પ્રધાનમંત્રીનું કાર્યાલય
જમ્મુ અને કાશ્મીરના તમામ નિવાસીઓ માટે આયુષ્યમાન ભારત પીએમ જેએવાય સેહત યોજનાના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
26 DEC 2020 4:21PM by PIB Ahmedabad
આજે મને જમ્મુ-કાશ્મીરના બે લાભાર્થીઓના આયુષ્યમાન ભારત યોજના બાબતે તેમનો અનુભવ સાંભળવાની તક મળી. મારા માટે તમારા આ માત્ર અનુભવ નથી. ક્યારેક-કયારેક જ્યારે કામ કરીએ છીએ, નિર્ણય કરીએ છીએ, પરંતુ જેમના માટે કરીએ છીએ. તેમના સંતોષના શબ્દો જ્યારે સાંભળવા મળે છે ત્યારે તે શબ્દ મારા માટે આશીર્વાદ બની જાય છે. મને ગરીબો માટે વધુ કામ કરવા માટે અને મહેનત કરવા માટે અને દોડવા માટે, તમારા આ આશીર્વાદ મોટી તાકાત પૂરી પાડે છે. અને જોગાનુ જોગ જુઓ તો બંને ભાઈઓ જમ્મુવાળા સજ્જન અને શ્રીનગરવાળા પણ પોતાનો નાનો વ્યવસાય કરી રહ્યા છે. એક ડ્રાઈવરનુ કામ કરે છે, કોઈ બીજુ કામ કરે છે, પરંતુ મુસીબતના સમયમાં આ યોજના તેમના જીવનમાં કેટલું મોટુ કામ કરી રહી છે. તમારી વાત સાંભળીને મને ખૂબ જ સારૂં લાગ્યું. વિકાસની યોજનાઓનો લાભ છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે, ગરીબમાં ગરીબ સુધી પહોંચે, જમીનના દરેક ખૂણા સુધી પહોંચે, તમામ લોકો સુધી પહોંચે એ અમારી સરકારની નિષ્ઠા છે.
આજે આ સમારંભમાં ઉપસ્થિત મારા મંત્રી પરિષદના સાથી ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, આરોગ્ય મંત્રી ભાઈ ડો. હર્ષવર્ધનજી, પીએમઓના મારા સાથી રાજ્ય મંત્રી તરીકે કામ કરી રહેલા ભાઈ જીતેન્દ્ર સિંહજી, જમ્મુ- કાશ્મીરના લેફ્ટ. ગવર્નર શ્રીમાન મનોજ સિંહાજી, સંસદના મારે અન્ય તમામ સહયોગીઓ, જમ્મુ- કાશ્મીરના લોક પ્રતિનિધિઓ અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આજનો દિવસ જમ્મુ-કાશ્મીર માટે ખૂબ જ ઐતિહાસિક છે. આજે જમ્મુ- કાશ્મીરના તમામ લોકોને આયુષમાન યોજનાનો લાભ મળવાનો છે. સેહત યોજના સ્વયં એક મોટું કદમ છે અને જમ્મુ- કાશ્મીરને પોતાના લોકોના વિકાસ માટે આ કદમ ઉઠાવતાં જોઈ મને પણ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અને એટલા માટે જ શ્રીમાન મનોજ સિંહાજી અને તેમની સમગ્ર ટીમને, સરકારના તમામ અધિકારીઓને તથા જમ્મુ- કાશ્મીરના નાગરિકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે. આમ તો મારી એવી ઈચ્છા હતી કે આ કાર્યક્રમ ગઈ કાલે જ થાય, પરંતુ તા.25 ના રોજ અટલજીના જન્મ દિવસે થઈ શક્યો હોત, પરંતુ મારી પોતાની કેટલીક વ્યસ્તતાઓના કારણે ગઈકાલે હું તેને કરી શક્યો નહીં. એટલા માટે મારે આજની તારીખ નક્કી કરવી પડી. જમ્મુ- કાશ્મીર માટે અટલજીનો એક વિશેષ સ્નેહ હતો. અટલજી માનવતા, લોકશાહી અને કાશ્મીરિયતના વાત કરીને અમને સૌને આગળના કામો માટે લગાતાર દિશા નિર્દેશ આપતા રહેતા હતા. આ ત્રણેય મંત્રોને લઈને આજે જમ્મુ- કાશ્મીર આ ભાવનાને મજબૂત કરીને આગળ ધપી રહ્યું છે.
