મંત્રીમંડળ

મંત્રીમંડળે લાઇસન્સ ફી વગર સાર્વજનિક ડેટા કચેરીઓ મારફતે સાર્વજનિક Wi-Fi સેવા પૂરી પાડવા માટે સાર્વજનિક ડેટા કચેરી એકત્રકારો દ્વારા સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ ઉભા કરવાની મંજૂરી આપી

Posted On: 09 DEC 2020 3:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશમાં સાર્વજનિક Wi-Fi નેટર્વક દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓના ફેલાવામાં વધારો કરવા માટે સમગ્ર દેશમાં ફેલાયેલી સાર્વજનિક ડેટા કચેરીઓ (PDO) મારફતે સાર્વજનિક Wi-Fi સેવા પૂરી પાડવા માટે સાર્વજનિક ડેટા કચેરી એકત્રકારો (PDOA) દ્વારા સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ ઉભા કરવા માટેના DoT ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે કોઇ લાઇસન્સ ફી લેવામાં આવશે નહીં.

આ પ્રસ્તાવથી દેશમાં સાર્વજનિક Wi-Fi નેટવર્કની વૃદ્ધિને પ્રોત્સાહન મળશે અને તેના કારણે, બ્રોડબેન્ડ નેટવર્કના ફેલાવામાં મદદ મળશે અને લોકોની આવકમાં વધારો થશે અને રોજગારી તેમજ સશક્તિકરણમાં વધારો થશે.

મુખ્ય વિશેષતાઓ:

આ સાર્વજનિક Wi-Fi ઍક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ PM-WANI તરીકે ઓળખાય છે. PM-WANI ઇકો-સિસ્ટમ અહીં નીચે ઉલ્લેખ કરેલી વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવશે:

  • સાર્વજનિક ડેટા કચેરી (PDO): તેઓ માત્ર WANI સુસંગત Wi-Fi ઍક્સેસ પોઇન્ટ્સ સ્થાપિત કરશે, જાળવણી કરશે અને તેનું પરિચાલન કરશે તેમજ સબસ્ક્રાઇબર્સને બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડશે.
  • સાર્વજનિક ડેટા કચેરી એકત્રકાર (PDOA): તેઓ PDOના એકત્રકાર રહેશે અને પ્રમાણીકરણ તેમજ એકાઉન્ટિંગ સંબંધિત કામગીરીઓ સંભાળશે.
  • એપ પ્રદાતા: તેઓ વપરાશકર્તાને નોંધણી કરાવવા માટે એપ્લિકેશન તૈયાર કરશે અને આસપાસના વિસ્તારોમાં WANI માટે સુસંગત Wi-Fi હોટસ્પોટ્સ શોધશે અને ઇન્ટરનેટ સેવાઓનો ઍક્સેસ મેળવવા માટે તેને એપ્લિકેશનમાં પ્રદર્શિત કરશે.
  • સેન્ટ્રલ રજીસ્ટ્રી: તે એપ પ્રદાતા, PDOA, અને PDOની વિગતો રાખશે. શરૂઆતથી સેન્ટ્રલ રજીસ્ટ્રી C-DoT દ્વારા જાળવવામાં આવશે.

હેતુઓ

PDO, PDOA માટે કોઇ નોંધણીની જરૂર નહીં પડે અને એપ પ્રદાતા DoTના ઑનલાઇન નોંધણી પોર્ટલ (SARALSANCHAR; https://saralsanchar.gov.in) દ્વારા પોતાની જાતે જ DoT સાથે નોંધણી કરાવી શકશે જેમાં કોઇપણ પ્રકારની નોંધણી ફી લેવામાં આવશે નહીં. અરજી કર્યા પછી 7 દિવસમાં નોંધણીને માન્યતા આપવામાં આવશે.

સરળતાથી વ્યવસાય થઇ શકે તે માટે આ વધુ વ્યવસાય અનુકૂળ અને અનુરૂપ રહેશે જેવી અપેક્ષા છે. કોવિડ-19 મહામારીના કારણે જ્યાં 4G મોબાઇલ કવરેજ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારો સહિત સમગ્ર દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહેલા સબસ્ક્રાઇબર્સને સ્થિર અને હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ (ડેટા) સેવા આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. સાર્વજનિક Wi-Fi લગાવીને આ જરૂરિયાતને પૂરી કરી શકાય તેમ છે.

વધુમાં, સાર્વજનિક Wi-Fiના ફેલાવાથી રોજગારીનું સર્જન થવાની સાથે-સાથે, નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોના હાથમાં પણ નિકાલજોગ આવકમાં વધારો થશે જેથી એકંદરે દેશના GDPને વેગ મળશે.

સાર્વજનિક Wi-Fi દ્વારા બ્રોડબેન્ડ સેવાઓનો ફેલાવો એ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક પગલું છે અને તેના પરિણામલક્ષી લાભો પણ છે.

સાર્વજનિક Wi-Fi હોટસ્પોટ્સનો ઉપયોગ કરીને પૂરી પાડવામાં આવતી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા માટે કોઇ લાઇસન્સ ફી લેવામાં આવશે નહીં જેનાથી તેના ફેલાવાને ખૂબ જ મોટું પ્રોત્સાહન મળશે અને સમગ્ર દેશમાં તે સ્થાપિત થશે. બ્રોડબેન્ડની ઉપલબ્ધતા અને ઉપયોગના કારણે આવક, રોજગારી અને જીવનની ગુણવત્તા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વગેરેમાં વધારો થશે.

 

SD/GP/BT(Release ID: 1679411) Visitor Counter : 371