મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત અને અમેરિકા વચ્ચે વિદ્યુત ક્ષેત્રે પારસ્પરિક હિતના ક્ષેત્રોમાં માહિતીના આદાન-પ્રદાન માટેના સમજૂતી કરારને મંજૂરી આપી
Posted On:
16 DEC 2020 3:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના કેન્દ્રીય વીજળી નિયમન આયોગ (સીઇઆરસી) અને અમેરિકા (યુએસએ)ના ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશન (એફઇઆરસી) વચ્ચે વિદ્યુત ક્ષેત્રે પારસ્પરિક હિતના ક્ષેત્રોમાં માહિતી અને અનુભવના આદાન-પ્રદાન માટે સમજૂતી કરાર કરવાના કેન્દ્રીય વીજળી નિયમન આયોગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતી કરાર પાવર બજારમાં જથ્થાબંધ વેચાણની કાર્યક્ષમતા વધારવા તથા વિકાસ કરવા માટે અને નિયમનકારી તથા નીતિ માળખાને સુધારવામાં અને ગ્રીડની વિશ્વસનીયતા વધારવામાં મદદ કરશે.
સમજૂતી કરાર હેઠળ થનારી પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ઉર્જા સંબંધિત મુદ્દાઓ ઓળખવા અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં માહિતીના વિનિમય અને નિયમનકારી વ્યવહાર માટે વિષયો અને શક્ય એજન્ડા વિકસાવવા;
- એકબીજાની સુવિધાઓ પરની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા કમિશનરો અને / અથવા કર્મચારીઓની મુલાકાત ગોઠવવી;
- પરિસંવાદ, મુલાકાત અને વિનિમયમાં ભાગ લેવો;
- પારસ્પરિક હિતોના કાર્યક્રમો વિકસિત કરવા અને ભાગીદારી વધારવા માટે આ કાર્યક્રમોનું સ્થાનિક રૂપે આયોજન કરવા;
- જ્યારે વ્યવહારુ અને પરસ્પર હિત તથા ઉર્જાના મુદ્દાઓ હોય ત્યારે (મેનેજમેન્ટ અથવા તકનીકી) અન્ય કર્મચારીઓ જેવા વક્તાઓ પ્રદાન કરવા.
SD/GP/BT
(Release ID: 1681069)
Visitor Counter : 289
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam