મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુધારેલી હવાઈ સેવાના કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 23 DEC 2020 4:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સુધારેલી હવાઈ સેવા સમજૂતી પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

સુધારેલી હવાઈ સેવા કરાર બંને દેશ વચ્ચે નાગરિક ઉડ્ડયન સંબંધોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સૂચવે છે અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે થયેલા વિકાસ સાથે સુસંગતતા લાવતાં બંને દેશ વચ્ચે મોટા વેપાર, રોકાણો, પર્યટન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને ઉત્તેજિત કરવાની સંભાવના છે. તે વધતી અને સીમલેસ કનેક્ટિવિટી માટે સક્ષમ વાતાવરણ પ્રદાન કરશે, જ્યારે બંને પક્ષના વાહકોને વધુ સલામતી અને સુરક્ષાની ખાતરી આપતી વેપારી તકો પ્રદાન કરશે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1682999) आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam