પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 17 JAN 2021 11:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માત થયાના સમાચારથી ભારે દુ:ખ થયું છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું."

 

SD/GP/BT


(Release ID: 1689282)