પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે
Posted On:
04 FEB 2021 7:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે. તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ તથા ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશો અને ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના કાયદા મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.
SD/GP/BT
(Release ID: 1695318)
Visitor Counter : 154
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam