સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણ વિશે અપડેટ


બે મેડ ઇન ઇન્ડિયા રસીની મદદથી કોવિડ-19 રસીકરણ કવાયત પહેલા દિવસે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી

3,352 સત્રોનું આયોજન; 1,91,181 લાભાર્થીઓનું રસીકરણ

આ દેશવ્યાપી મહાઅભિયાનમાં 16,755 કર્મચારીઓ સક્રિયપણે જોડાયેલા છે

રસીકરણ પછી કોઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તેવો એકપણ કિસ્સો નહીં

Posted On: 16 JAN 2021 8:32PM by PIB Ahmedabad

ભારતના જાહેર આરોગ્યના ઇતિહાસમાં ખૂબ જ મોટી છલાંગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 રસીકરણ કવાયતનો પ્રારંભ કર્યો છે જે દુનિયામાં આજદિન સુધીમાં યોજાયેલું સૌથી મોટું રસીકરણ અભિયાન છે.

કોવિડ-19 રસીકરણના દેશવ્યાપી મહાઅભિયાનના પ્રથમ દિવસે સફળતાપૂર્વક લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. હંગામી અહેવાલ અનુસાર સમગ્ર દેશમાં યોજાયેલા કુલ 3,352 સત્રોમાં 1,91,181 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સંરક્ષણ સંસ્થાઓમાં અન્ય 3,429 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. આ રોગ પ્રતિરક્ષા સત્ર સ્થળોનું આયોજન કરવામાં કુલ 16,755 કર્મચારીઓ સક્રિયરૂપે સંકળાયેલા છે.

રસીકરણ બાદ કોઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તેવો એકપણ કિસ્સો અત્યાર સુધીમાં નોંધાયો નથી.

રસીકરણ કવાયત માટે બે પ્રકારની કોવિડ-19 રસીનો પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે:

    • કોવિશિલ્ડ રસી (સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત) તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકલવામાં આવી છે.
    • કોવેક્સિન રસી (ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા ઉત્પાદિત)નો પૂરવઠો 12 રાજ્યોમાં મોકલવામાં આવ્યો છે.

રસીનો પૂરતો જથ્થો અને હેરફેરની જરૂરી સુવિધા દેશમાં તમામ કોવિડ-19 રસીકરણ સત્ર સ્થળોએ સુનિશ્ચિત કરવામાં આવી છે. કેટલાક સત્ર સ્થળોએ લાભાર્થીની યાદી અપલોડ કરવામાં થોડા વિલંબ જેવા નજીવા પ્રશ્નો ઉભા થયા હતા જેને સફળતાપૂર્વક તાકીદના ધોરણે ઉકેલવામાં આવ્યા હતા.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

સત્ર

લાભાર્થી

આંદામાન અને નિકોબાર ટાપુઓ

2

225

આંધ્રપ્રદેશ

332

18412

અરુણાચલ પ્રદેશ

9

829

આસામ

65

3528

બિહાર

301

18169

ચંદીગઢ

4

265

છત્તીસગઢ

97

5592

દાદરા અને નગરહવેલી

1

80

દમણ અને દીવ

1

43

દિલ્હી

81

4319

ગોવા

7

426

ગુજરાત

161

10787

હરિયાણા

77

5589

હિમાચલ પ્રદેશ

28

1517

જમ્મુ અને કાશ્મી

41

2044

ઝારખંડ

48

3096

કર્ણાટક

242

13594

કેરળ

133

8062

લદાખ

2

79

લક્ષદ્વીપ

1

21

મધ્યપ્રદેશ

150

9219

મહારાષ્ટ્ર

285

18328

મણીપુર

10

585

મેઘાલય

10

509

મિઝોરમ

5

314

નાગાલેન્ડ

9

561

ઓડિશા

161

13746

પુડુચેરી

8

274

પંજાબ

59

1319

રાજસ્થાન

167

9279

સિક્કિમ

2

120

તમિલનાડુ

161

2945

તેલંગાણા

140

3653

ત્રિપુરા

18

355

ઉત્તરપ્રદેશ

317

21291

ઉત્તરાખંડ

34

2276

પશ્ચિમ બંગાળ

183

9730

ભારત (કુલ)

3352

191181

 

SD/GP/BT(Release ID: 1689345) Visitor Counter : 170