પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરના રોજ પીએમ-કિસાન હેઠળ આગામી હપ્તો હસ્તાંતરિત કરશે
Posted On:
23 DEC 2020 3:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર, 2020ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય લાભનો આગામી હપ્તો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12 કલાકે હસ્તાંતરિત કરશે. એક બટનના દબાવવાથી પ્રધાનમંત્રી રૂ. 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરશે.
પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન છ જુદા-જુદા રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. ખેડૂતો તેમના અનુભવો પ્રધાનમંત્રી-કિસાન સાથે અને સરકારના ખેડૂતોના કલ્યાણ માટે લેવાયેલી અન્ય વિવિધ પહેલ અંગે પણ શેર કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
પીએમ- કિસાન વિશે
પીએમ-કિસાન યોજના અંતર્ગત, વાર્ષિક રૂ 6000/- નો નાણાકીય લાભ પાત્રતા લાભાર્થી ખેડૂતોને આપવામાં આવે છે, જે પ્રત્યેક રૂ. 2000/- ના ત્રણ સમાન-માસિક હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં હસ્તાંતરિત થાય છે.
SD/GP/BT
(Release ID: 1683179)
Visitor Counter : 282
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada