સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્ર સરકારે દૈનિક ધોરણે નવા કેસમાં વધારો થયો એવા રાજ્યોને સૂચના આપી


RT-PCR ટેસ્ટનું પ્રમાણ વધારો અને રેપિડ એન્ટિજેન નેગેટિવ લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરો

કડકપણે અને વિસ્તૃતતા સાથે નજર રાખવી, તથા નિયંત્રણોનું સખતાઈથી પાલન કરવું – મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મહત્ત્વપૂર્ણ

Posted On: 21 FEB 2021 11:43AM by PIB Ahmedabad

છેલ્લા થોડા દિવસોમાં ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસનાં ભારણમાં વધારો જોવા મળ્યો છે. આજે ભારતના કુલ સક્રિય કેસનું ભારણ 1,45,634 હતું. આ ભારણ અત્યારે ભારતના કુલ પોઝિટિવ કેસમાં 1.32 ટકા છે.

દેશમાં કુલ સક્રિય કેસમાં 74 ટકાથી વધારે કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. વળી છેલ્લા થોડા દિવસોમાં છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં પણ દૈનિક ધોરણે કેસમાં વધારો થયો છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ દૈનિક ધોરણે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SCTP.jpg

કેરળમાં છેલ્લાં ચાર અઠવાડિયામાં સરેરાશ સાપ્તાહિક કેસ મહત્તમ 42,000થી લઘુતમ 34,800 વચ્ચે વધઘટ થયા છે. એ જ રીતે, આટલા જ સમયગાળા દરમિયાન કેરળમાં સાપ્તાહિક પોઝિટિવિટી 13.9થી 8.9 ટકા વચ્ચે જોવા મળી છે. કેરળમાં અલાપ્પુઝા જિલ્લાની સ્થિતિ વિશેષ ચિંતાજનક છે, જ્યાં સાપ્તાહિક પોઝિટિવિટી દર વધીને 10.7 ટકા થયો છે અને સાપ્તાહિક ધોરણે કેસ વધીને 2,833 થયા છે.

જ્યારે છેલ્લાં ચાર અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં પણ સાપ્તાહિક ધોરણે કેસમાં વધારો જોવા મળ્યો છે અને કેસની સંખ્યા 18,200થી વધીને 21,300 થઈ છે, ત્યારે રાજ્યનો સાપ્તાહિક પોઝિટિવિટી દર 4.7 ટકાથી વધીને 8 ટકા થયો છે. રાજ્યમાં સૌથી વધુ ચિંતાજનક વિસ્તારો મુંબઈના પરાંવિસ્તારો છે, જ્યાં સાપ્તાહિક ધોરણે કેસમાં 19 ટકાનો વધારો થયો છે. આ દ્રષ્ટિએ નાગપુર, અમરાવતી, નાસિક, અકોલા અને યવતમાલમાં અનુક્રમે 33 ટકા, 47 ટકા, 23 ટકા, 55 ટકા અને 48 ટકાનો વધારો થયો છે.

કોવિડ-19 મહામારીના સંક્રમણના સંબંધમાં પંજાબમાં ઝડપથી સ્થિતિ વકરી છે. જ્યારે છેલ્લાં ચાર અઠવાડિયામાં પંજાબમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર 1.4 ટકાથી વધીને 1.6 ટકા થયો છે, ત્યારે આ જ ગાળામાં સાપ્તાહિક ધોરણે કેસની સંખ્યા 1300થી વધીને 1682 થઈ છે. એકલા એસબીએસ નાગર જિલ્લામાં જ સાપ્તાહિક પોઝિટિવિટી દર 3.5 ટકાથી વધીને 4.9 ટકા અને સાપ્તાહિક ધોરણે કેસની સંખ્યા બમણાથી વધારે વધીને 165થી 364 થઈ છે.

દેશમાં 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે સાપ્તાહિક પોઝિટિવિટી દર ધરાવે છે. રાષ્ટ્રીય સરેરાશ 1.79 ટકા છે. મહારાષ્ટ્રમાં સૌથી ઊંચો સાપ્તાહિક પોઝિટિવિટી દર 8.10 ટકા છે.

કેન્દ્ર સરકારે આ તમામ રાજ્યો સરકારોને મુખ્ય પાંચ બાબતો પર કામ કરવાની સલાહ છે, જે નીચે મુજબ છેઃ

 

  1. RT-PCR પરીક્ષણનું પ્રમાણ વધારવા ધ્યાન કેન્દ્રિત કરીને પરીક્ષણની સંપૂર્ણ સંખ્યામાં વધારો કરવો.
  2. રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં નેગેટિવ આવેલા તમામનો ફરી RT-PCR ટેસ્ટ કરવો ફરજિયાત અને આ પ્રકારની કોઈ નેગેટિવ વ્યક્તિ બાકાત ન રહી જવી જોઈએ.
  3. પસંદગીના જિલ્લાઓમાં કડકપણે અને વિસ્તૃત નજર રાખવા તેમજ કડક નિયંત્રણ પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવું.
  4. જિનોમ સીક્વન્સિંગને અનુસરીને પરીક્ષણ દ્વારા મ્યુટન્ટ સ્ટ્રેન પર સતત નજર રાખવી તેમજ જે વિસ્તાર કે સમુદાયમાં કેસમાં વધારો થાય એના પર ધ્યાન રાખવું.
  5. જે જિલ્લાઓમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય ત્યાં તપાસ, નિદાન અને સારવાર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું.

કોવિડ રસીકરણના મોરચે ભારતમાં રસીઓના 1.10 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે.

આજે સવારે 8 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલા કામચલાઉ અહેવાલ મુજબ, દેશમાં 18 ફેબ્રુઆરી, 2021 સુધી 2,30,888 સેશન દ્વારા રસીના કુલ 1,10,85,173 ડોઝ આપવામાં આવ્યાં છે. એમાં 63,91,544  HCWs (પ્રથમ ડોઝ), 9,60,642 HCWs (બીજો ડોઝ) અને 37,32,987 FLWs (પ્રથમ ડોઝ) સામેલ છે.

કોવિડ-19  રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત 13 ફેબ્રુઆરી, 2021થી થઈ હતી, જે અંતર્ગત પ્રથમ ડોઝ મેળવનાર અને 28 દિવસ પૂર્ણ થયા હોય એવા લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવે છે. FLWsનું રસીકરણ 2 ફેબ્રુઆરી, 2021થી શરૂ થયું હતું.

ક્રમ

 

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો

રસીકરણ મેળવનાર લાભાર્થીઓ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

કુલ ડોઝ

1

આંદમાન અને નિકોબાર ટાપુઓ

4,846

1,306

6,152

2

આંધ્રપ્રદેશ

4,07,935

85,536

4,93,471

3

અરુણાચલ પ્રદેશ

19,702

4,041

23,743

4

અસમ

1,53,259

11,050

1,64,309

5

બિહાર

5,22,379

38,964

5,61,343

6

ચંદીગઢ

12,953

795

13,748

7

છત્તિસગઢ

3,40,557

20,668

3,61,225

8

દાદર અને નગરહવેલી

4,939

244

5,183

9

દમણ અને દીવ

1,735

213

1,948

10

દિલ્હી

2,94,081

17,329

3,11,410

11

ગોવા

15,070

1,113

16,183

12

ગુજરાત

8,21,940

60,130

8,82,070

13

હરિયાણા

2,08,308

23,987

2,32,295

14

હિમાચલપ્રદેશ

94,897

12,076

1,06,973

15

જમ્મુ અને કાશ્મીર

2,00,695

6,731

2,07,426

16

ઝારખંડ

2,52,634

11,325

2,63,959

17

કર્ણાટક

5,40,868

1,13,430

6,54,298

18

કેરળ

3,99,064

38,829

4,37,893

19

લડાખ

5,631

600

6,231

20

લક્ષદ્વીપ

1,809

115

1,924

21

મધ્યપ્રદેશ

6,40,805

3,778

6,44,583

22

મહારાષ્ટ્ર

8,75,752

46,976

9,22,728

23

મણિપુર

40,215

1,711

41,926

24

મેઘાલય

23,877

629

24,506

25

મિઝોરમ

14,627

2,241

16,868

26

નાગાલેન્ડ

21,526

3,909

25,435

27

ઓડિશા

4,38,127

94,966

5,33,093

28

પુડુચેરી

9,251

853

10,104

29

પંજાબ

1,22,429

13,859

1,36,288

30

રાજસ્થાન

7,82,701

38,358

8,21,059

31

સિક્કિમ

11,865

700

12,565

32

તમિલનાડુ

3,39,686

31,160

3,70,846

33

તેલંગાણા

2,80,973

87,159

3,68,132

34

ત્રિપુરા

82,369

11,587

93,956

35

ઉત્તરપ્રદેશ

10,66,290

85,752

11,52,042

36

ઉત્તરાખંડ

1,30,908

7,146

1,38,054

37

પશ્ચિમ બંગાળ

6,33,271

49,786

6,83,057

38

અન્ય

3,06,557

31,590

3,38,147

કુલ

1,01,24,531

9,60,642

1,10,85,173

 

રસીકરણ અભિયાનના 36મા દિવસ (20 ફેબ્રુઆરી, 2021) સુધી રસીના કુલ 4,32,931 ડોઝ આપવામાં આવ્યાં હતાં. એમાં રસીના પ્રથમ ડોઝ માટે 8,575 સેશનમાં 2,56,488 લાભાર્થીઓ (HCWs અને FLWs)નું રસીકરણ થયું હતું અને 1,76,443 HCWsને રસીને બીજો ડોઝ મળ્યો હતો.

રસીનો બીજો ડોઝ મેળવનાર 60.04 ટકા લાભાર્થીઓ દેશના 7 રાજ્યોના છે. તેમાં ફક્ત કર્ણાટક રાજ્યના 11.81 ટકા (1,13,430 ડોઝ) લાભાર્થીઓ છે.

અત્યાર સુધી દેશમાં કુલ 1.06 કરોડ (1,06,89,715) દર્દીઓ સાજાં થયા છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 11,667 દર્દીઓ સાજાં થયા છે અને એમને હોસ્પિટલમાંથી રજા મળી છે. ભારતમાં દર્દીનો કુલ સાજાં થવાનો દર 97.25 ટકા છે, જે દુનિયામાં સૌથી વધુ છે.

કુલ નવા સાજાં થયેલા કેસમાં 81.65 ટકા કેસ 5 રાજ્યોના છે.

કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 5,841 દર્દીઓ સાજાં થયા છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,567 દર્દીઓ અને તમિલનાડુમાં 459 દર્દીઓ સાજાં થયા છે.

દેશમાં કુલ નવા કેસમાં 85.61 ટકા નવા કેસ 5 રાજ્યોમાં બહાર આવ્યાં છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે 6,281 નવા કેસ સાથે સૌથી વધુ દૈનિક નવા કેસ નોંધાવાનું જળવાઈ રહ્યું છે. પછી કેરળમાં 4,650 અને કર્ણાટકમાં 490 નવા કેસ બહાર આવ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં દૈનિક ધોરણે નોંધાયેલા કુલ નવા કેસમાં 77 ટકા નવા કેસ ફક્ત બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં બહાર આવ્યાં છે.

છેલ્લાં 24 કલાકમાં 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે ગુજરાત, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), આંધ્રપ્રદેશ, હિમાચલપ્રદેશ, ગોવા, ઝારખંડ, પુડુચેરી, અસમ, મેઘાલય, લક્ષદ્વીપ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, લડાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), નાગાલેન્ડ, આંદમાન અને નિકોબાર ટાપુઓ, ત્રિપુરા, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલી.

છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19ના કારણે 101 મૃત્યુ થયા હતા.

નવા મૃત્યુમાં 80 ટકા મૃત્યુ પાંચ રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40 મૃત્યુ થયા હતા. ત્યારબાદ કેરળમાં 13 મૃત્યુ નોંધાયા હતા. પંજાબમાં વધુ 8 લોકોના મૃત્યુ થયા હતા.

છેલ્લા 24 કલાકમાં ફક્ત 1 રાજ્યમાં 20થી વધારે મૃત્યુ થયા છે; 10થી 20 મૃત્યુ ફક્ત 1 રાજ્યમાં થયાં છે; 6થી 10 મૃત્યુ ફક્ત 2 રાજ્યમાં થયા છે અને 10 રાજ્યોમાં 1થી 5 મૃત્યુ થયા છે.

SD/GP/JD



(Release ID: 1699749) Visitor Counter : 2773