મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે સુધારેલી હવાઈ સેવાના કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી

Posted On: 23 DEC 2020 4:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે સુધારેલી હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

સુધારેલી હવાઈ સેવા કરાર બંને દેશ વચ્ચે નાગરિક ઉડ્ડયન સંબંધોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન દર્શાવે છે. તે વધતી અને સીમલેસ કનેક્ટિવિટી માટે સક્ષમ વાતાવરણ પ્રદાન કરશે, જ્યારે બંને પક્ષના વાહકોને વધુ સલામતી અને સુરક્ષાની ખાતરી આપતી વેપારી તકો પ્રદાન કરશે. તે બંને દેશ વચ્ચે વધુ વેપાર, રોકાણ, પર્યટન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને ઉત્તેજિત કરવાની સંભાવના ધરાવે છે.

 

SD/GP/BT  (Release ID: 1682987) Visitor Counter : 14