નાણા મંત્રાલય
સરકાર/સી.પી.એસ.ઈ. સાથેના કરારના વિવાદોનું વહેલી તકે સમાધાન કરવા માટેની પતાવટની પદ્ધતિ ઉભી કરવામાં આવશે
દેશમાં પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી માટે રૂ. 3,768 કરોડની ફાળવણી
હીરક જંયતી સમારોહ માટે ગોવા સરકારને 300 કરોડની ગ્રાન્ટ
Posted On:
01 FEB 2021 2:03PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું ત્યારે, તેમણે બજેટના છ મહત્વના સ્તંભો પૈકી એક એટલે કે ન્યૂનતમ સરકાર, મહત્તમ શાસનમાં સુધારણા માટેની યોજનાઓ પર ભાર આપ્યો.
શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ભારતના ઈતિહાસમાં આગામી વસતી ગણતરી એ પહેલી ડિજિટલ વસતી ગણતરી હોઈ શકે છે અને જેના માટે વર્ષ 2021-2022માં 3,768 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર અથવા સીપીએસઇ સાથે વ્યવસાય કરવામાં સરળતા લાવવા અને કરાર કરવા અને કરારના વિવાદોના ઝડપથી નિરાકરણ માટે તેનો ઉપયોગ કરવા સમાધાન પધ્ધતિ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેનાથી ખાનગી રોકાણકારો અને ઠેકેદારોમાં આત્મવિશ્વાસ મજબૂત થશે.
શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકારે 56 સંલગ્ન આરોગ્ય સંભાળ વ્યવસાયોના પારદર્શક અને કાર્યક્ષમ કાયદાની ખાતરી કરવા માટે રાષ્ટ્રીય સંબંધ આરોગ્ય સંભાળ વ્યવસાયિકો આયોગ બિલ સંસદમાં રજૂ કર્યું છે. આ ઉપરાંત નર્સિંગ વ્યવસાયમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને શાસન સુધારણા લાવવા માટેના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી કમિશન બિલ રજૂ કરવામાં આવશે.
નાણાં મંત્રીએ કહ્યું કે ઝડપી ન્યાય મળે તે માટે સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રિબ્યુનલ્સમાં સુધારા માટે ઘણા પગલા લીધા છે. તેમણે કહ્યું કે, સુધારણા પ્રક્રિયા ચાલુ રાખીને ટ્રિબ્યુનલ્સને તર્કસંગત બનાવવા માટે વધુ પગલાં લેવાની દરખાસ્ત કરવામાં આવી છે.
નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું કે પોર્ટુગીઝ શાસનથી રાજ્યની સ્વતંત્રતાના રૂપમાં ગોવા આ વર્ષે હીરક જયંતી સમારોહ વર્ષ ઉજવી રહ્યું છે. નાણાં મંત્રી કહ્યું કે કેન્દ્ર આ ઉજવણી માટે ગોવા સરકારને 300 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે.
SD/GP/BT
(Release ID: 1693966)
Visitor Counter : 274