સાથીઓ,
આ યોજનાના લાભ અંગે વિસ્તારથી વાત કરતાં પહેલાં આજે મને તમારી વચ્ચે આવવાની જે તક મળી છે તો હું કહેવા માંગીશ કે જમ્મુ- કાશ્મીરના લોકોને લોકશાહીને મજબૂત કરવા માટે અનેક અનેક પ્રયાસ કરવા બદલ હું અભિનંદન પાઠવું છે. જીલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓએ એક નવો અધ્યાય લખ્યો છે. આ ચૂંટણીઓના દરેક તબક્કામાં હું જોઈ રહ્યો હતો કે આટલી બધી ઠંડી પડવા છતાં, કોરોના મહામારી હોવા છતાં નવયુવાનો, વૃધ્ધો, મહિલાઓ વગેરે બુથ પર પહોંચ્યા હતા અન કલાક સુધી કતારમાં ઉભા રહ્યા હતા. જમ્મુ- કાશ્મીરના દરેક મતદારના ચહેરા પર મને વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે, એક આશા નજરે પડી, ઉમંગ નજરે પડ્યો, જમ્મુ- કાશ્મીરના દરેક મતદારની આંખોમાં ભૂતકાળને પાછળ છોડીને બહેતર ભવિષ્ય માટેનો વિશ્વાસ પણ મેં જોયો છે.
સાથીઓ,
આ ચૂંટણીઓમાં જમ્મુ- કાશ્મીરના લોકોએ લોકતંત્રના મૂળિયાંઓને વધુ મજબૂત કરવાનું કામ કર્યું છે અને હું એ કહેવા માંગીશ કે જમ્મુ- કાશ્મીરનું વહિવટી તંત્ર અને સુરક્ષાદળે જે પ્રકારે તેમણે આ ચૂંટણીનું સંચાલન કર્યું છે અને તમામ પક્ષો તરફથી આ ચૂંટણી ખૂબ જ પારદર્શક રહી છે. નેક નિયતવાળી રહી છે. આ બધુ હું સાંભળું છું ત્યારે મને એટલો ગર્વ થાય છે કે જમ્મુ- કાશ્મીરમાં ચૂંટણી નિષ્પક્ષ હોવી, સ્વતંત્ર હોવી તે બાબત જમ્મુ- કાશ્મીર તરફથી સાંભળું છું ત્યારે લોકતંત્રની તાકાતમાં આપણો વિશ્વાસ ખૂબ જ મજબૂત બને છે. હું વહિવટી તંત્ર અને સુરક્ષાદળોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગુ છું. તમે નાનું કામ કર્યું નથી, ઘણું મોટું કામ કર્યું છે. જો આજે હું રૂબરૂ હોત તો વહિવટી તંત્રના તમામ લોકોના એટલા વખાણ કરત કે તેના માટે કદાચ શબ્દો ઓછા પડી જાત. તમે આટલું મોટું કામ કર્યું છે, પોતાના દેશમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે અને તેનો સમગ્ર યશ મનોજજી અને તેમની સરકારને, વહિવટી તંત્રના તમામ લોકોને જાય છે. ભારત માટે આ ગૌરવની પળ છે.
સાથીઓ,
જમ્મુ- કાશ્મીરમાં ત્રણ સ્તરીય પંચાયત વ્યવસ્થા, અને એક રીતે કહીએ તો મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સપના જેવી છે. એક પ્રકારે કહીએ તો આ ચૂંટણી ગાંધીજીના ગ્રામ સ્વરાજના સપના મુજબ થઈ છે. અને દેશમાં જે પંચાયતી રાજ વ્યવસ્થા છે તેને આજે જમ્મુ- કાશ્મીરની ધરતી પર પૂર્ણતા સાથે પ્રાપ્ત કરવામાં આવી છે. આ નવા દાયકામાં, નવા યુગમાં, નવા નેતૃત્વનો પ્રારંભ છે. વિતેલા વર્ષોમાં, આપણે જમ્મુ- કાશ્મીરમાં પાયાના સ્તરે લોકશાહીને, જમીન વિસ્તાર ઉપર લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવા માટે દિવસ રાત પ્રયાસો કર્યા છે અને જમ્મુ- કાશ્મીરના ભાઈઓ - બહેનોને ખ્યાલ હશે કે એક એવો સમય હતો કે જ્યારે તે જમ્મુ- કાશ્મીરની સરકારનો હિસ્સો હતા. ઉપમુખ્ય મંત્રી અમારા હતા. અમારા મંત્રીઓ હતા, પરંતુ અમે સત્તા સુખ છોડી દીધુ હતું. અમે સરકારની બહાર આવી ગયા હતા. કયા મુદ્દા પર તે તો તમને ખબર જ છે ને, અમારો મુદ્દો એ હતો કે પંચાયતોની ચૂંટણી કરાવો. જમ્મુ- કાશ્મીરના દરેક ગામના નાગરિકોને તેમના હક્ક આપો. તેમના ગામ અંગે તેમને નિર્ણયો લેવાનો હક્ક આપો. આ મુદ્દા પર સરકાર છોડીને અમે તમારી સાથે સરકાર છોડીને રસ્તા પર આવી ઉભા હતા. આજે