પ્રધાનમંત્રીનું કાર્યાલય

2025 સુધીમાં ભારતને TB મુક્ત કરવાનું પ્રધાનમંત્રીનું સપનું


ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં ક્ષયરોગ વિરોધી જન આંદોલનના પ્રારંભની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ

“અમે 2021ને ક્ષયરોગનું વર્ષ બનાવવા માંગીએ છીએ”

Posted On: 24 FEB 2021 6:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં આજે ક્ષયરોગ વિરોધી જન આંદોલનના પ્રારંભ અંગે સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને અન્ય વિભાગ સહભાગીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમર્થન, કમ્યુનિકેશન અને સામાજિક એકત્રીકરણ (ACSM)ને સમાવતી એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકના પ્રારંભમાં ડૉ. હર્ષવર્ધને ટીબી રોગના નિવારણ માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદીકરણ કાર્યક્રમ (NTEP)અંતર્ગત લેવામાં આવેલા વિવિધ પગલાંઓ રેખાંકિત કર્યા હતા જેને હકારાત્મક કાર્યો અને સંસાધનો બંનેનું મજબૂત પીઠબળ છે. મંત્રીશ્રીએ દર્દીઓ ક્યાં સંભાળ લઈ રહ્યાં છે તેને ધ્યાનમાં રાખ્યા વગર તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં આપવામાં આવતી ઉચ્ચ ગુણવત્તાની ટીબીની સારવારમાં જોવા મળેલી પ્રચંડ પ્રગતિને રેખાંકિત કરતી વખતે કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે 2021ના વર્ષને ટ્યૂબેરક્યૂલોસિસ (ક્ષય રોગ)નું વર્ષ બનાવવામાં આવે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રગતિ સેવાઓની મોટી માંગ ઉભી કરવામાં, આ બીમારી સાથે સંકળાયેલી કલંકને દૂર કરવામાં અને 2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

આ બીમારીને સર્વગ્રાહી રીતે નિયંત્રણમાં લેવા માટે નવતર અભિગમ અને ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રવેગિત અને ટકાઉક્ષમ ધ્યાન આપવાની બાબતની જરૂરિયાતનું મહત્વ સમજાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદીકરણ કાર્યક્રમ અંતર્ગત ટીબી વ્યવસ્થાપન અને સેવા પહોંચાડવાનું કાર્ય વધુ મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે, જો વ્યાપક વસ્તી સમુદાય લોકશાહીના મૂળ સત્વ અને જન આંદોલનની લાગણીનો ઉપયોગ કરીને જાગૃતિ ફેલાવે, તેમના સમુદાયોમાં આરોગ્ય સંભાળની માંગની વર્તણૂકને પ્રોત્સાહન આપે અને ટીબી સાથે જોડાયેલા કલંકને દૂર કરે, તો આ બીમારી સામેની ચળવળને ચોક્કસ સફળતા મળી શકે. તેમણે મહત્તમ લોકો સુધી ઝડપથી પહોંચવું, ટીબી સામેની પ્રતિક્રિયાના વિવિધ તબક્કાઓ પર સમુદાયોની અને સમુદાય આધારીત સમૂહોની સંપૂર્ણ સહભાગીતા અને સહકાર સુનિશ્ચિત કરવો વગેરેને આ ચળવળ આધારસ્તંભ ગણાવીને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

કોવિડ-19 વ્યવસ્થાપન કે જેમાં ભારત માત્ર આ મહામારીને સફળતાપૂર્વક નિયંત્રણમાં જ નથી લીધી પરંતુ ઉકેલો, નિદાન અને રસી માટે દુનિયા અત્યારે ભારત સામે આશાની નજર રાખીને બેઠી છે તેવી સ્થિતિમાં ઉદયમાન થવા સુધીની સફળતાથી શીખવા મળેલા બોધપાઠ પરથી પ્રેરણા લઇને ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, મહામારીએ સચોટ માહિતી અને યોગ્ય વર્તણૂક તેમજ સ્વચ્છતાની આદતો માટેની ઝંખના ઉભી કરવામાં કેન્દ્રિત અને સઘન સંદેશા પ્રસારની ભૂમિકા પર ફરી ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે. તેની જેમ જ ટીબીના લક્ષણો અંગે સમગ્ર દેશમાં સંદેશા પ્રસાર દ્વારા સૂચનાનું સ્તર ઉપર લાવી શકાય અને ખાસ કરીને દેશમાં ટીબીના ચેપને નિયંત્રણમાં લાવવા સંબંધિત સાવચેતીરૂપ વર્તણૂક અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય. તેમણે દિલ્હીના આરોગ્યમંત્રી તરીકે પોલિયો વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાં ફરી યાદ કર્યા હતા જેમાં આસપાસની કેમિસ્ટની દુકાનોને સહભાગી બનાવવામાં આવી હતી.

તેમણે રાષ્ટ્રીય ટેકનિકલ સહાય એકમ (NTSU) પર ચર્ચાની અધ્યક્ષતા કરી હતી જે ભારત સરકારના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પ્રયાસોને સમર્થન આપવા માટે વિકાસ ભાગીદારો સાથે સહયોગમાં ઉભું કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેથી ટીબી કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ વિવિધ સેવાઓની માંગ ઉભી કરવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ સમર્થન અને કમ્યુનિકેશનના અભિગમનો અમલ કરીને પાયાના સ્તર પર આ કાર્યક્રમને પહોંચાડવાની કામગીરી વધુ મજબૂત કરવામાં મદદ મળી શકે.

ટીબી કાર્યક્રમ સાથે કામ કરી રહેલા વિકાસ ભાગીદારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કાર્યોના પ્રભાવ અંગે માહિતી આપી હતી અને જન આંદોલન ચળવળમાં સહકાર આપવા માટે તેમના આયોજનો વિશે જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, અધિક સચિવ (આરોગ્ય) શ્રીમતી આરતી આહુજા, DGHS ડૉ. સુનિલ કુમાર અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભારત (WHO)ના દેશ પ્રતિનિધિ ડૉ. રોડેરીકો ઓફ્રિન અને BMGF તેમજ USAID જેવા વિકાસ ભાગીદારોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

SD/GP/JD




(Release ID: 1700605) Visitor Counter : 811