ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ વિશિષ્ટ રીતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી


ઉપરાષ્ટ્રપતિએ માતૃભાષાઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર 22 ભારતીય ભાષાઓમાં ટ્વીટ કર્યું અને 24 પ્રાદેશિક ભાષાઓમાં લેખો લખ્યાં

માતૃભાષા દિવસની ઉજવણી કરવા માટે આયોજિત ત્રણ કાર્યક્રમોમાં સહભાગી થયા

Posted On: 21 FEB 2021 2:45PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુએ આજે 22 ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને વિશિષ્ટ રીતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી. ઉપરાંત તેમણે દેશભરમાં 24 પ્રાદેશિક ભાષાઓમાં નાગરિકોને તેમની માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું.

માતૃભાષાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતા ઉપરાષ્ટ્રપતિ એમના ટ્વીટમાં કહ્યું હતું કે, ભાષાગત વિવિધતા આપણી સભ્યતાના મુખ્ય આધારસ્તંભો પૈકીનો એક આધારસ્તંભ છે. શ્રી નાયડુએ ઉમેર્યું હતું કે, આપણી માતૃભાષાઓ સંચારના માધ્યમની સાથે આપણને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખે છે અને આપણી સામાજિક-સાંસ્કૃતિક ઓળખને પરિભાષિત કરે છે.

પ્રાથમિક શિક્ષણથી લઈને વહીવટ એમ તમામ સ્તરમાં માતભાષાના ઉપયોગને વધારવા માટે અપીલ કરીને ઉપરાષ્ટ્રપતિએ એમના ટ્વીટમાં લખ્યું હતું કે, આપણે આપણી માતૃભાષાઓમાં આપણા રચનાત્મક અને નવા વિચારોની અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવું જોઈએ!”

શ્રી નાયડુએ ટ્વીટને તેલુગુ, તમિલ, હિંદી, ગુજરાતી, કાશ્મીરી, કોંકણી, મરાઠી, ઓડિયા, ઉર્દૂ, મલયાલમ, કન્નડ, પંજાબી, નેપાલી, અસમીસ, બંગાળી, મણિપુરી, બોડો, સંથાલી, મૈથિલી, ડોગરી અને સંસ્કૃતિ ભાષાઓમાં પોસ્ટ કરી હતી.

ઉપરાષ્ટ્રપતિએ લખેલા લેખો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજી)માં અને અન્ય 24 ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ થતાં અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા, જેમાં અખબારો સામેલ છેઃ દૈનિક જાગરણ (હિંદી), ઇનાડુ (તેલુગુ), દિના થાંથી (તમિલ), લોકમત (મરાઠી), સમાજ (ઓડિયા), સિયાસત (ઉર્દૂ), આદાબ તેલંગાણા (ઉર્દૂ), અસોમિયા પ્રતિદિન (અસમીસ), નવભારત ટાઇમ્સ (મૈથિલી), માતૃભૂમિ (મલયાલમ), દિવ્ય ભાસ્કર (ગુજરાતી), વર્તમાન (બંગાળી), ભાંગર ભુઇં (કોંકણી), હાયેનની રાદાબ (બોડો), સંથાલ એક્સપ્રેસ (સંથાલી), હિમાલી બેલા (નેપાળી), હમરો વાર્તા (નેપાલી), દૈનિક મિરમિરે (નેપાલી), હમરો પ્રજા શક્તિ (નેપાલી), હિંદુ (સિંધી), જોતી ડોગરી (ડોગરી), ડેઇલી કાહવત (કાશ્મિરી), ડેઇલી સંગારમલ (કાશ્મિરી) અને સુધર્મ (સંસ્કૃત).

શ્રી નાયડુએ શિક્ષા મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક વેબિનારમાં સામેલ થઈને પણ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી. પ્રસંગે હૈદરાબાદના સ્વર્ણ ભારત ટ્રસ્ટ દ્વારા આયોજિત અન્ય એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા..

અગાઉ 16 ફેબ્રુઆરી, 2021ના રોજ ઉપરાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોના 771 સાંસદોને માતૃભાષાઓને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી.

SD/GP/JD



(Release ID: 1699837) Visitor Counter : 174