મને એ વાતનો આનંદ છે કે બ્લોક સ્તર, પંચાયત સ્તર ઉપર અને પછી જિલ્લા સ્તર ઉપર તમે જે લોકોને ચૂંટી કાઢ્યા છે તેમાંથી મોટા ભાગના લોકો તમારી વચ્ચે જ રહે છે. તે તમારી વચ્ચેથી નીકળીને ચૂંટણી જીત્યા છે. તેમણે પણ એ જ પરેશાનીઓ ભોગવી છે, જે તમે ભોગવી છે. તેમના સુખ-દુઃખ, તેમના સપનાં, તેમની આશાઓ પણ તમારા સુખ- દુઃખ, તમારા સપના સાથે સારી રીત મેળ ખાય તેમ છે. આ એ જ લોકો છે કે જે પોતાના નામની તાકાત ઉપર નહીં, પરંતુ પોતાના કામની તાકાત ઉપર તમારા આશીર્વાદ મેળવી શક્યા છે. અને તમે તેમને તમારૂં પ્રતિનિધિત્વ કરવાનો હક્ક પણ આપ્યો છે. આજે તમે જે યુવાનોને ચૂંટી કાઢ્યા છે તે તમારી સાથે કામ કરશે, તે તમારા માટે કામ કરશે. જે લોકો ચૂંટાઈને આવ્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે લોકો આ વખતે જીતી શક્ય નથી તેમને પણ હું કહીશ કે તમે નિરાશ થશો નહીં, જનતાની સેવા સતત કરતા રહેજો. આજે નહીં તો કાલે તમારા નસીબમાં વિજય મળી શકે છે. લોકશાહીમાં આવું જ થાય છે. જેને તક મળે તે સેવા કરે. જેમને તક ના મળે તે સેવાનું ફળ મેળવવામાં જો કોઈ રહી જતું હોય તો તેમના માટે સતત સક્રિય બને. તમે આવનારા સમયમાં તેમને પોતાના વિસ્તારની સાથે દેશ માટે પણ મોટી ભૂમિકા બજાવવા તૈયાર કરી રહ્યા છે. જમ્મુ- કાશ્મીરની આ ચૂંટણીઓમાં એ પણ જોવા મળ્યું છે કે આપણાં દેશમાં લોકતંત્ર કેટલું મજબૂત છે. પરંતુ આજે હું દેશની સામે એક બીજી પીડા વ્યક્ત કરવા માંગુ છું. જમ્મુ- કાશ્મીરે તો કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાના એક જ વર્ષની અંદર ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા માટે ચૂંટણીઓ કરી લીધી. શાંતિપૂર્ણ રીતે કરી અને લોકોને પોતાનો હક્ક આપ્યો. હવે ચૂંટાયેલા આ જ લોકો જમ્મુ- કાશ્મીરમાં પોતાના ગામોનું, પોતાના જિલ્લાનું અને પોતાના બ્લોકનું ભવિષ્ય નક્કી કરશે, પરંતુ દિલ્હીમાં આ દિવસોમાં કેટલાક લોકો સવાર- સાંજ મોદીને મહેણાં મારતા રહે છે, ટોકતા રહે છે. અપશબ્દોનો પ્રયોગ કરતા રહે છે. આ દિવસોમાં મને લોકશાહી શીખવવા માટે દરરોજ નવા નવા પાઠ બતાવતા રહે છે. હું આ લોકોને આજે જરા આયનો દેખાડવા માંગુ છું. જુઓ આ જમ્મુ- કાશ્મીર, કેન્દ્ર શાસિત બન્યા પછી આટલા ટૂંકા સમયમાં તેણે ત્રિસ્તરીય પંચાયત રાજ વ્યવસ્થાનો શિકાર કરીને કામ આગળ ધપાવ્યું છે, પરંતુ બીજી તરફ વિડંબના તો જુઓ, પોંડીચેરીમાં સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો હોવા છતાં પંચાયત અને મ્યુનિસપલ ચૂંટણીઓ થઈ શકતી નથી અને એ જ લોકો મને રોજ લોકતંત્રના પાઠ ભણાવે છે. તેમનો પક્ષ ત્યાં રાજ કરી રહ્યો છે. તમને નવાઈ લાગશે કે સુપ્રિમ કોર્ટે વર્ષ 2018માં આદેશ આપ્યો હતો, પરંતુ અહીં જે સરકાર છે તેને લોકતંત્રમાં રતિભર વિશ્વાસ નહીં હોવાના કારણે આ મામલાને ટાળી રહ્યા છે.
સાથીઓ,
પોંડીચેરીમાં દાયકાઓની પ્રતિક્ષા પછી વર્ષ 2006માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ હતી. આ ચૂંટણીમાં જે લોક ચૂંટાઈ આવ્યા તેમનો કાર્યકાળ વર્ષ 2011માં જ પૂરો થઈ ગયો હતો. કેટલાક રાજકીય પક્ષોની કહેણી અને કરણીમાં કેટલો મોટો ફર્ક છે. લોકતંત્ર માટે એ લોકો કેટલા ગંભીર છે તેનો ખ્યાલ આ બાબત પરથી આવે છે. આટલા વર્ષો થઈ ગયા, પોંડીચેરીમાં પંચાયત વગેરેની ચૂંટણીઓ થવા દેવામાં આવી નથી.
