સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતની સક્રિય કેસોના ભારણમાં ઘટાડાની દિશામાં આગેકૂચ યથાવત; 197 દિવસ પછી કેસ સંખ્યા ઘટીને 2.14 લાખ થઇ


છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 15,968 કેસ નોંધાયા

Posted On: 13 JAN 2021 11:41AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં ઘટાડાની દિશામાં આગેકૂચ જળવાઇ રહી હોવાથી આજે કુલ સક્રિય કેસોની સંખ્યા ઘટીને 2.14 લાખ (2,14,507) થઇ ગઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોના ભારણની ટકાવારી માત્ર 2.04% રહી છે. કુલ સક્રિય કેસોની સંખ્યા 197 દિવસમાં સૌથી ઓછી નોંધાઇ છે. અગાઉ, 30 જૂન 2020ના રોજ સક્રિય કેસોની સંખ્યા 2,15,125 હતી.

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 2051 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XMGH.jpg

ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા કેસોમાં દરરોજ ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કુલ નોંધાયેલા નવા પોઝિટીવ કેસની સંખ્યા 16,000થી ઓછી (15,968) રહી છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં નવા 17,817 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. નવા નોંધાતા કેસોની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા એકધારી વધારે રહેતી હોવાથી સક્રિય કેસોના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z6D0.jpg

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 10,129,111 થઇ ગઇ હોવાથી સાજા થવાનો દર 95.51% નોંધાયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત વધીને હાલમાં 99,14,604 થઇ ગયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 81.83% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

સમગ્ર દેશમાં કેરળમાં એક દિવસમાં સર્વાધિક 4,270 દર્દીઓ સાજા થયા છે. સૌથી વધુ દૈનિક રિકવરીમાં ત્યાર પછીના ક્રમે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ છે જ્યાં એક દિવસમાં અનુક્રમે વધુ 3,282 અને 1,207 દર્દીઓ સાજા થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PHO6.jpg

નવા નોંધાયેલા કેસોમાંથી 74.82% દર્દીઓ 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

છેલ્લા 24 કલાકમાં કેરળમાં દેશના સર્વાધિક એટલે કે, 5,507 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે દૈનિક ધોરણે નવા 2,936 જ્યારે કર્ણાટકમાં નવા 751 કેસ નોંધાયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004C7FS.jpg

દેશમાં વધુ 202 દર્દીના મૃત્યુ થયા છે જેમાંથી 70.30% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 50 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે વધુ 25 અને 18 દર્દી મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FJ6H.jpg

કોવિડ-19 રસીકરણની કવાયત 16 જાન્યુઆરી 2021થી સમગ્ર દેશમાં શરૂ થશે. આ દેશવ્યાપી કવાયત લોકોની ભાગીદારી; ચૂંટણી (બુથ વ્યૂહનીતિ) અને સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમ (UIP)ના અનુભવના ઉપયોગ; રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો અને પ્રાથમિક સારવાર સુવિધાઓ સહિત હાલમાં અસ્તિત્વમાં રહેલી સ્વાસ્થ્ય સંભાળ સેવાઓમાં કોઇ બાંધછોડ નહીં; વૈજ્ઞાનિક અને નિયમનકારી માપદંડોમાં કોઇ સમાધાન નહીં; અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રમબદ્ધ રીતે તેમજ સરળતાથી સમગ્ર કાર્યક્રમના અમલીકરણના સિદ્ધાંત પર હાથ ધરવામાં આવશે.

કોવિડ-19 રસીકરણના અમલમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળમાં સેવા આપી રહેલા કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે જેમની કુલ સંખ્યા અંદાજે 3 કરોડ છે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના તેમજ સહ-બિમારી ધરાવતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમની કુલ સંખ્યા 27 કરોડ જેટલી છે.

મજબૂત ટેકનોલોજી માળખાના કારણે સમગ્ર રસીકરણ કવાયત ક્રમબદ્ધ રીતે અને સરળતાથી અમલમાં મુકવાનું સુનિશ્ચિત કરી શકાશે.

યુકેમાંથી મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ જીનોમના કારણે દેશમાં કુલ સંક્રમત થયેલા દર્દીઓની સંખ્યા આજે 102 પર પહોંચી છે.

****

SD/GP/BT (Release ID: 1688212) Visitor Counter : 229