
|
3,72,906
|
37,053
|
4,09,959
|
11
|
ગોવા
|
18,722
|
2,072
|
20,794
|
12
|
ગુજરાત
|
8,33,722
|
1,67,448
|
10,01,170
|
13
|
હરિયાણા
|
2,21,841
|
71,983
|
2,93,824
|
14
|
હિમાચલ પ્રદેશ
|
1,01,504
|
20,924
|
1,22,428
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
2,40,817
|
16,255
|
2,57,072
|
16
|
ઝારખંડ
|
2,84,371
|
23,837
|
3,08,208
|
17
|
કર્ણાટક
|
6,04,954
|
2,13,768
|
8,18,722
|
18
|
કેરળ
|
4,82,445
|
1,04,866
|
5,87,311
|
19
|
લદાખ
|
9,226
|
829
|
10,055
|
20
|
લક્ષદ્વીપ
|
2,368
|
710
|
3,078
|
21
|
મધ્યપ્રદેશ
|
6,50,684
|
1,60,632
|
8,11,316
|
22
|
મહારાષ્ટ્ર
|
10,41,947
|
1,60,233
|
12,02,180
|
23
|
મણીપુર
|
52,420
|
2,545
|
54,965
|
24
|
મેઘાલય
|
30,465
|
1,726
|
32,191
|
25
|
મિઝોરમ
|
21,997
|
5,659
|
27,656
|
26
|
નાગાલેન્ડ
|
29,806
|
5,497
|
35,303
|
27
|
ઓડિશા
|
4,60,554
|
1,58,267
|
6,18,821
|
28
|
પુડુચેરી
|
9,920
|
1,224
|
11,144
|
29
|
પંજાબ
|
1,54,449
|
36,351
|
1,90,800
|
30
|
રાજસ્થાન
|
7,98,447
|
2,24,760
|
10,23,207
|
31
|
સિક્કિમ
|
16,951
|
1,361
|
18,312
|
32
|
તમિલનાડુ
|
3,88,896
|
56,432
|
4,45,328
|
33
|
તેલંગાણા
|
2,89,772
|
1,30,019
|
4,19,791
|
34
|
ત્રિપુરા
|
89,449
|
21,529
|
1,10,978
|
35
|
ઉત્તરપ્રદેશ
|
11,70,925
|
3,10,058
|
14,80,983
|
36
|
ઉત્તરાખંડ
|
1,42,340
|
19,446
|
1,61,786
|
37
|
પશ્ચિમ બંગાળ
|
9,61,416
|
1,44,765
|
11,06,181
|
38
|
અન્ય
|
5,81,724
|
44,020
|
6,25,744
|
કુલ
|
1,17,88,669
|
24,53,878
|
1,42,42,547
|
રસીકરણ કવાયતના 42મા દિવસે (27 ફેબ્રુઆરી 2021) કુલ 7,64,904 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આમાંથી 3,49,020 લાભાર્થીને 13,397 સત્રમાં પ્રથમ ડોઝ (HCW અને FLW) આપવામાં આવ્યો હતો જ્યારે 4,20,884 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
ભારતમાં આપવામાં આવેલા કુલ રસીના બીજા ડોઝમાંથી 62.75% લોકોનું રસીકરણ આઠ રાજ્યોમાં થયું છે. સમગ્ર ભારતમાં કુલ રસીના બીજા ડોઝમાંથી ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 12.64% (3,10,058) ડોઝ આપવામાં આવ્યા છે.
9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણી કરવામાં આવેલા કુલ આરોગ્ય સંભાળ કર્મચારીઓમાંથી 60%ને રસી આપવામાં આવી છે. આમાં અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા, લદાખ, ચંદીગઢ, નાગાલેન્ડ, પંજાબ અને પુડુચેરી છે.
12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણી કરાવનારા 65%થી વધારે અગ્ર હરોળના કર્મચારીઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમાં લદાખ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, ગુજરાત, લક્ષદ્વીપ, રાજસ્થાન, કેરળ, દાદરા અને નગર હવેલી છે.
12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણી કરવામાં આવેલા કુલ અગ્રહરોળના કર્મચારીઓમાંથી 40% કરતાં ઓછા લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમાં પુડુચેરી, આંદામાન અને નિકોબારના ટાપુઓ, મેઘાલય, આસામ, તમિલનાડુ, મણીપુર, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, પંજાબ, નાગાલેન્ડ, ગોવા અને મિઝોરમ છે.
કુલ 1.07 કરોડ (1,07,63,451) લોકો આજદિન સુધીમાં સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12,771 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. ભારતમાં સાજા થવાનો દર 97.17% છે જે દુનિયામાં સર્વાધિક પૈકી એક છે.
નવા સાજા થયેલા 84.79% દર્દીઓ છ રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 4,936 દર્દી સાજા થયા છે. તે પછીના ક્રમે, 24 કલાકમાં કેરળમાં વધુ 4,142 જ્યારે કર્ણાટકમાં વધુ 642 દર્દી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં 113 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 82.3% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (48) દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત, પંજાબમાં વધુ 15 અને કેરળમાં વધુ 14 દર્દીના મૃત્યુ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
સત્તર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ગુજરાત, ઓડિશા, ચંદીગઢ, ઝારખંડ, હિમાચલપ્રદેશ, પુડુચેરી, મણીપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, આંદામાન અને નિકોબારના ટાપુઓ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1701308)
|