ભાઈઓ અને બહેનો,
કેન્દ્ર સરકારની એ સતત કોશિશ રહી છે કે ગામડાંઓના વિકાસમાં ગામના લોકોની ભૂમિકા સૌથી મોટી હોય. આયોજનથી માંડીને અમલ અને દેખરેખ સુધી પંચાયતી રાજ સાથે જોડાયેલી સંસ્થાઓને વધુ તાકાત આપવામાં આવી રહી છે. તમે પણ જોયું છે, ગરીબ સાથે જોડાયેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે પંચાયતોની જવાબદારી હવે કેટલી વધી છે અને તેનો લાભ જમ્મુ- કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે. જમ્મુ- કાશ્મીરના ગામે ગામ વીજળી પહોંચી છે. અહીંના ગામડાઓ આજે પણ શૌચ મુક્ત બની ગયા છે. ગામે ગામ સુધી સડક પહોંચાડવા માટે મનોજજીના નેતૃત્વમાં સમગ્ર વહિવટી તંત્ર તકલીફોની વચ્ચે ખૂબ જ ઝડપથી કામ કરવા લાગી ગયું છે. દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું મિશન જમ્મુ- કાશ્મીરમાં ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું છે. હવે પછીના બે થી ત્રણ વર્ષમાં રાજ્યના દરેક ઘર સુધી પાઈપથી પાણી પહોંચી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ- કાશ્મીરમાં સ્થાનિક સાસન મજબૂત બને અને વિકાસના કામોમાં ઘણી મોટી ઝડપ આવે તેવું લાગે છે.
સાથીઓ,
જમ્મુ- કાશ્મીરના લોકોનો વિકાસ આજે અમારી સૌથી મોટી અગ્રતાઓમાં એક છે. ભલેને મહિલા સશક્તિકરણની વાત હોય, યુવાનોને તક પૂરી પાડવાની વાત હોય, દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો વગેરાના કલ્યાણનું લક્ષ્ય હોય કે પછી લોકોને બંધાણીય અને પાયાના અધિકાર આપવાની વાત હોય. અમારી સરકાર રાજ્યની ભલાઈ માટે દરેક નિર્ણય કરી રહી છે. આજે પંચાયતી રાજ જેવી લોકશાહી સંસ્થાઓ આશાનો કેટલો મોટો હકારાત્મક સંદેશ આગળ ધપાવી રહી છે. આજે અમે લોકોને એ વિશ્વાસ આપવામાં સફળ થયા છીએ કે પરિવર્તન શક્ય છે અને આ પરિવર્તન તેમને ચૂંટી કાઢેલા પસંગ કરેલા પ્રતિનિધિઓ લાવી શકે તેમ છે. પાયાના સ્તરે લોકશાહી લાવીને અમે લોકોની આશાઓને તક પૂરી પાડી રહયા છીએ. જમ્મુ- કાશ્મીરનો પોતાનો એક મહાન વારસો છે અને તેના શાનદાર લોકો પોતાના આ ક્ષેત્રને સશક્ત કરવાની પધ્ધતિઓ અપનાવી રહ્યા છે અને નવી નવી પધ્ધતિઓ સૂચવી રહ્યા છે.
સાથીઓ,
જમ્મુ- કાશ્મીરની જીવન રેખા ક્યાંકથી પસાર થતી જેલમ નદીમાં, રાવી, બિયાસ, સતલૂજને મળતાં પહેલાં અનેક ઉપ-નદીઓને પણ મળે છે. આ તમામ નદીઓ મહાન સિંધુ નદીમાં સમાઈ જાય છે. મહાન સિંધુ નદી આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ અને આપણી વિકાસ યાત્રાનો પર્યાય છે. આ રીતે વિકાસની ક્રાંતિમાં, ઉપ-નદીઓ, સહાયક નદીઓની જેમ અનેક ધારાઓ હોય છે અને પછી તે મોટી ધારા બની જાય છે. આવા વિચાર સાથે આપણે આરોગ્યના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અમારી સરકારે અનેક નાની મોટી ધારાઓની જેમ અનેક યોજનાઓની શરૂઆત કરી છે અને આ તમામનું એક જ લક્ષ્ય છે. આરોગ્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવું. જ્યારે અમે ઉજ્જવલા યોજના હેઠળ દેશની બહેનોને, દિકરીઓને ગેસના જોડાણો આપ્યા, તો તેને માત્ર ઈંધણ પૂરૂ પાડવાની એક યોજના તરીકે જોવી જોઈએ નહીં. અમે તેના માધ્યમથી આપણી બહેનો- દિકરીઓને ધૂમાડાથી મુક્તિ અપાવી છે. સમગ્ર પરિવારનું આરોગ્ય સુધારવા માટે પ્રયાસ કર્યો. મહામારી દરમિયાન પણ અહીંયા જમ્મુ- કાશ્મીરમાં આશરે 18 લાખ ગેસ સિલિન્ડર રિફીલ કરવામાં આવ્યા તે રીત તમે સ્વચ્છ ભારત અભિયાનનું જ ઉદાહરણ લો. આ અભિયાન હેઠળ જમ્મુ- કાશ્મીરમાં 10 લાખ કરતાં વધુ ટોયલેટ બનાવવામાં આવ્યા. પરંતુ અમારો ઈરાદો માત્ર શૌચાલય બનાવવા સુધી જ સીમિત ન હતો. તેમાં લોકોનું આરોગ્ય સુધારવાની કોશિશ પણ હતી. શૌચાલયોમાં સ્વચ્છતા તો આવી જ છે, ઘણી બધી બિમારીઓને પણ રોકી શકાઈ છે. હવે આ કડીમાં આજે જમ્મુ- કાશ્મીર આયુષમાન ભારત સેહત સ્કીમ શરૂ કરવામાં આવી છે. તમે વિચાર કરો, કે આ યોજના હેઠળ રાજ્યની દરેક વ્યક્તિને રૂ.5 લાખ સુધીની મફત સારવાર મળશે તો તેમના જીવનમાં કેટલી બધી સગવડ ઉભી થશે. અત્યાર સુધી આયુષમાન યોજનાનો લાભ રાજ્યના માત્ર 6 લાખ પરિવારોને જ મળી રહ્યો હતો, હવે સેહત યોજના પછી અહીં આ લાભ આશરે 21 લાખ પરિવારોને મળશે.
