વિદેશ મંત્રાલય

મંત્રીમંડળે એસ્ટોનિયા, પેરાગ્વે અને ડોમિનિશિયન પ્રજાસત્તાકમાં ભારતીય રાજદૂતની 3 કચેરીઓ ખોલવાની મંજૂરી આપી

Posted On: 30 DEC 2020 3:42PM by PIB Ahmedabad

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 2021માં એસ્ટોનિયા, પેરાગ્વે અને ડોમિનિશિયન પ્રજાસત્તાકમાં 3 ભારતીય રાજદૂતની કચેરીઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.

અમલીકરણની વ્યૂહરચનાઃ

ત્રણ દેશોમાં ભારતીય રાજદૂતની કચેરીઓ ખુલવાથી ભારતના રાજદ્વારી સંબંધો વધારવામાં, રાજકીય સંબંધો વધારે ગાઢ બનાવવામાં મદદ મળશે તેમજ ત્રણ દેશો સાથે દ્વિપક્ષીય વેપારી સંબંધોની વૃદ્ધિ, રોકાણ અને આર્થિક સંબંધો વધારવા, લોકો વચ્ચેના સંપર્કને વધારે ગાઢ બનાવવામાં સહાય મળશે. વળી વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ત્રણ દેશોનો સાથસહકાર મેળવવામાં મદદ મળશે અને ભારતની વિદેશી નીતિના ઉદ્દેશો પાર પાડવામાં ટેકો મળશે.

દેશોમાં ભારતીય રાજદૂતની કચેરી દેશોમાં રહેતા ભારતીય સમુદાયને વધારે મદદરૂપ પણ થશે અને તેમના હિતો જાળવવામાં ઉપયોગી થશે.

ઉદ્દેશઃ

આપણી વિદેશી નીતિનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો અને મિત્રો દેશો સાથે જોડાણ કરીને વિકાસને વેગ આપવાનો છે. દુનિયાભરના વિવિધ દેશોમાં અત્યારે ભારતીય રાજદૂતની કચેરી કાર્યરત છે, જે આપણા મિત્ર દેશો સાથે આપણા સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે કામ કરે છે.

3 દેશોમાં ભારતીય રાજદૂતની કચેરી ખોલવાનો નિર્ણય સબ કા સાથ, સબ કા વિકાસની આપણી રાષ્ટ્રીય પ્રાથમિકતાને અનુરૂપ ભવિષ્યલક્ષી પગલું છે. ભારતના રાજદ્વારી સંબંધો ભારતીય કંપનીઓ માટે બજારની સુલભતા પ્રદાન કરશે તથા ભારતીય ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસને વેગ આપશે. એની સીધી અસર સ્થાનિક ઉત્પાદન અને રોજગારીમાં વધારા સ્વરૂપે થશે, જે આપણા આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને અનુરૂપ છે.

SD/GP(Release ID: 1684639) Visitor Counter : 155