સાથીઓ,
વિતેલા 2 વર્ષોમાં, દોઢ કરોડથી વધુ ગરીબોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ ઉઠાવ્યો છે. તેનાથી જમ્મુ કાશ્મીરના લોકોને પણ મુશ્કેલીના સમયમાં ઘણી રાહત મળી છે. અહિયાના આશરે 1 લાખ ગરીબ દર્દીઓનો દવાખાનામાં 5 લાખ રૂપિયા સુધીનો વિના મૂલ્યે ઈલાજ કરવામાં આવ્યો છે. તેમાં પણ જે બીમારીઓનો સૌથી વધુ ઈલાજ થઈ રહ્યો છે, તેમાં કેન્સર, હ્રદય અને ઓર્થો સાથે જોડાયેલ બીમારીઓ સૌથી વધુ છે. આ એવી બીમારીઓ છે, જેમની ઉપર થનારો ખર્ચ કોઈપણ ગરીબની ઊંઘ ઉડાડી દે છે અને અમે તો જોયું છે કે કોઈ ગરીબ પરિવાર મહેનત કરીને થોડો ઉપર આવે અને મધ્યમ વર્ગીય પરિવાર વધારે આગળ વધે અને એવામાં જો પરિવારમાં કોઈ એક બીમારી આવી જાય તો પછી તે ગરીબીના ચક્રમાં ફરી પાછો ફસાઈ જાય છે.
ભાઈઓ બહેનો,
જમ્મુ કાશ્મીરની વાદીઓમાં હવા એટલી શુદ્ધ છે, પ્રદૂષણ એટલું ઓછું છે કે સ્વાભાવિક રૂપે જ દરેક વ્યક્તિ ઈચ્છે છે અને હું તો ખાસ ઇચ્છીશ કે તમે હંમેશા સ્વસ્થ રહો. હા, હવે મને એ ખાતરી છે કે બીમારીની સ્થિતિમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના તમારી એક સાથી બનીને ઉપસ્થિત રહેશે.
સાથીઓ,
આ યોજનાનો બીજો પણ એક લાભ હશે જેનો ઉલ્લેખ વારે વારે થવો જરૂરી છે. તમારો ઈલાજ માત્ર જમ્મુ કશ્મીરના સરકારી અને ખાનગી દવાખાના સુધી જ સીમિત નહિ રહે. પરંતુ દેશમાં આ યોજના અંતર્ગત જે હજારો દવાખાના જોડાયેલા છે, ત્યાં પણ આ સુવિધા તમને મળી શકશે. તમે ધારો કે મુંબઈ ગયા છો અને અચાનક જરૂર પડી તો આ કાર્ડ મુંબઇમાં પણ તમને કામમાં આવશે. તમે ચેન્નાઈ ગયા છો તો ત્યાં પણ આ કાર્ડ કામમાં આવશે, ત્યાંનાં દવાખાના પણ વિના મૂલ્યે તમારી સેવા કરશે. તમે કોલકાતા ગયા છો, તો ત્યાં મુશ્કેલી આવશે કારણ કે ત્યાંની સરકાર આયુષ્માન યોજના સાથે જોડાયેલી નથી, કેટલાક લોકો હોય છે આવા, શું કરી શકીએ. દેશભરમાંથી આવા 24 હજારથી વધુ દવાખાના અત્યારના સમયે છે જ્યાં સ્વાસ્થ્ય યોજના અંતર્ગત તમે ઈલાજ કરાવી શકશો. કોઈ બંધન નહીં, કોઈ રોકટોક નહીં. કોઈનું કઈં કમિશન નહીં, કટનું તો નામો નિશાન જ નહીં, કોઈ સિફારીશ નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. સ્વાસ્થ્ય યોજનાનું કાર્ડ બતાવીને, તમને દરેક જગ્યાએ ઈલાજની સુવિધા મળી જશે.
સાથીઓ,
જમ્મુ કાશ્મીર હવે દેશના વિકાસની સાથે ખભે ખભો મિલાવીને ચાલી નીકળ્યું છે. કોરોનાને લઈને પણ જે રીતે રાજ્યમાં કામ થયું છે, તે પ્રશંસનીય છે. મને જણાવવામાં આવ્યું છે કે 3 હજારથી વધુ ડૉક્ટર્સ, 14 હજારથી વધુ પેરા મેડિકલ સ્ટાફ, આશા કાર્યકર્તા, દિવસ રાત લાગેલા રહ્યા અને અત્યારે પણ લાગેલા છે. તમે ઘણા ઓછા સમયમાં રાજ્યના દવાખાનાઓને કોરોના સામે લડવા માટે પણ તૈયાર કર્યા. આવી જ વ્યવસ્થાના કારણે કોરોનાના વધુમાં વધુ દર્દીઓને બચાવવામાં અમે કામયાબ રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો,
જમ્મુ કાશ્મીરમાં આરોગ્ય ક્ષેત્ર પર આજે જેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તેટલું પહેલા ક્યારેય નથી આપવામાં આવ્યું. આયુષ્માન ભારત યોજના અંતર્ગત રાજ્યમાં 1100થી વધુ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો બનાવવાનું લક્ષ્ય છે. તેમાંથી 800થી વધુ પર કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જન ઔષધિ કેન્દ્રો પર બહુ ઓછી કિંમતે મળી રહેલ દવાઓ અને મફત ડાયાલીસીસની સુવિધાએ પણ હજારો લોકોને લાભ પહોંચાડ્યો છે. જમ્મુ અને શ્રીનગર વિભાગમાં બંને જગ્યાએ 2 કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવી રહ્યા છે. બે એઇમ્સનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. નવયુવાનોને મેડિકલ અને પેરા મેડિકલ એજ્યુકેશન માટે જમ્મુ કાશ્મીરમાં જ વધુમાં વધુ અવસરો મળે, તેની માટે પણ કામ થઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 7 નવી મેડિકલ કોલેજોને મંજૂરી મળી ચૂકી છે. તેનાથી એમબીબીએસની બેઠકો બમણા કરતાં પણ વધારે થવાની છે. તે સિવાય જે 15 નવી નર્સિંગ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, તેનાથી યુવાનો માટે નવા અવસરો બનશે. આ ઉપરાંત જમ્મુમાં આઈઆઈટી અને આઇઆઇએમની સ્થાપના પણ અહિયાના નવયુવાનોને ઉચ્ચ શિક્ષણના વધુ સારા અવસરો ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં સ્પોર્ટ્સ સુવિધા વધારવા માટે જે પરિયોજનાઓ શરૂ થઈ છે, તે અહિયાની પ્રતિભાને સ્પોર્ટ્સની દુનિયામાં છવાઈ જવા માટે મદદ કરશે.
ભાઈઓ અને બહેનો,
આરોગ્યની સાથે જ બીજા ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ નવા જમ્મુ કાશ્મીરના પગલાં ઝડપથી આગળ વધી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષમાં તેને લઈને કઈ રીતે તીવ્ર ગતિ આવી છે, તેનું એક સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ હાઇડ્રો પાવર છે. 7 દાયકાઓમાં જમ્મુ કાશ્મીરમાં સાડા 3 હજાર મેગાવોટ વીજળીની ક્ષમતા તૈયાર થઈ હતી. વિતેલા 2-3 વર્ષોમાં જ તેમાં 3 હજાર મેગાવોટ ક્ષમતા અમે બીજી વધારે ઉમેરી દીધી છે. પ્રધાનમંત્રી વિકાસ પેકેજ અંતર્ગત ચાલી રહેલ પ્રોજેક્ટ્સ પર પણ અત્યારે બહુ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને સંપર્ક સાથે જોડાયેલ પ્રોજેક્ટ્સ વડે રાજ્યનું ચિત્ર અને નસીબ બંને બદલાઈ જવાના છે. મેં ચિનાબ પર બની રહેલા સર્વશ્રેષ્ઠ રેલવે બ્રિજની તસવીરો જોઈ છે અને આજકાલ તો સોશ્યલ મીડિયા પર કદાચ હિન્દુસ્તાનના દરેક વ્યક્તિએ જોઈ હશે. તે ચિત્રોને જોઈને કયા નાગરિકનું માથું ગર્વ સાથે ઊંચું નહિ થાય. રેલ્વેનું પૂરેપૂરું લક્ષ્ય છે કે આગામી 2-3 વર્ષમાં ખીણ પ્રદેશ રેલવે સાથે જોડાઈ જાય. જમ્મુ અને શ્રીનગરમાં લાઇટ રેલ ટ્રાન્ઝિટ મેટ્રોને લઈને પણ વાત આગળ વધી રહી છે. બનિહાલ ટનલને પણ આવતા વર્ષ સુધીમાં પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુમાં જે સેમી રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે, તેને પણ જલ્દીથી જલ્દી પૂરું કરવામાં સરકાર લાગેલી છે.
સાથીઓ,
સંપર્ક જ્યારે સારો હોય છે તો તેનાથી પ્રવાસન અને ઉદ્યોગો બંનેને બળ મળે છે. પ્રવાસન એ જમ્મુની પણ શક્તિ રહ્યું છે અને કાશ્મીરની પણ શક્તિ રહ્યું છે. સંપર્કની જે યોજનાઓ પર સરકાર કામ કરી રહી છે તેનાથી જમમૂને પણ લાભ થશે અને કાશ્મીરને પણ લાભ થશે. જાજમથી લઈને કેસર સુધી, સફરજનથી લઈને બાસમતી સુધી જમ્મુ કાશ્મીરમાં શું નથી? કોરોનાના કારણે થયેલા લોકડાઉન દરમિયાન પણ સરકારે એ વાતનું ધ્યાન રાખ્યું કે અહિયાના સફરજન ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે. બજારમાં યોગ્ય રીતે સમય પર માલ પહોંચે, અમારી સરકારે કેટલાક મહિનાઓ અગાઉ એ નિર્ણય લીધો છે કે સફરજનની ખરીદી માટે બજાર દખલગીરી યોજનાને ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ લાગુ રાખવામાં આવે. તે અંતર્ગત સરકાર દ્વારા સફરજનની ખરીદી, નાફેડના માધ્યમથી અને સીધા ખેડૂતો પાસેથી કરવામાં આવી રહી છે. જે સફરજન ખરીદવામાં આવી રહ્યા છે, તેની ચુકવણી પણ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત 12 લાખ મેટ્રિક ટન સફરજન ખરીદવામાં આવી ચૂક્યા છે અને આ જમ્મુ કશ્મીરના ખેડૂતો માટે એક રીતે બહુ મોટી સુવિધા થઈ છે. અમારી સરકારે નાફેડને એ વાત માટે પણ મંજૂરી આપી છે કે તે 2500 કરોડ રૂપિયાની સરકારી બાહેંધરીનો ઉપયોગ કરી શકે. સફરજનની ખરીદી માટે આધુનિક માર્કેટિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા માટે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ વધારવા માટે સરકારે સતત પ્રગતિ કરી છે. સફરજનના સંગ્રહ માટે સરકાર જે સહાયતા કરી રહી છે, તેનાથી પણ ખેડૂતોને ઘણો લાભ થયો છે. અહિયાં આગળ નવા ખેડૂત ઉત્પાદક સંઘ – એફપીઓનું નિર્માણ થાય, વધુમાં વધુ બને, તેણી માટે પણ સતત વહીવટી સ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નવા કૃષિ સુધારાઓએ જમ્મુમાં પણ અને ખીણ પ્રદેશમાં પણ બંને જગ્યાએ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે નવા અવસરો બનાવી દીધા છે. તેનાથી હજારો લોકોને રોજગાર અને સ્વરોજગરના અવસરો મળવાના છે.
ભાઈઓ અને બહેનો,
આજે જમ્મુ કાશ્મીરમાં જ્યાં એક બાજુ હજારો સરકારી નોકરીઓની જાહેરાતો આવી રહી છે ત્યાં બીજી બાજુ સ્વરોજગાર માટે પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. બેન્કોના માધ્યમથી હવે જમ્મુ કશ્મીરના નવયુવાન વેપારીઓને સરળતાથી લોન મળવાનું શરૂ થઈ ગયું છે. તેમાં પણ આપણી બહેનો જેઓ સ્વ સહાય જુથ સાથે જોડાયેલી છે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં આગળ આવી રહી છે.
સાથીઓ,
પહેલા દેશની માટે મોટાભાગની જે યોજનાઓ બનતી હતી, જે કાયદાઓ બનતા હતા, તેમાં લખેલું રહેતું હતું – જમ્મુ અને કાશ્મીર સિવાય. હવે આ ઇતિહાસની વાત થઈ ચૂકી છે. શાંતિ અને વિકાસના જે માર્ગ પર જમ્મુ અને કાશ્મીર આગળ વધી રહ્યું છે, તેણે રાજ્યમાં નવા ઉદ્યોગો માટે આવવાનો માર્ગ પણ બનાવ્યો છે. આજે જમ્મુ કાશ્મીર આત્મનિર્ભર ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. પહેલા 170 થી વધુ કેન્દ્રીય કાયદાઓ જે પહેલા અમલીકૃત નહોતા તે હવે વહીવટનો એક ભાગ છે. જમ્મુ કશ્મીરના નાગરિકોના અધિકારનો અવસર છે.
સાથીઓ,
અમારી સરકારના નિર્ણયો બાદ, પહેલી વાર જમ્મુ કાશ્મીરના ગરીબ સામાન્ય વર્ગને અનામતનો લાભ મળી રહ્યો છે. પહેલી વાર પહાડી લોકોને અનામતનો લાભ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સીમા પર રહેનારા લોકોને પણ 4 ટકા અનામતનો લાભ અમારી સરકારે આપ્યો છે. ફોરેસ્ટ એક્ટ લાગુ થવાથી પણ લોકોને નવા અધિકારો મળ્યા છે. તેનાથી ગુજ્જર ભરવાડ, અનુસૂચિત જનજાતિઓ અને પારંપરિક રૂપે જંગલોની આસપાસ રહેનારાઓને જંગલની જમીનના ઉપયોગના કાયદાકીય અધિકાર મળ્યા છે. હવે કોઇની પણ સાથે ભેદભાવને કોઈ સ્થાન નથી. જમ્મુ કાશ્મીરમાં દાયકાઓથી રહેતા સાથીઓને ડોમિસાઇલ પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યા છે. આ જ તો છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ.
સાથીઓ,
સીમા પારથી થનાર શેલિંગ હંમેશથી ચિંતાનો વિષય રહ્યો છે. શેલિંગની સમસ્યાના સમાધાન માટે બોર્ડર પર બંકર બનાવવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. સાંબા, પૂંછ, જમ્મુ, કઠુઆ અને રાજૌરી જેવા સંવેદનશીલ વિસ્તારો પર મોટી સંખ્યામાં માત્ર બંકર જ નથી બનાવવામાં આવી રહ્યા પરંતુ નાગરિકોની સુરક્ષા માટે સેના અને સુરક્ષા દળોને પણ ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે.
સાથીઓ,
આપણાં દેશમાં જે લોકોએ દાયકાઓ સુધી શાસન કર્યું, તેમની એક બહુ મોટી ભૂલ એ પણ રહી છે કે તેમણે દેશના સીમાવર્તી એટલે કે સીમાની પાસેના વિસ્તારોના વિકાસને સંપૂર્ણ રીતે આંખ આડા કાન કર્યા છે. તેમની સરકારોની આ માનસિકતાએ જમ્મુ કાશ્મીર હોય કે ઉત્તર પૂર્વ હોય, આ ક્ષેત્રોને પછાત અવસ્થામાં રહેવા માટે મજબૂર કરી દીધા છે. જીવનની પાયાની જરૂરિયાતો, એક સન્માનજનક જીવનની જરૂરિયાતો, વિકાસની જરૂરિયાતો, અહિયાના સામાન્ય માનવી સુધી એટલી પહોંચી જ નથી, જેટલી પહોંચવી જોઈતી હતી. આવી માનસિકતા ક્યારેય પણ દેશનો સંતુલિત વિકાસ નથી કરી શકતી. આવી નકારાત્મક વિચારધારા માટે આપણાં દેશમાં કોઈ જગ્યા નથી. ના તો સીમાની પાસે અને ના સીમાથી દૂર. અમારી સરકારની પ્રતિબદ્ધતા છે કે દેશનું કોઈ પણ ક્ષેત્ર વિકાસની ધારાથી હવે વધારે સમય વંચિત નહીં રહે. આવા ક્ષેત્રોમાં લોકોનું વધારે સારું જીવન ભારતની એકતા અને અખંડિતતાને પણ મજબૂતી આપશે.
સાથીઓ,
દેશના દરેક ક્ષેત્રનો વિકાસ થાય, જમ્મુનો વિકાસ થાય, કાશ્મીરનો વિકાસ થાય, આપણે સતત તેની માટે કામ કરવાનું છે. એક વાર ફરી હું શ્રીમાન મનોજ સિંહાજીને અને તેમની ટીમને આજે જરૂરથી અભિનંદન આપવા માંગીશ. જ્યારે હમણાં હું મનોજજીનું ભાષણ સાંભળી રહ્યો હતો, કેટલા કામો તેમણે ગણાવ્યા, અને જમ્મુ કશ્મીરના લોકોની વચ્ચે ઊભા રહીને ગણાવ્યા છે. જે ઝડપ સાથે કામ થઈ રહ્યા છે, આખા દેશની અંદર એક નવો વિશ્વાસ, નવી આશા ઉત્પન્ન કરશે અને મને વિશ્વાસ છે જમ્મુ કાશ્મીરના નાગરિકોનું કેટલાય દાયકાઓ સુધી જે કામ અધૂરા રહ્યા છે તે બધા મનોજજી અને વર્તમાન વહીવટી ટીમના માધ્યમથી જરૂરથી પૂરા થશે, સમય કરતાં પહેલા પૂરા થશે. એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એક વાર ફરી આપ સૌને સ્વાસ્થ્ય યોજના માટે, આયુષ્માન ભારત યોજના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માતા વૈષ્ણો દેવી અને બાબા અમરનાથની કૃપા આપણાં સૌની ઉપર બનેલી રહે. આ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર !
SD/GP/BT
(Release ID: 1683998)
Visitor Counter : 287
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam